For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળ બાદ તમિલનાડુમાં પૂરનું જોખમ, કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી

સમગ્ર કેરળ હાલમાં પ્રકૃતિનો પ્રકોપ સહી રહ્યો છે. ભારે વરસાદના કારણે લોકોનું જીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. વરસાદ થયેલા ભૂસ્ખલન અને પૂરના કારણે મૃતકોની સંખ્યા હવે 67 સુધી પહોંચી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

સમગ્ર કેરળ હાલમાં પ્રકૃતિનો પ્રકોપ સહી રહ્યો છે. ભારે વરસાદના કારણે લોકોનું જીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. વરસાદ થયેલા ભૂસ્ખલન અને પૂરના કારણે મૃતકોની સંખ્યા હવે 67 સુધી પહોંચી ગઈ છે જ્યારે હજારો લોકો બેઘર થઈ ગયા છે તો વળી, મોટી સંખ્યામાં લોકો ગાયબ પણ છે. કેરળના કહેર બાદ હવે કર્ણાટક અને તમિલનાડુમાં પણ ભારે વરસાદનું જોખમ તોળાઈ રહ્યુ છે.

તમિલનાડુના પણ 12 જિલ્લામાં પૂરની ચેતવણી

તમિલનાડુના પણ 12 જિલ્લામાં પૂરની ચેતવણી

તમિલનાડુમાં સેન્ટ્રલ વોટર કમિશના કાવેરી નદી અંગે ચેતવણી જારી કરી છે. અહીં મેટ્ટુર બંધમાં પાણી તેની મહત્તમ ક્ષમતાથી ઉપર આવી ગયુ છે જે કર્ણાટકના કૃષ્ણારાજ સાગર અને કાબિની બંધમાંથી પાણી છોડાયા બાદ થઈ રહ્યુ છે જેનાથી પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ છે.

કર્ણાટકમાં પણ ભારે વરસાદનું અનુમાન

કર્ણાટકમાં પણ ભારે વરસાદનું અનુમાન

આ જ કારણોસર બંને રાજ્યોમાં ચેતવણી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મેટ્ટુરનું સ્ટેનલી જળાશય 120 ફૂટની પોતાની ક્ષમતા ભરી ચૂક્યુ છે. ત્યારબાદ તમિલનાડુના 12 જિલ્લામાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે.

કેરળના 9 જિલ્લા હજુ પણ રેડ એલર્ટ પર

કેરળના 9 જિલ્લા હજુ પણ રેડ એલર્ટ પર

વળી, કેરળના 9 જિલ્લા હજુ પણ રેડ એલર્ટ પર છે. ભારે વરસાદના કારણે કોચ્ચિ એરપોર્ટને 4 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યુ છે. 85000 થી વધુ લોકોને રાજ્યના અલગ અલગ ભાગોમાં બનાવવામાં આવે લ 718 રાહત કેમ્પોમાં પહોંચાડવામાં આવ્યા છે. કેરળની બગડતી પરિસ્થિતિને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહે મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સાથે વાત કરી છે અને તેમને દરેક સંભવ મદદ કરવાનો ભરોસો આપ્યો છે.

આ પણ વાંચોઃ Live: અટલ બિહારી વાજપેયીની હાલત ખુબ જ નાજુક, કેજરીવાલ પણ પહોંચ્યાઆ પણ વાંચોઃ Live: અટલ બિહારી વાજપેયીની હાલત ખુબ જ નાજુક, કેજરીવાલ પણ પહોંચ્યા

English summary
The Indian Meteorological Department (IMD) has predicted heavy to very heavy rains in Tamil Nadu, Kerala and Karnataka Today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X