મૃતક મહંત નરેન્દ્ર ગિરીનો વિવાદ સાજે જુનો સબંધ છે, આ રહ્યાં મોટા વિવાદ!
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગીરીનું નિધન થયું છે. તેમનું અવસાન પ્રયાગરાજનાં બાઘમબારી મઠમાં થયું હતું. મહંત નરેન્દ્ર ગિરી મહારાજનો મૃતદેહ ગઈકાલે પ્રયાગરાજમાં તેમના રૂમમાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. શંકાસ્પદ સંજોગોમાં નરેન્દ્ર ગિરીના મૃત્યુ કેસમાં પોલીસે તેના શિષ્ય યોગગુરુ આનંદ ગિરી, સુતેલા હનુમાન મંદિરના પૂજારી આદ્યા તિવારી અને તેમના પુત્ર સંદીપ તિવારીની ધરપકડ કરી છે.

17 વર્ષ પહેલા ડીઆઈજી આર.એન.સિંહ સાથે વિવાદ
નરેન્દ્ર ગિરીનો પ્રથમ વિવાદ તત્કાલીન ડીઆઈજી આર.એન.સિંહ સાથે 2004 માં મઠ બાઘંબરી ગાદ્દીના મહંત બન્યા બાદ થયો હતો. જમીન વેચવા બાબતે આર.એન.સિંહ સાથે આ વિવાદ થયો હતો, ત્યારબાદ ડીઆઈજીએ ઘણા દિવસો સુધી મંદિર સામે ધરણા કર્યા હતા. તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવે આર.એન.સિંહને સસ્પેન્ડ કરાવી દીધા હતા, પછી મામલાનું સમાધાન થયું હતું.

સ્વામી નરેન્દ્ર ગિરીના ગનર પર વધુ સંપત્તિનો આરોપ
મહંત સ્વામી નરેન્દ્ર ગિરીના ગનર રહી ચૂકેલા કોન્સ્ટેબલ અજય સિંહ પર અપ્રમાણસર સંપત્તિનો આરોપ લાગ્યો હતો. આ સૈનિકની રહેણીકરણી અને વૈભવ પર સવાલો ઉઠાવતા લખનૌના RTI કાર્યકર્તા ડો.નૂતન ઠાકુરે DGP ને એક પત્ર લખી તપાસની માંગ કરી હતી છે. આ પત્રમાં પત્નીના નામે 61 લાખની કિંમતનો ફ્લેટ ખરીદવાનો આરોપ હતો.

આ વિવાદમાં નામ જોડાયુ
31 જુલાઇ 2015 ના રોજ દિલ્હી-એનસીઆરના સૌથી મોટા ડિસ્કો અને નોઇડામાં બિયર બારના સંચાલક સચિન દત્તા ઉર્ફે સચ્ચિદાનંદ ગીરીને મહામંડલેશ્વર બનાવવાના વિવાદમાં નરેન્દ્ર ગિરીનું નામ પણ આવ્યું હતું. તત્કાલીન કેબિનેટ મંત્રી શિવપાલ યાદવ અને પ્રવાસન મંત્રી ઓમપ્રકાશ સિંહની હાજરીમાં નરેન્દ્ર ગીરીએ બાઘંબરી ગાદ્દીમાં સચિનનો પટ્ટાભિષેક કરીને નિરંજની અખાડાના મહામંડલેશ્વર બનાવ્યા હતા.

ફરિયાદ નોંધાઈ ચુકી છે
નરેન્દ્ર ગીરી સાથે 2012 માં હંડિયાના સપા નેતા અને ધારાસભ્ય મહેશ નારાયણ સિંહ પાસેથી જમીન ખરીદવા બાબતે વિવાદ થયો હતો. ફેબ્રુઆરી 2012 માં મહંતે જ્યોર્જ ટાઉનમાં સપા નેતા મહેશ નારાયણ સિંહ, શૈલેન્દ્ર સિંહ, હરિનારાયણ સિંહ અને 50 અજાણ્યાઓ સામે કેસ દાખલ કર્યો હતો. બીજી તરફથી નરેન્દ્ર ગીરી, આનંદ ગીરી અને અન્ય બે સામે પણ ફરીયાદ દાખલ કરાઈ હતી. નરેન્દ્ર ગિરી કિન્નર અખાડાને માન્યતા આપતા ન હતા. તેમણે કહ્યું કે, જગતગુરુ શંકરાચાર્યએ 13 અખાડા સ્થાપિત કર્યા હતા. 14 મી અખાડા તરીકે કોઇને માન્યતા આપી શકાય નહીં. જો કે, 2019 ના કુંભમાં વહીવટીતંત્રે કિન્નર અખાડાને જમીન અને સુવિધાઓ આપી હતી.