મહિલા સશક્તિકરણ વિના દેશ સશક્ત ના થઈ શકેઃ નવીન પટનાયક
બીજૂ જનતા દળના 24મા સ્થાપના દિવસના અવસર પર ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક ભૂવનેશ્વરમાં જ આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યા. આ કાર્યક્રમ સંબોધિત કરતાં તેમણે મહિલા સશક્તિકરણ પર વધુ જોર આપ્યું. નવીન પટનાયકે કહ્યું કે આજના સમયમાં કોઈપણ ઘર, સમાજ, રાજ્ય અથવા દેશ મહિલાઓને સશક્ત બનાવ્યા વિના આગળ ના વધી શકે. મુખ્યમંત્રીએ કહ્યું કે મહિલાઓના સશક્તિકરણ હોવાથી રાષ્ટ્રનું પણ સશક્તિકરણ છે.
મુખ્યમંત્રી નવીન પટનાયકે મહિલા સશક્તિકરણને જ પોતાના પ્રશાસનની પસંદીત અભિયાન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે બીજૂ પટનાયક પણ એમ કહેતા હતા કે, મને પૂરો વિશ્વાસ છે કે જે માતાઓ અને બહેનો પોતાના ઘરને આટલી કુશળતાથી ચલાવે છે, તેઓ પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદને બરાબર ક્ષમતા સાથે ચલાવશે.
આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ પર બોલતાં નવીન પટનાયકે કહ્યું કે, બીજૂ પટનાયકે પણ પંચાયતી રાજ, શહેરી એકમો અને સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા આરક્ષણ આપવાનો ઈતિહાસ રચ્યો હતો. બીજૂ બાબૂની વિચારધારા પર આધારિત સત્તારૂઢ બીજેડીએ પંચાયત અને શહેરી એકમોમાં મહિલાઓ માટે 50 ટકા આરક્ષણ આપ્યું છે. આ ઉપરાંત પાર્ટી વિધાનસભા અને સંસદમાં પણ મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવાની લડાઈ લડી રહી છે.
'મન કી બાત’ કાર્યક્રમથી દેશને સંબોધિત કરી રહ્યા છે પીએમ મોદી
આ દરમ્યાન નવીન પટનાયકે રાષ્ટ્રીય પાર્ટીઓ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે રાષ્ટ્રીય પાર્ટીઓ માટે મહિલા સશક્તિકરણ માત્ર એક મુદ્દો છે, જે કે માત્ર ચૂંટણી રેલીઓમાં જ જોવા મળે છે. ચૂંટણી બાદ રાષ્ટ્રીય પાર્ટીઓ આ મુદ્દાને ભૂલી જાય છે. નવીન પટનાયકે કહ્યું કે આપણા દેશના રાજકારણમાં મહિલાઓને યોગ્ય સ્થાન મળવું જોઈએ.