• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર 2020: વાંચો, નાના બાળકોની મોટી બહાદૂરીની કહાનીઓ

|

ગણતંત્ર દિવસના બે દિવસ પહેલા શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2020ના 'રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર'થી સમ્માનિત કરાયેલા બાળકો સાથે મુલાકાત કરી, આ દરમિયાન પીએમે કહ્યુ, હું ખરેખર આશ્વર્યચક્તિ છુ કે આટલી નાની ઉંમરમાં તમે અદભૂત કામ કર્યા, સાથે જ તેમણે કહ્યુ કે તમારા સાહસની કહાનીને હું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીશ જેથી બાકીના બાળકો પણ પ્રેરણા લઈ શકે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યા પર બહાદૂર બાળકોને આપવામાં આવે છે. ભારતીય બાળ કલ્યાણ પરિષદે 1957માં આ પુરસ્કાર શરૂ કર્યા હતા. પુરસ્કાર તરીકે એક પદક, પ્રમાણપત્ર અને રોકડ રકમ આપવામાં આવ છે. બધા બાળકોને શાળાનો અભ્યાસ પૂર્ણ થવા સુધી આર્થિક મદદ પણ આપવામાં આવે છે. 26 જાન્યુઆરીના દિવસે આ બહાદૂર બાળકો હાથી પર સવારી કરીને ગણતંત્ર દિવસ પરેડમાં શામેલ થાય છે.

જમ્મુ-કાશ્મીરના બે બહાદૂર બાળકોને મળ્યો આ વીરતા પુરસ્કાર

જમ્મુ-કાશ્મીરના બે બહાદૂર બાળકોને મળ્યો આ વીરતા પુરસ્કાર

બહાદૂર બાળકોમાં જમ્મુ-કાશ્મીરના બે બાળકો શામેલ છે જેમાંથી એક કુપવાડા નિવાસી 16 વર્ષીય સરતાજ મોહિદન છે તો બીજાનુ નામ મુદાસિર અશરફ છે કે જે બડગામનો રહેવાસી છે અને જેની ઉંમર 19 વર્ષની છે, તેને વીરતા પુરસ્કાર અને સરતાજ મોહિદીન મુગલને શ્રવણ પુરસ્કાર મળ્યો છે. હવાઈ હુમલા બાદ બડગામ જિલ્લામાં વાયુસેનાનુ એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયુ હતુ જેની અંદર ગ્રામીણ કિફાયત હુસેન બહુ ખરાબ રીતે દાઝી ગયો હતો જેને બચાવવા માટે મુદાસિર અશરફ આગમાં કૂદી પડ્યો હતો, આગની લપેટોમાં ઘેરાયેલ કિફાયતે તેને બહાર કાઢ્યો પરંતુ બહુ ગંભીર રીતે દાઝી જવાના કારણે તેણે દમ તોડી દીધો.

પરિવારના સભ્યોનો જીવ બચાવ્યો

જ્યારે કુપવાડા સરતાજે ગયા વર્ષે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ સીઝફાયર ઉલ્લંઘન દરમિયાન ઘરમાં આગ લાગવા પર જીવના જોખમે પરિવારના સભ્યોના જીવ બચાવ્યા હતા.

વીર મુહમ્મદ મુહસીનને મરણોપરાંત સમ્માન

આ વખતે વીરતા પુરસ્કારથી કર્ણાટકના વેંકટેશને સમ્માનિત કરવામાં આવ્યા છે જેણે કર્ણાટકમાં ભીષણ પૂર દરમિયાન એમ્બ્યુલન્સને રસ્તો બતાવીને સેંકડો લોકોના જીવ બચાવ્યા હતા. વળી, પડોશી રાજ્ય કેરળના વીર મુહમ્મદ મુહસીનને મરણોપરાંત આ સમ્માન આપવામાં આવ્યુ છે કારણકે તેમણે સમુદ્રમાં ફસાયેલા પોતાના ત્રણ મિત્રોના જીવ બચાવ્યા હતા પરંતુ પોતાનો જીવ બચાવ શક્યા નહોતા.

રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અવૉર્ડ

એટલુ જ નહિ બેંગલુરુના યશ અરાધ્યા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અવૉર્ડ મેળવનાર દેશના પહેલા મોટરસ્પોર્ટસ ખેલાડી બની ગયા છે, 17 વર્ષના યશ નવ વર્ષની ઉંમરથી રેસિંગ ટ્રેક પર પોતાનો જલવો બતાવી રહ્યા છે. યશે અત્યાર સુધી 13 ચેમ્પિયનશિપ ખિતાબ મેળવી લીધા છે. યશના નામે 65 પોડિયમ ફિનિશ અને 12 પુરસ્કાર છે.

ભારત અવૉર્ડ

જ્યારે કેરળના આદિત્ય કે. ને ભારત અવૉર્ડ આપવામાં આવ્યો, આદિત્યએ પર્યટકો ભરેલી એક બસમાં આગ લાગવા પર બહાદૂરી બતાવીને એ બસના કાચ તોડીને 40થી વધુ લોકોના જીવ બચાવ્યા હતા. આદિત્ય એ બસમાં સવાર હતો અને આગ લાગ્યા બાદ બસનો ડ્રાઈવર બસ છોડીને ભાગી ગયો હતો અને મુસાફરો ધૂમાડો ભરાવાને કારણે બૂમાબૂમ કરવા લાગ્યા હતા. એવામાં આદિત્યએ સૂઝબૂઝ બતાવીને બસના કાચ તોડી દીધા જેથી મુસાફરો બહાર નીકળી શકે.

ઉત્તરાખંડની આ છોકરીએ કરી કમાલ

ઉત્તરાખંડ જિલ્લાના બીરોંકાલ બ્લોકના દેવકુંડાઈ તલ્લી ગામની રહેવાસી 11 વર્ષની રાખીએ પોતાના ચાર વર્ષના ભાઈ રાઘવનો જીવ ચિત્તાથી બચાવ્યો હતો. તેણે પોતાના ભાઈ માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો હતો અને તેણે ચિત્તાનો બહાદૂરીથી સામનો કર્યો અને પોતાના ભાઈને જીવ બચાવવામાં સફળ થઈ.

13 વર્ષની અલાઈકાની કમાલ

13 વર્ષની અલાઈકા એ વખતે પોતાના માતાપિતા અને દાદા માટે એન્જલ બની ગઈ જ્યારે તેમની કાર અચાનક રોડ સાથે ટકરાઈને એક વૃક્ષની ડાળીમાં અટકી ગઈ હતી. નીચે ખીણ હતી એટલે કે મોત સાફ દેખાઈ રહ્યુ હતુ. એવામાં અલાઈકાએ સૂઝબૂઝ બતાવી અને ધીરજ ગુમાવ્યા વિના કારમાંથી બહાર નીકળી અને લોકોને મદદ માટે બોલાવ્યા.

આ પણ વાંચોઃ ફાંસીના 7 દિવસ પહેલા કેવી છે નિર્ભયાના દોષિતોની હાલત, મેડીકલ રિપોર્ટમાં શું આવ્યુ

English summary
The inspiring stories of 6 children who won the National Bravery Award 2020.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more