વર્ષ 2020 માટે દેશના ટૉપ 10 પોલિસ સ્ટેશનોની યાદી જાહેર કરાઈ
નવી દિલ્લીઃ ભારત સરકાર દર વર્ષે દેશભરમાં સૌથી સારુ પ્રદર્શન કરનાર પોલિસ સ્ટેશનોની પસંદગી કરે છે જેથી પોલિસ સ્ટેશનોને વધુ પ્રભાવી કામકાજને પ્રોત્સાહિત કરી શકાય અને તેમનામાં સ્વસ્થ પ્રતિસ્પર્ધા લાવી શકાય. ગૃહ મંત્રાલય દ્વારા પડકારરૂપ પરિસ્થિતિઓમાં સર્વશ્રેષ્ઠ પોલિસ સ્ટેશનો માટે આ વર્ષનુ સર્વેક્ષણ કરવામાં આવ્યુ હતુ. જે મુજબ વર્ષ 2020 માટે દેશના ટૉપ 10 પોલિસ સ્ટેશનોની યાદી નીચે મુજબ છે.
1. મણિપુર - થૌબલ - નોંગપોક્સેમાઈ પોલિસ સ્ટેશન
2. તમિલનાડુ - સાલેમ સિટી - AWPS સુરામંગલમ પોલિસ સ્ટેશન
3. અરુણાચલ પ્રદેશ - ચાંગલંગ - ખારસંગ પોલિસ સ્ટેશન
4. છત્તીસગઢ - સૂરજપુર - ઝિલમિલ(ભૈયા થાના) પોલિસ સ્ટેશન
5. ગોવા - સાઉથ ગોવા - સેંગ્યુમ પોલિસ સ્ટેશન
6. અંદમાન અને નિકોબાર ટાપુ - ઉત્તર અને મધ્ય અંદમાન - કાલીઘાટ પોલિસ સ્ટેશન
7. સિક્કિમ - પૂર્વ જિલ્લો - પાકયૉંગ પોલિસ સ્ટેશન
8. ઉત્તર પ્રદેશ - મુરાદાબાદ - કાંથ પોલિસ સ્ટેશન
9. દાદરા અને નગર હવેલી - દાદરા અને નગર હવેલી - ખાનવેલ પોલિસ સ્ટેશન
10. તેલંગાના - કરીમનગર - જામીકુંતા ટાઉન પોલિસ સ્ટેશન
ઉલ્લેખનીય છે કે ગુજરાતના કચ્છમાં વર્ષ 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંમેલન દરમિયાન પોલિસ કમિશ્વરોને સંબોધિત કરીને નિર્દેશ આપ્યા હતા કે ફીડબેકના આધારે પોલિસ સ્ટેશનોની ગ્રેડિંગ અને તેમના પ્રદર્શનની આકારણી કરવા માટે માપદંડો નિર્ધારિત કરવા જોઈએ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે દેશના હજારો પોલિસ સ્ટેશનોમાંથી સૂચિબદ્ધ મોટાભાગના પોલિસ સ્ટેશન નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત પોલિસ સ્ટેશન છે. આ એ પોલિસ સ્ટેશનો માટે પણ યોગ્ય છે જેમને ટૉપ 10માં સ્થાન આપવામાં આવ્યુ છે. એ દર્શાવે છે કે સંશાધોની ઉપલબ્ધતા મહત્વની છે પરંતુ વધુ મહત્વની છે ગુનાને રોકવા અને દેશની સેવા કરવા માટે આપણા પોલિસકર્મીઓનુ સમર્પણ અને ઈમાનદારી.
દેશના 16,671 પોલિસ સ્ટેશનોમાંથી ટૉપ 10 પોલિસ સ્ટેશનોની પસંદગી કરવા માટે રેંકિંગ પ્રક્રિયામાં સંપત્તિ ગુના, મહિલાઓ સામેના ગુના, નબળા વર્ગો સામેના ગુના, ગુમ થયેલ વ્યક્તિ, અજ્ઞાત વ્યક્તિ અને અજ્ઞાત શબ અંગેના ગુનાઓનુ ડેટા વિશ્લેષણ, પ્રત્યક્ષ અવલોકન અને સાર્વજનિક પ્રતિક્રિયા તપાસ કરવામાં આવી.
ફી મુદ્દે બોર્ડના વિદ્યાર્થીઓને ફૉર્મ ભરવાથી રોકી ન શકે શાળા