પત્રકાર આ રીતે આપતો હતો ચીનને ખુફીયા જાણકારી, એક જાણકારી બદલ મળતા હતા 1 હજાર ડોલર
સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીની માહિતીના આધારે સ્વતંત્ર પત્રકાર રાજીવ શર્માની 14 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ પત્રકાર રાજીવ શર્માની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે ફ્રીલાન્સ પત્રકાર રાજીવ શર્મા વિશે અનેક ઘટસ્ફોટ કર્યા છે. દિલ્હી પોલીસે કહ્યું છે કે સંરક્ષણ મંત્રાલયના ગુપ્ત દસ્તાવેજો રાજીવ શર્મા પાસેથી મળી આવ્યા છે. પોલીસે એમ પણ કહ્યું હતું કે રાજીવ શર્મા ચીનની ગુપ્તચર વિભાગને ભારતીય સેના અને સરકારની સરહદ વ્યૂહરચના વિશે માહિતી આપી રહ્યો હતો.

એક વાર માહિતિ આપવા બદલ લેતો હતો 1 હજાર ડોલર
દિલ્હી પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ચીનીઓને ગુપ્ત માહિતી આપવા બદલ ધરપકડ કરાયેલા રાજીવ શર્માને છેલ્લા દોઢ વર્ષમાં 40 લાખ રૂપિયા મળ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર રાજીવ શર્મા ચીનીઓને આપવામાં આવતી દરેક માહિતી માટે 1000 ડોલર મેળવતો હતો. દિલ્હી પોલીસે એ પણ અહેવાલ આપ્યો છે કે રાજીવ શર્મા ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં સંરક્ષણ બાબતો પર લખતો હતો. 2016 માં, રાજીવ શર્મા એક ચીની એજન્ટના સંપર્કમાં આવ્યો. ત્યારથી તે ચીનના ગુપ્તચર વિભાગ માટે કામ કરતો હતો.

2016થી હતો એક્ટીવ
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, રાજીવ શર્મા ચીન ગુપ્તચર અધિકારીઓને વર્ષ 2016 થી 2018 સુધી સંવેદનશીલ માહિતી મોકલતો હતો. આ બે વર્ષમાં તે ખૂબ જ સક્રિય હતો. એટલું જ નહીં, તે વિવિધ દેશોમાં ચીનના સરકારી અધિકારીઓને મળતો અને માહિતી આપતો.
પોલીસે જણાવ્યું કે રાજીવ શર્મા અને કિંગ શીયા સિંહે શેલ કંપનીઓ દ્વારા મોટી રકમ આપી હતી. રાજીવ શર્મા પાસે લગભગ 40 વર્ષનો પત્રકારત્વનો અનુભવ છે. રાજીવ શર્મા યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા, ધ ટ્રિબ્યુન, ફ્રી પ્રેસ જર્નલ જેવી સંસ્થાઓમાં કામ કરી ચૂક્યા છે.

22 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર કરાશે
રાજીવ શર્માની ધરપકડ 14 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના પિતામપુરા સ્થિત તેના ઘરેથી કરવામાં આવી હતી. રાજીવને 15 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાંથી કોર્ટે તેને 6 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. આ કેસમાં, પટિયાલા હાઉસ કોર્ટમાં 22 સપ્ટેમ્બરના રોજ જામીન પર સુનાવણી છે.
આ પહેલા દિલ્હી પોલીસે એક ચીની મહિલા અને તેના નેપાળી ભાગીદારની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી અનેક મોબાઈલ, લેપટોપ અને અન્ય સામગ્રી પણ મળી આવી છે.
પાકિસ્તાને આ વર્ષે 3186 વખત યુદ્ધવિરામનો કર્યો ભંગ, 17 વર્ષમાં સૌથી વધુ