For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, રામ મંદિરને લઈ અયોધ્યામાં ક્યારે-ક્યારે શું-શું થયું?

જાણો, રામ મંદિરને લઈ અયોધ્યામાં ક્યારે-ક્યારે શું-શું થયું?

|
Google Oneindia Gujarati News

અયોધ્યાઃ આજે ફરી એકવાર અયોધ્યા નગરી રામ મંદિરને લઈને ચર્ચા જાગી છે, વીએચપી અને હિન્દુ સંગઠનો આ સમયે ભારતભરમાં રામ મંદિર નિર્માણને લઈને આંદોલન ચલાવી રહ્યા છે અને સરકાર પર મંદિરને લઈને દબાણ વધારવાની કોશિશ કરી રહ્યા છે, હાલ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર થઈ રહેલ રાજકીય બબાલની વચ્ચે સુપ્રીમ કોર્ટે આ મદ્દા પર સુનાવણી જાન્યુઆરી 2019 સુધી ટાળી દીધી છે પરંતુ હિન્દુ સંગઠનોનો પ્રયાસ રામ મંદિર નિર્માણને લઈને ચાલુ છે અને આ મામલે રાજકારણે પણ ગરમાવો પકડ્યો છે. આવો એક નજર કરીએ અત્યાર સુધીના ઘટનાક્રમ પર..

1528થી શરૂ થયો આ વિવાદ

1528થી શરૂ થયો આ વિવાદ

  • 1528: બાબરે અહિં એક મસ્જિદનું નિર્માણ કરાવ્યું જેને બાબરી મસ્જિદ તરીકે ઓળખવામાં આવી પરંતુ હિન્દુઓનું કહેવું છે કે અહીં ભવાન રામનો જન્મ થયો હતો.
  • 1853: હિન્દુઓનો આરોપ છે કે ભગવાન રામના મંદિરને તોડીને મસ્જિદનું નિર્માણ થયું માટે હિન્દુ મુસ્લિમ ઝઘડા શરૂ થઈ ગયા.
  • 1859: બ્રિટિશ સરકારે વિવાદ રોકવ માટે અયોધ્યામાં ફેન્સિંગ લગાવી હિન્દુ અને મુસલમાનોને અલગ-અલગ પ્રાર્થના કરવાની મંજૂરી આપી.
  • 1885: આ મામલો પહેલી વાર અદાલતમાં પહોંચ્યો, મહંત રઘુબીર દાસે ફૈઝાબાદ અદાલતમાં અપીલ દાખલ કરીને રામ મંદિર નિર્માણની મંજૂરી માગી.
  • 23 ડિસેમ્બરે 1949-50: હિન્દુઓએ મસ્જિદના કેન્દ્રીય સ્થળ પર કથિત રીતે ભગવાન રામની મૂર્તિ રાખી દીધી અને તેને કારણે વિવાદ વધી ગયો.
  • 16 જાન્યુઆરી 1950: ગોપાલ સિંહ વિશારદે ફૈઝાબાદ અદાલતમાં એક અપીલ દાખલ કરી રામલલાની પૂજા-અર્ચનાની વિશેષ મંજૂરી માગી.

મહંત પરમહંસ દ્રાસે મસ્જિદને માળખું નામ આપ્યું

મહંત પરમહંસ દ્રાસે મસ્જિદને માળખું નામ આપ્યું

  • 5 ડિસેમ્બર 1950: મહંત પરમહંસ રામચંદ્ર દાસે બાબરી મસ્જિદમાં રામમૂર્તિ રાખવા માટે ફરિયાદ દાખલ કર્યો.
  • 17 ડિસેમ્બર 1959: નિર્મોહી અખાડાએ વિવાદિત સ્થળનું હસ્તાંતરણ કરવા કેસ કર્યો.
  • 18 ડિસેમ્બર 1961: ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડે બાબરી મસ્જિદના માલિકાના હક માટે ફરિયાદ કરી.
  • 1984: વીએચપીએ રામ મંદિર માટે આંદોલન શરૂ કર્યું.
  • ફેબ્રુઆરી 1986: ફૈઝાબાદ જિલ્લા ન્યાયાધીશે વિવાદિત સ્થળ પર હિન્દુઓને પૂજાની મંજૂરી આપી. ફરી તાળાં ખોલવામાં આવ્યાં. નારાજ મુસ્લિમોએ વિરોધમાં બાબરી મસ્જિદ એક્શન કમિટિનું ગઠન કર્યું.
  • જૂન 1989: બીજેપીએ વીએચપીને ઔપચારિક સમર્થન દેવાનું શરૂ કરી મંદિર આંદોલનને નવું જીવન આપ્યું.
  • જુલાઈ 1989: ભગવાન રામલલા વિરાજમાન નામથી પાંચમો કેસ દાખલ કરવામાં આવ્યો.
  • 9 નવેમ્બર 1989: તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકારે બાબરી મસ્જિદ નજીક શિલાન્યાસની મંજૂરી આપી દીધી.

