For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Vaccine:દેશમાં અત્યારસુધીના એક દિવસના સૌથી વધુ 88 લાખ કોરોના રસીના ડોઝ અપાયા!

કોરોના વાયરસ સામે ભારતની લડાઈ હવે અસરકારક દેખાઈ રહી છે. ઓછુ સંક્રમણ અને વધુ રસીકરણ સાથે ભારત કોરોના સામેની લડાઈમાં આગળ વધી રહ્યું છે. મંગળવારે દેશમાં કોરોનાના નવા કેસ 154 દિવસ પછી સૌથી નીચલા સ્તરે રહ્યા.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ સામે ભારતની લડાઈ હવે અસરકારક દેખાઈ રહી છે. ઓછુ સંક્રમણ અને વધુ રસીકરણ સાથે ભારત કોરોના સામેની લડાઈમાં આગળ વધી રહ્યું છે. મંગળવારે દેશમાં કોરોનાના નવા કેસ 154 દિવસ પછી સૌથી નીચલા સ્તરે રહ્યા. બીજી તરફ રસીકરણ અભિયાનમાં પણ રેકોર્ડ નોંધાયો.

corona vaccine

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 88.13 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસનો આંકડો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 55.47 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મંગળવારે સવારે 7 વાગ્યા સુધી 62,12,108 કેન્દ્રો દ્વારા રસીના કુલ 55,47,30,609 ડોઝ આપવામાં આવ્યા છે.

બીજી તરફ કોરોનાના નવા કેસમાં ઘટાડો પણ રાહતના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 25,166 નવા કેસ નોંધાયા છે. આ આંકડો આ વર્ષના માર્ચ પછી સૌથી ઓછો છે. આ સાથે સક્રિય કેસમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં સક્રિય દર્દીઓની ટકાવારી 1.15 ટકા છે. કુલ સક્રિય કેસોની સંખ્યા ઘટીને 3 લાખ 69 હજાર 846 થઈ ગઈ છે. આ આંકડો છેલ્લા 146 દિવસમાં સૌથી ઓછો છે.

English summary
The highest ever dose of 88 lakh corona vaccines given in the country so far!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X