For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

27 જુલાઈએ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ, ચંદ્રનો રંગ હશે લાલ

પૂર્ણ ચંદ્રગ્રહણ 27 જુલાઈના રોજ રાત્રે 11 કલાકે 53 મિનિટે શરૂ થઈને 3 કલાક 49 મિનિટે ખતમ થશે. ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 55 મિનિટનો હશે.

|
Google Oneindia Gujarati News

ખગોળીય ઘટનાઓ ઘણી વાર આપણને પ્રભાવિત કરે છે અને ઘણી વાર ચોંકાવી પણ દે છે કારણકે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપે તે આપણા જીવન પર અસર કરે છે. આવી જ અનોખી ઘટનાઓનો સાક્ષી બનવા જઈ રહ્યો છે જુલાઈ મહિનો કારણકે આ મહિનાની 27 તારીખે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ દેખાવાનું છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ 27 જુલાઈના રોજ રાત્રે 11 કલાકે 53 મિનિટે શરૂ થઈને 3 કલાક 49 મિનિટે ખતમ થશે. ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 55 મિનિટનો હશે. તે એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, રશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકાના કેટલાક વિસ્તારોમાં દેખાશે.

શું છે ચંદ્રગ્રહણ

શું છે ચંદ્રગ્રહણ

ચંદ્રગ્રહણ એ ખગોળીય સ્થિતિ છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે. ચંદ્રગ્રહણ માત્ર પૂર્ણિમાના દિવસે થાય છે. ચંદ્રગ્રહણનો પ્રકાર અને સમય ચંદ્રમાની સ્થિત પર નિર્ભર કરે છે.

બ્લડમૂન

બ્લડમૂન

જુલાઈના ચંદ્રગ્રહણ માટે કહેવામાં આવી રહ્યુ છે કે આ દિવસે બ્લડમુન દેખાશે. તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વીનો પડછાયાના કારણે ધરતી પરથી ચંદ્ર કાળો દેખાય છે. આ ચંદ્રગ્રહણ દરમિયાન કેટલીક સેકન્ડો માટે ચંદ્રમાં આખો લાલ પણ જોવા મળે છે. આને બ્લડ મુન કહે છે.

બ્લુ મુન

બ્લુ મુન

તમને જણાવી દઈએ કે જ્યારે ચંદ્ર અને ધરતી વચ્ચેનું અંતર સૌથી ઓછુ થઈ જાય છે ત્યારે ચંદ્ર મોટો દેખાય છે આને સુપરમુન કહે છે અને જ્યારે એક મહિનામાં બે વાર સુપરમુનની ઘટના બને ત્યારે આ પરિઘટનાને બ્લુ મુન નામ આપવામાં આવે છે. આ દિવસે ગ્રહણ પણ લાગી જાય છે અને સુપરમુન, બ્લુ મુન અને ચંદ્રગ્રહણ એકસાથે એક રાતમાં જોવા મળે છે. તેને સુપર બ્લુ બ્લડ મુન કહેવામાં આવે છે.

English summary
The month of July is set to witness a rare astronomical spectacle as a blood moon on the night of July 27-28, express.co.uk reported.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X