પ્રેમી સાથે સેક્સ માણી રહી હતી યુવતી, અચાનક આવી ગયા પરિવારના સભ્યો, અને પછી...
મુરાદાબાદના પકબારા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં આવેલી એક હોટલમાં પ્રેમી યુગલને યુવતીના સંબંધીઓએ કઢંગી હાલતમાં ઝડપી લીધા હતા. નારાજ યુવતીના પરિવારજનોએ હોટલમાં યુવકને માર માર્યો હતો. ગામમાં ચાલતી હોટલ માલિક સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને બંનેના પરિવારજનોને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
યુવતીને હોટલના રૂમમાંથી કઢંગી હાલતમાં ઝડપી
આ મામલે યુવતીના પરિવારજનોએ પોલીસમાં કોઈ ફરિયાદ કરી નથી. આ વિસ્તારના એક ગામમાં ગુરુવારના રોજ બપોરે પ્રેમી યુગલ હોટલમાં રૂમ બૂક કરીને રોકાયા હતા. આ વાતની જાણ થતાં યુવતીના પરિવારજનો પીછો કરીને હોટલ પહોંચ્યા હતા. યુવતીના પરિવારજનોએ યુવક અને યુવતીને હોટલના રૂમમાંથી કઢંગી હાલતમાં ઝડપી લીધા હતા. યુવતીના પરિવારજનોએ યુવકને હોટલમાં માર માર્યો હતો. આ પછી યુવકે તેના પરિવારજનોને પણ બોલાવ્યા હતા. આ પછી બંનેના પરિવારજનો વચ્ચે બોલાચાલી થઈ હતી.
પોલીસે હોબાળો મચાવનાર યુવક અને યુવતીના પરિવારજનોને શાંત પાડ્યા
હોટલમાં હોબાળો થતો જોઈને ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. સ્થળ પર મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હોબાળો મચાવનાર યુવક અને યુવતીના પરિવારજનોને શાંત પાડ્યા હતા.
હજૂ સુધી કોઈએ ફરિયાદ નોંધાવી નથી
પોલીસે બંનેના પરિવારજનોને કસ્ટડીમાં લઈને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ રંજન શર્માએ જણાવ્યું કે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હજૂ સુધી કોઈએ ફરિયાદ નોંધાવી નથી. ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહી કરશે.
હોટલ બંધ કરવા ગ્રામજનોની માગ
લાંબા સમયથી ગ્રામજનો પણ આ હોટલને લઈને ખૂબ જ ચિંતિત હતા. અજય કુમાર સિંહે જણાવ્યું કે, તેમનું ઘર હોટલની સામે છે. આ હોટલમાં સતત ખોટી વસ્તુઓ થાય છે. આ અંગે તેમણે અનેક વખત ગ્રામ્ય વડાને ફરિયાદ કરી છે, પરંતુ કોઈ સુનાવણી થઈ નથી.
ઓનલાઈન રૂમ બૂક કરાવીને સેક્સ રેકેટ ચલાવવામાં આવે છે - ગ્રામજનો
ગ્રામીણ અનીસ અહેમદે જણાવ્યું કે, આ હોટલમાં બહારથી છોકરા-છોકરીઓ સતત આવે છે. જેનાથી ગામનું વાતાવરણ બગડી રહ્યું હતું. ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, અહીં ઓનલાઈન રૂમ બૂક કરાવીને સેક્સ રેકેટ ચલાવવામાં આવે છે. તેમણે પોલીસ પ્રશાસનને આ હોટલ બંધ કરાવવાની માગ કરી હતી.