For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્ઞાનવાપી મસ્જિદમાં પુજા કરવાની અરજી પર કોર્ટ સૂનાવણી કરવા તૈયાર થઈ!

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મસ્જિદમાં મળેલી કથિત શિવલિંગની પુજા કરવાની મંજુરી આપવા મુદ્દે કોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી કરવા સ્થાનિત અદાલત તૈયાર થઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

વારાણસી : વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મસ્જિદમાં મળેલી કથિત શિવલિંગની પુજા કરવાની મંજુરી આપવા મુદ્દે કોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી કરવા સ્થાનિત અદાલત તૈયાર થઈ છે.

Gyanvapi Masjid

જ્ઞાનવાપી મસ્જિદને લઈને અરજી કરાઈ હતી કે, જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં મુસ્લિમોને પ્રતિબંધિત કરાય અને તેને હિન્દુઓને સોંપવામાં આવે. આ અરજી પર ફાસ્ટ ટ્રેક કોર્ટે કહ્યું કે આ મામલો સુનાવણીને લાયક છે.

આ મામલે વારાણસીની બીજી કોર્ટ પહેલાથી સુનાવણી કરી રહી છે. જ્ઞાનવાપી મસ્જિદ પ્રતિષ્ઠિત કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં સ્થિત છે. મસ્જિદ એક દાયકા જૂના કેસમાં કાયદાકીય વિવાદમાં ફસાયેલી છે. આ વર્ષે નીચલી કોર્ટના આદેશ બાદ સર્વે દરમિયાન વીડિયો રેકોર્ડિંગ સમયે એક શિવલિંગ મળી આવ્યું હતું. આ શિવલિંગ મસ્જિદની અંદર સ્થિત એક તળાવમાંથી મળી આવ્યું હતું. આ તળાવનો ઉપયોગ મુસ્લિમ સમુદાયના લોકો મસ્જિદમાં નમાઝ અદા કરતા પહેલા હાથ-પગ ધોવા માટે કરે છે.

વિવાદો વચ્ચે હિન્દુ મહિલા અરજદારોએ શિવલિંગની વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી છે. જેમાં તેની ઉંમર નક્કી કરવી જરૂરી હોવાનું જણાવ્યું છે. મહિલાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં મસ્જિદ પરિસરમાં અંદર આવેલી દરગાહમાં પૂજા કરવાની પરવાનગી માંગવા માંગ કરાઈ છે. મહિલા અરજીકર્તાઓનો દાવો છે કે મસ્જિદની અંદર હિંદુ દેવી-દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ આવેલી છે.

આ માંગણી પર બીજી તરફ મસ્જિદ સમિતિએ વૈજ્ઞાનિક તપાસ સામે વાંધો ઉઠાવ્યો હતો. સમિતિએ દલીલ પણ કરી હતી કે મામલો મસ્જિદની અંદરની દરગાહમાં પૂજાનો હતો. તેથી તેની રચના સાથે તેને કોઈ લેવાદેવા નથી. આ સિવાય સમિતિએ એમ પણ કહ્યું છે કે હિન્દુ સમુદાય દ્વારા જેને શિવલિંગ કહેવામાં આવે છે તે વાસ્તવમાં એક ફુવારો છે. તેથી તેને સાંભળવાનો કોઈ અર્થ નથી. જો કે મુસ્લિમ પક્ષની દલીલોને ન્યાયાધીશે ફગાવી દીધી છે.

English summary
The court is ready to hear the application to worship in the Gnanawapi Masjid!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X