For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેમ મસ્જિદ તોડી હતી, તેવી જ રીતે મંદિર બનાવી લઈશુ, પ્લાન તૈયાર: રામવિલાસ વેદાંતી

વિશ્વ હિન્દૂ પરિષદ અને રામ મંદિર ટ્રસ્ટના સંત રામવિલાસ વેદાંતીએ ફરી એક વાર કંઈક એવું કહ્યું છે, જેના કારણે વિવાદ ઉભો થઇ શકે છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

વિશ્વ હિન્દૂ પરિષદ અને રામ મંદિર ટ્રસ્ટના સંત રામવિલાસ વેદાંતીએ ફરી એક વાર કંઈક એવું કહ્યું છે, જેના કારણે વિવાદ ઉભો થઇ શકે છે. એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા વેદાંતીએ દાવો કર્યો છે કે વર્ષ 2019 પહેલાં પણ અયોધ્યામાં રામ મંદિરનું બાંધકામ શરૂ થઇ શકે છે, જે રીતે વિવાદિત માળખું અચાનક તોડી પાડવામાં આવ્યું હતું, એ જ રીતે સાંભળવા મળશે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.

રામવિલાસ વેદાંતીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

રામવિલાસ વેદાંતીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

જો કે, તેમણે મંદિરના નિર્માણની યોજના વિશે ખુલ્લેઆમ કશું બોલ્યા નહીં, પરંતુ તેમણે કહ્યું હતું કે જો વર્ષ 2019 પહેલાં મંદિર બાંધવાનો નિર્ણય લેવામાં ન આવ્યો હોય, તો તેમની પાસે વૈકલ્પિક યોજના છે, જેને અપનાવી શકાય છે.

મારા કહેવા પર વિવાદિત માળખું તોડવામાં આવ્યું હતું.

મારા કહેવા પર વિવાદિત માળખું તોડવામાં આવ્યું હતું.

અગાઉ, ગયા વર્ષે પણ રામવિલાસ વેદાંતીએ આશ્ચર્યજનક નિવેદન આપ્યું હતું. યુપીમાં પ્રતાપગઢના સાંસદ રહેલા વેદાંતીએ કહ્યું હતું કે અયોધ્યામાં બાબરી માળખું તેમના કહેવા પર તોડવામાં આવ્યું હતું, તેમણે જ કાર સેવકોને માળખું તોડવાનો આદેશ આપ્યો હતો.

સ્વ.નેતા અશોક સિંઘલ અને મહંત અવૈદ્યનાથ

સ્વ.નેતા અશોક સિંઘલ અને મહંત અવૈદ્યનાથ

તેમના નિર્ણયમાં, વી.એચ.પી. ના સ્વ.નેતા અશોક સિંઘલ અને મહંત અવૈદ્યનાથ પણ સામેલ હતા, તેથી જો સજા આપવામાં આવે તો મને આપવામાં આવે. જો તેઓને આ માટે ફાંસી પર પણ લટકાવી દેશે તો પણ, તેઓને કોઈ અફસોસ નહીં થાય.

બાબરી મસ્જિદ વિધ્વંસનો કેસ

બાબરી મસ્જિદ વિધ્વંસનો કેસ

તે મહત્વપૂર્ણ છે કે 6 ડિસેમ્બર, 1992 માં હજારોની સંખ્યામાં કારસેવકોએ અયોધ્યામાં પહોંચી બાબરી મસ્જિદનું વિવાદિત માળખું તોડી પાડયું હતું. જેના પછી સમગ્ર દેશમાં સાંપ્રદાયિક રમખાણો થયા હતા, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. આ કિસ્સાને લઈને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે, જેને ગયા વર્ષે આ કિસ્સામાં મુરલી મનોહર જોશી, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને ઉમા ભારતી સાથે 13 લોકો સામે ફોજદારી કાવતરાનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે.

English summary
The construction ram mandir will begin very soon in ayodhya: ramvilas vedanti
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X