For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજરંગદળનું એલાનઃ ‘નવજોત સિદ્ધુનું માથુ કાપીને લાવનારને આપશે 5 લાખ'

પંજાબ સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુનું પાકિસ્તાન જવુ તેમના માટે મુસીબત બની ગયુ છે.

|
Google Oneindia Gujarati News

પંજાબ સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુનું પાકિસ્તાન જવુ તેમના માટે મુસીબત બની ગયુ છે. કારણ છે તેમનુ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાના શપથ ગ્રહણ સમારંભમાં પાકિસ્તાની જનરલ કમર જાવેદ બાજવાને ગળે મળવાનું. આના માટે મુખ્યમંત્રી અમરિન્દર સિંહે પણ તેમની ટીકા કરી છે. વળી બીજી તરફ હવે બજરંગ દળ સંગઠને તેમનુ માથુ કાપી લાવનાર માટે ઈનામનું એલાન કર્યુ છે.

નવજોત સિદ્ધુનું માથુ કાપનારને આપશે 5 લાખ રૂપિયા

વાસ્તવમાં હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બજરંગ દળનો એક કાર્યકર્તા સંજય જાટ સિદ્ધુનું માથુ કાપી લાવનારને પાંચ લાખ રૂપિયા ઈનામ રૂપે આપવાની ઘોષણા કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં સંજય પાંચ લાખ રૂપિયાનો ચેક બતાવીને કહી રહ્યો છે કે તે આ ચેક એ વ્યક્તિને આપશે જે નવજોત સિદ્ધુનું માથુ કાપીને તેની પાસે લાવશે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને નવજોત સિંહ સિદ્ધુને શાંતિદૂત ગણાવ્યાઆ પણ વાંચોઃ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને નવજોત સિંહ સિદ્ધુને શાંતિદૂત ગણાવ્યા

સિદ્ધુ સામે દેશદ્રોહનો કેસ ફાઈલ

સિદ્ધુ સામે દેશદ્રોહનો કેસ ફાઈલ

તમને જણાવી દઈએ કે આ પહેલા સિદ્ધુથી નારાજ કેટલાક લોકોએ યુપીના કન્નોજ, ફરુખાબાદ, બુલંદશહર, આગ્રા, વારાણસીમાં તેમના પૂતળા ફૂંક્યા હતા. વળી વારાણમસી અને કાનપુરની અદાલતોમાં મંગળવારે કોંગ્રેસી નેતા નવજોત સિંહ સુદ્ધુ સામે રાજદ્રોહનો કેસ કરવા અંગે યાચિકા દાખલ કરવામાં આવી છે.

ઈમરાન ખાને સિદ્ધુને શાંતિદૂત ગણાવ્યા

ઈમરાન ખાને સિદ્ધુને શાંતિદૂત ગણાવ્યા

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને સિદ્ધુને શાંતિદૂત ગણાવ્યા છે. ઈમરાન ખાને મંગળવારે કહ્યુ કે પાકિસ્તાનમાં મારા શપથગ્રહણમાં શામેલ થવા માટે સિદ્ધુનો આભાર વ્યક્ત કરુ છુ. તેઓ અહીં શાંતિના દુત બનીને આવ્યા હતા અને તેમને અહીં પાકિસ્તાનના લોકોનો ખૂબ પ્રેમ મળ્યો.

શહીદ ઔરંગઝેબના પિતાની પીએમમે ભાવુક અપીલ

શહીદ ઔરંગઝેબના પિતાની પીએમમે ભાવુક અપીલ

ઈમરાન ખાનના આ નિવેદન બાદ શહીદ જવાન ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાવુક અપીલ કરી છે. તેમણે મોદીને અનુરોધ કર્યો છે કે તેઓ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સાથે મુલાકાત કરે જેથી બંને દેશો વચ્ચે એવી સમજ હોય કે કોઈનું પણ મોત ન થાય. શૌર્ય ચક્રથી સમ્માનિત શહીદના પિતાએ કહ્યુ કે પાકિસ્તાન તરફ ફરીથી એકવાર દોસ્તીનો સંદેશ મોકલો. તેમણે કહ્યુ કે સિદ્ધુ સાહેબે પાક સેના પ્રમુખ સાથે મુલાકાત કરી. મને લાગે છે કે તેમણે (પાક સેના પ્રમુખ) ને અમને પણ મળવુ જોઈએ. હું ઈમરાન ખાનને કહેવા ઈચ્છીશ કે જો તે એક પગલુ આગળ વધશે તો અમે 100 આગળ વધીશુ.

આ પણ વાંચોઃ ઈમરાન ખાન બન્યા પાકિસ્તાનના 22 માં પ્રધાનમંત્રી, નવજોત સિંહ પણ રહ્યા હાજરઆ પણ વાંચોઃ ઈમરાન ખાન બન્યા પાકિસ્તાનના 22 માં પ્રધાનમંત્રી, નવજોત સિંહ પણ રહ્યા હાજર

English summary
The Bajrang Dal has announced to give a reward of Rs 5 lakh to anyone beheading former cricketer and Punjab Cabinet Minister Navjot Singh Sidhu for his ‘hugplomacy’
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X