
ICMR એ Omicron ટેસ્ટ કરવા માટેની પ્રથમ કીટ Omisure ને મંજૂરી આપી
નવી દિલ્હી : ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કોરોના વાયરસના નવા પ્રકાર, Omicron ના પરીક્ષણ માટે OmiSure કીટને મંજૂરી આપી છે. OmiSure કીટ ટાટા મેડિકલ દ્વારા વિકસાવવામાં આવી છે.

ICMR એ OmiSure ને મંજૂરી આપી
ઉલ્લેખનીય છે કે, ટાટા મેડિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડના TATA MD CHECK RT PCR OmiSure ને ICMR દ્વારા 30 ડિસેમ્બરના રોજ જમંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેની માહિતી આજે (મંગળવારે) સામે આવી છે.

દેશમાં ઓમિક્રોનના 1800 થી વધુ કેસ મળી આવ્યા છે
દેશના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના અત્યાર સુધીમાં 1,892 કેસ નોંધાયા છે, જેમાંથી 766 સંક્રમિતો સ્વસ્થ થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવા પ્રકારના મહારાષ્ટ્રમાં સૌથી વધુ 568 કેસ નોંધાયા છે, ત્યારબાદ દિલ્હીમાં 382, કેરળમાં 185, રાજસ્થાનમાં 174,ગુજરાતમાં 152 અને તમિલનાડુમાં 121 કેસ નોંધાયા છે.

ભારતમાં 1 દિવસમાં 37 હજારથી વધુ કેસ નોંધાયા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 37,379 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3 કરોડ 49 લાખ 60 હજાર 261 થઈ ગઈ છે, જ્યારેએક્ટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 71 હજાર 830 થઈ ગઈ છે.
માહિતી અનુસાર વધુ 124 સંક્રમિતોના મોત બાદ દેશમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 4 લાખ 82 હજાર 17 થઈ ગયો છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 98.13 ટકા છે.
છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના એક્ટિવ કેસમાં 26 હજાર 248 કેસનો વધારો થયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 3.24 ટકા છે અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ દર 2.05 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ3,43,06,414 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. ભારતમાં કોવિડ 19થી મૃત્યુદર 1.38 ટકા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાની રોકથામ માટે રસીકરણ અભિયાન ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 146.70 કરોડથી વધુ રસીના ડોઝઆપવામાં આવ્યા છે.