આ બે મહિલા વૈજ્ઞાનિકોના હાથમાં હતી ચંદ્રયાન-2ના લૉન્ચની કમાન
આ બે મહિલા વૈજ્ઞાનિકોના હાથમાં હતી ચંદ્રયાન-2ના લૉન્ચની કમાન
નવી દિલ્હીઃ સોમવારે શ્રીહરિકોટાથી સૌથી શક્તિશાળી રૉકેટ જીએસએલવી-માર્ક 3-એમ1 દ્વારા ભારતના બીજા મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને લૉન્ચ કરવામાં આવ્યું. આ મિશનની સૌથી ખાસ વાત એ પણ છે કે ઈસરોના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ મિશનની કમાન સંપૂર્ણ રીતે મહિલાઓના હાથમાં છે. આ આખા પ્રોજેક્ટના ડાયરેક્ટરનું નામ મુથૈયા વનિતા છે. મિશનની શરૂઆતથી લઈને મિશનના અંત સુધીની તમામ જવાબદારીઓ તેમના ખભા પર જ છે. તેમના િવાય મિશન ડાયરેક્ટર રિતુ કરિધાલ શ્રીવાસ્તવ છે. આ આખા મિશનમાં 30 ટકા મહિલાઓ છે.

વનિતા અને રિતુ બંને 20 વર્ષથી ઈસરોમાં કામ કરી રહી છે
વનિતા અને રિતુ બંને 20 વર્ષથી ઈસરોમાં કામ કરી રહી છે. રિતુ કરિધાલ અગાઉ પણ કેટલાય મિશનમાં પોતાની મહત્વની ભૂમિકા નિભાવી ચૂકી છે. એટલું જ નહિ, મંગલયાન મિશનમાં પણ તેમણે મોટી ભૂમિકા નિભાવી હતી. જેમાં તેઓ ઓપરેશન્સના ડેપ્યૂટી ડાયરેક્ટર હતા. તેમને રૉકેટ વુમનના નામથી ઓળખવામાં આવે છે. ચંદ્રયાન-2ના મિશન ડાયરેક્ટર રિતુ કરિધાલ શ્રીવાસ્તવનો લખનઉ સાથે ખાસ સંબંધ છે, કેમ કે તેઓ લખનઉના રહેવાસી છે.

લખનઉના છે રોકેટ વુમન રિતુ કરિધાલ
લખનઉના રાજાજીપુરમમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં ઉછરેલ રિતુએ અહીંના નવયુગ ગર્લ્ડ કોલેજથી અભ્યાસ મેળવ્યા બાદ હાયર સ્ટડીઝ માટે લખનઉ વિશ્વવિદ્યાલયમાં એડમિશન લીધું હતું. તેમણે અહીંથી ફિઝિક્સ વિષય સાથે ગ્રેજ્યુએશન અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. જે બાદ તેમણે ગેટ (જીએટીઈ) પાસ કરી બેંગ્લોરમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ સાઈન્સમાં એડમિશન લીધું. જ્યાંથી રિતુએ એરોસ્પેસ એન્જીનિયરિંગની ડિગ્રી હાંસલ કરી. જે બાદ 1997માં તેઓ ઈસરો સાથે જોડાઈ ગયાં. ભારતની રોકેટ વુમનના નામથી લોકપ્રિય રિતુ અગાઉ માર્સ મિશનના પણ ડેપ્યૂટી ઓપરેશન્સ ડાયરેક્ટર રહી ચૂક્યા છે.

મુથૈયા વનિતા ઈસરોના ઈતિહાસમાં પહેલી પ્રોજેક્ટ ડાયરેક્ટર હતી
જ્યારે મુથૈયા વનિતા ચંદ્રયાન 2ની પ્રોજેક્ટ ડાયરેક્ટર છે, તેઓ ઈસરોના ઈતિહાસમાં પહેલી પ્રોજેક્ટ ડાયરેક્ટર છે. વનિતા સેટેલાઈટ સેન્ટરથી એક ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ એન્જીનિયર છે. તેઓ ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગમાં માહેર છે એટલું જ નહિ તેમણે ઉપગ્રહ સંચાર પર કેટલાય રિસર્ચ પેપર પણ લખ્યાં છે. અગાઉ તેમણે મૈપેંગમાં ઉપયોગ થનાર પહેલો કાર્ટોસૈટ ઉપગ્રહ, ઓશનસૈટ 2 વગેરેમાં નિદેશક તરીકે કામ કર્યું છે. 2006માં તેમને એસ્ટ્રોનોટિકલ સોસાઈટી ઑફ ઈન્ડિયા તરફથી સર્વશ્રેષ્ઠ મહિલા વૈજ્ઞાનિકનો પુરસ્કાર મળી ચૂક્યો છે.

શરુઆતમાં વનિતા આ જવાબદારી લેતા ખચકાતાં રહ્યાં હતાં
વનિતા ચંદ્રયાન-1 માટે પણ આ કામ કરી ચૂક્યાં છે. તેઓ ભારતના રિમોટ સેન્સિંગ ઉપગ્રહોની વ્યવસ્થા સંભાળતા રહ્યાં છે. આજ કારણ રહ્યું કે તેમને ચંદ્રયાન-2 પ્રોજેક્ટમાં શરૂથી પ્રમુખ ભૂમિકા આપવામાં આવી. શરૂઆતમાં વનિતા આ જવાબદારી લેવામાં ખચકાતાં રહ્યાં હતાં, પરંતુ બાદમાં તેઓ માની ગયાંય તેઓ લગભગ 20 વર્ષથી ઈસરો સાથે કામ કરી રહ્યાં છે. સાઈંસ જર્નલ નેચરે તેમનું નામ એવા પાંચ વૈજ્ઞાનિકોની શ્રેણીમાં રાખ્યું હતું જેમના પર 2019માં નજર રહેશે.












Click it and Unblock the Notifications