6 ડિસેમ્બર 1992ના રોજ બની કલંકિત ઘટના

6 ડિસેમ્બર 1992ના રોજ બની કલંકિત ઘટના

  • 25 સપ્ટેમ્બર 1990: ભાજપના અધ્યક્ષ લાલ કૃષ્ણ અડવાણીએ ગુજરાતના સોમનાથથી ઉત્તર પરદેશથી અયોધ્યા સુધી રથ યાત્રા કાઢી.
  • નવેમ્બર 1990: બિહારના મસ્તીપુરમાંથી અડવાણીની ધરપકડ કરી લેવામાં આવી.
  • ઓક્ટોબર 1991: ઉત્તર પ્રદેશમાં કલ્યાણ સિંહ સરકારે બાબરી મસ્જિદની આજુ-બાજુની 2.77 એકર જમીનને પોતાના અધિકારમાં લઈ લીધી.
  • 6 ડિસેમ્બર 1992: હજારોની સંખ્યામાં કાર સેવકોએ અયોધ્યા પહોંચીને બાબરી મસ્જિદનો વિવાદિત ઢાંચો તોડી પાડ્યો, જે બાદ સાંપ્રદાયિક હિંસા ફેલાઈ.
  • 16 ડિસેમ્બર 1992: મસ્જિદની તોડ-ફોડની તપાસ માટે લિબ્રહાન આયોગનું ગઠન થયું.
  • જાન્યુઆરી 2002: વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પોતાના કાર્યકાળમાં એક અયોધ્યા વિભાગ શરૂ કર્યો.
  • એપ્રિલ 2002: અયોધ્યાના વિવાદિત સ્થળ પર માલિકાના હકને લઈ ઉચ્ચ ન્યાયાલયના ત્રણ જજની પીઠે સુનાવણી શરૂ કરી.
  • માર્ચ-ઓગસ્ટ 2003: હાઈકોર્ટના નિર્દેશો પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે અયોધ્યામાં ખોદકામ કર્યું.
  • જુલાઈ 2009: લિબ્રાહન આયોગે ગઠનના 17 વર્ષ બાદ વડાપ્રધાન મનમોહન સિંહે પોતાની રિપોર્ટ સોંપી.
  • સપ્ટેમ્બર 2010: અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચી જેમાં એક ભાગ રામ મંદિર, બીજો સુન્ની વક્ફ બોર્ડ અને ત્રીજો નિર્મોહી અખાડાને સોંપ્યો.

અડવાણી, જોશી, ઉમા ભારતી પર કેસ ચલવવાનો આદેશ

અડવાણી, જોશી, ઉમા ભારતી પર કેસ ચલવવાનો આદેશ

  • 9 મે 2011: સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ફેસલા પર રોક લગાવી દીધી.
  • જુલાઈ 2016: હાશિમ અંસારીનું નિધન
  • 21 માર્ચ 2017: સુપ્રીમ કોર્ટે સહમતિથી વિવાદ ખતમ કરવાની વાત કહી.
  • 19 એપ્રિલ 2017: સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવાના મામલામાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત ભાજપના અને આરએસએસના કેટલાય નેતાઓ વિરુદ્ધ અપરાધિક કેસ ચલાવવાનો આદેશ આપ્યો.
  • 5 ડિસેમ્બર 2017: આ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ.
  • 8 ફેબ્રુઆરી 2018: સુપ્રીમ કોર્ટમાં સિવિલ કેસની સુનાવણી શરૂ.

વિહિપનું આંદોલન

વિહિપનું આંદોલન

  • 14 માર્ચ 2018: સુપ્રીમ કોર્ટે સુબ્રમણ્યમ સ્વામી સહિત તમામ અરજદારોની અરજી રદ કરી.
  • 6 એપ્રિલ 2018: મુસ્લિમ પક્ષકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કહેવામાં આવ્યું કે 1994ના ફેસલા પર પુનઃવિચાર કરે.
  • 13 જુલાઈ 2018: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે અયોધ્યામાં વિવાદિત જમીનના મામલામાં 20 જુલાઈથી સતત સુનાવણી થશે.
  • 20 જલાઈ 2018: સુપ્રીમ કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો.
  • 27 ડિસેમ્બર 2018: સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ સાથે જોડાયેલ 1994 વાળા ફેસલા પર પુનઃવિચાર કરવાની ના પાડી દીધી.
  • 25 નવેમ્બર 2018: વિહિપ અને શિવસેનાએ અયોધ્યામાં ધર્મસભાઓ કરી, વિહિપે રામમંદિરને લઈને આંદોલન પ્રારંભ્યું.

ભારતે પાકિસ્તાનના પ્રસ્તાવને ઠુકરાવ્યુ, સાર્ક સમિટમાં નહિ થાય શામેલભારતે પાકિસ્તાનના પ્રસ્તાવને ઠુકરાવ્યુ, સાર્ક સમિટમાં નહિ થાય શામેલ

English summary
The issue of the Ram Mandir versus the Babri Masjid in Ayodhya is a politico-religious dispute that seems far from reaching a resolution. It repeatedly returns to the spotlight to capture attention like nothing else. A timeline of the Ayodhya dispute.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X