નવજોત સિંહ સિદ્ધુએ અર્ચના પૂરનસિંહને લખ્યો પત્ર, ‘ક્યારે છોડી રહી છે મારી ખુરશી?'
લોકોને પેટ પકડીને હસવા પર મજબૂર કરનાર કપિલ શર્મા શોમાં એ વખતે થોડી વાર માટે એક ગંભીર સમય આવી ગયો જ્યારે શોના હોસ્ટ કપિલ શર્માએ એક પત્ર વાંચ્યો, જેને સાંભળ્યા બાદ બધા લોકો હતપ્રભ રહી ગયા. વાસ્તવમાં શનિવારે પ્રસારિત આ શોમાં કપિલ શર્માએ અચાનક કહ્યુ કે શોમાં સ્પેશિયલ પોસ્ટ પર બિરાજમાન અર્ચના પૂરન સિંહ ઘણી ભાગ્યશાળી છે કારણકે સોશિયલ મીડિયાના આ સમયમાં તેમના પતિ પરમીત સેઠી આજે પણ લેટર લખે છે અને આમ કહીને તેમણે લેટર વાંચવાનો શરૂ કર્યો.
આ પણ વાંચોઃ CBSE Results 2019: સ્મૃતિ ઈરાનીની દીકરીએ મેળવ્યા આટલા ગુણ, માએ શેર કરી ખુશી

સિદ્ધુએ અર્ચના પૂરન સિંહને લખ્યો લેટર
દર્શકોની જેમ અર્ચના પણ આ વાતથી ઘણી હેરાન હતી અને ઉત્સુક પણ કે છેવટે તેમના પતિએ તેમને લેટરમાં શું લખ્યુ છે પરંતુ જ્યારે કપિલે લેટર વાંચવાનો શરૂ કર્યો તો ખબર પડી કે લેટર પરમીતે નહિ પરંતુ નવજોત સિંહ સિદ્ધુએ અર્ચનાને મોકલ્યો છે કે જે સિદ્ધુની જગ્યાએ શોમાં આવી છે.

હું તને ખૂબ પ્રેમ કરુ છુ અર્ચનાઃ સિદ્ધુ
પત્રમાં લખ્યુ હતુ કે અર્ચના, હું તને ખૂબ પ્રેમ કરુ છુ અને તારી સલામતીની દુઆ કરુ છુ. મને આશા છે કે તુ એટલી સ્વસ્થ થઈ જાય કે તુ આ ખુરશીમાં ફિટ ન આવે. હું તારા માટે પોતાનું ઘર, પોતાનું કામ અને પોતાનું શહેર છોડી શકુ છુ, જો તુ મારી સીટ ખાલી કરી દે, તારો પ્રેમાળ નવજોત સિંહ સિદ્ધુ. આ સાંભળ્યા બાદ બધા લોકો ખૂબ હસવા લાગ્યા, કપિલ અને અર્ચના પણ જોરદાર હસવા લાગ્યા.

અર્ચનાએ આપ્યો સિદ્ધુને જવાબ
કપિલે જેવો પત્ર વાંચવાનો ખતમ કર્યો, અર્ચના પોતાની સીટ પરથી ઉઠી ગઈ, તેની આ એક્શનથી સૌ ચોંકી ગયા, તે થોડા પગલાં દર્શકો તરફ આગળ વધી અને ત્યારબાદ તેણે શોના હોસ્ટ કપિલને કહ્યુ કે ઠીક છે, સિદ્ધુજીના અનુરોધને ધ્યાનમાં રાખીને મે મારી સીટ ખાલી કરી દીધી છે. જો કે અર્ચનાએ ફટાફટ પોતાની સીટ પર બેસીને કહ્યુ કે આ માત્ર અમુક સેકન્ડ્ઝ માટે જ હતુ અને હવે તે આને ક્યારેય ખાલી નથી કરવાની.

સિદ્ધુએ આપ્યુ હતુ પુલવામા એટેક પર વિવાદિત નિવેદન
હાલમાં કપિલની આ વાતથી સંકેત મળ્યા છે કે સિદ્ધુનું કમબેક શોમાં બહુ જલ્દી થઈ જાય અને અર્ચના શોને અલવિદા કહી દે. તમને જણાવી દઈએ કે પુલવામા એટેક પર વિવાદિત નિવેદન આપીને લોકોના નિશાના પર આવેલા નવજોત સિંહ સિદ્ધુ માટે લોકોનો વિરોધ બહુ વધી ગયો હતો જેના કારણે લોકોએ સિદ્ધુને શોમાંથી બહાર કરવાની અપીલ ચેનલને કરી હતી. અપીલ પૂરી ન થવાની સ્થિતિમાં શોનો બહિષ્કાર કરવાની વાત કહેવામાં આવી હતી. જેના પર ત્વરિત એક્શન લઈને ચેનલે સિદ્ધુને શોમાંથી બહાર કરીને અર્ચના પૂરન સિંહને શોમાં લીધી હતી.

23 મેના રોજ લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પરિણામો આવશે
23મેના રોજ લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પરિણામો આવી જશે. બની શકે કે સિદ્ધુ વિશે મચેલી રાજકીય હોબાળો પણ શાંત થઈ જાય અને અર્ચનાની જગ્યાએ તે ફરીથી શોમાં જોવા મળવા લાગે. હાલમાં આ બધી અટકળો લગાવવામાં આવી રહી છે. અધિકૃત પુષ્ટિ કોઈ પણ વાતની કરવામાં આવી નથી.