ભાઈ ઘરની બહાર ગયો હતો, મિત્રએ તેની બહેનનો રેપ કર્યો
બિહારની રાજધાની પટણામાં એક યુવકે મિત્રની બહેન સાથે દુષ્કર્મ કાર્યની ઘટના સામે આવી છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. મામલો પટનાના પાટલીપુત્ર પોલીસ સ્ટેશનનો છે.

શુ છે આખો મામલો
પોલીસ સ્ટેશન વિસ્તારના મકાનમાં ભાડે રહેતી પીડિતા પોતાના ભાઈ સાથે રહીને મેડિકલની તૈયારી કરી રહી હતી. આ મકાનમાં સોનુ નામનો યુવાન પણ ભાડે રહે છે, સોનુ પણ મેડિકલની પણ તૈયારી કરી રહ્યો છે. એક જ ઘરમાં રહેવાથી છોકરીના ભાઈ અને સોનુ વચ્ચે મિત્રતા થઈ. સોનુ તેની રૂમમાં વારંવાર મળવા આવતો. બંને વચ્ચે સારી મિત્રતા થઇ ગઈ.

બાથરૂમમાંથી નીકળતા જ પકડી લીધી
આરોપ છે કે યુવતીનો ભાઈ બે દિવસ પહેલા કોઈ કામ માટે ઘરની બહાર ગયો હતો. યુવતી તેના બાથરૂમમાં નહાવા ગઈ, તે બાથરૂમમાંથી નીકળી કે તરત સોનુ સામે બેઠો હતો. તેણે યુવતીને પકડી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિતાની ફરિયાદ પર આરોપીની ધરપકડ
પીડિતાએ ડરના કારણે કોઈને કઈ પણ કહ્યું નહોતું, પરંતુ જ્યારે દિલ્હીમાં રહેતી તેની મોટી બહેનનો ફોન આવ્યો ત્યારે તેણે પોતાનું દર્દ વ્યક્ત કર્યું. બહેને તેને પોલીસ સ્ટેશન જઇને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું. મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી, ત્યારબાદ પોલીસે સોનુની ધરપકડ કરી હતી.
12 વર્ષની દીકરી સાથે પિતાએ દુષ્કર્મ કર્યું, ગર્ભવતી થઇ...