ચોમાસાના વરસાદમાં 43%નો ઘટાડો, જાણો તમારા શહેરમાં ક્યારે આવશે વરસાદ
'લૂ'ના થપેડાથી ત્રસ્ત લોકોને બસ હવે ચોમાસાની રાહ છે. લોકો દિવસ-રાત ઈન્દ્રદેવતાને વરસવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. હવામાન વિભાગે લેટેસ્ટ બુલેટિનમાં કહ્યુ છે કે દેશભરમાં કુલ મળીને ચોમાસાના વરસાદમાં 43 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. વિભાગે કહ્યુ કે ચક્રવાત 'વાયુ' નબળો પડવાના કારણે ઉત્તર ભારતમાં ચોમાસુ બે-ત્રણ દિવસમાં શરૂ થઈ શકે છે.
આ પણ વાંચોઃ સેલ્ફી માટે સારો એંગલ શોધવાના ચક્કરમાં ગંગામાં ડૂબી ગઈ બે બહેનો

વરસાદમાં થયો ઘટાડો
સેન્ટ્રલ ડિવીઝનના જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઓડિશામાં 59 ટકા વરસાદનો ઘટાડો નોંધવામાં આવ્યો જ્યારે પૂર્વી અને ઉત્તર પૂર્વી ભારતમાં વરસાદમાં 47 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો. મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં તે ઘટાડો ક્રમશઃ 75 અને 72 ટકા રહ્યો છે.

જાણો ક્યારે અને ક્યાં પહોંચશે ચોમાસુ
મહારાષ્ટ્રમાં આશા છે કે ચોમાસુ 20 જૂન આસપાસ પહોંચશે.
તેલંગાનામાં 20 અને આંધ્રમાં 18 જૂને પહોંચશે ચોમાસુ.
મધ્ય પ્રદેશમાં આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસુ પહોંચવાની સંભાવના છે.
22 જૂન સુધી રાજસ્થાનમાં શરૂ થઈ શકે છે ચોમાસુ.
બિહારમાં ચોમાસુ 25 જૂન સુધી પહોંચવાના અણસાર છે.
ઉત્તર પ્રદેશમાં ચોમાસુ 29-30 જૂન આસપાસ પહોંચશે.

બિહાર-યુપી-રાજસ્થાનમાં ‘લૂ'નો પ્રકોપ
બિહાર-યુપી-રાજસ્થાનમાં ‘લૂ'નો પ્રકોપ ફેલાયેલો છે, અહીં લૂની સ્થિતિ ગંભીર છે. જો કોઈ વિસ્તારમાં તાપમાન સતત બે દિવસ 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે તો ત્યાં ‘લૂ'ની સ્થિતિ ઘોષિત કરી દેવામાં આવે છે. જો પારો 47 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી ઉપર જતો રહે તો ‘લૂની ગંભીર સ્થિતિ' બની જાય છે. આ બંને રાજ્યોમાં લૂની આ જ હાલત છે. એકલા બિહારમાં છેલ્લા 24 કલાક દરમિયાન 48 લોકો મોતની શિકાર બની ગયા.

આ વસ્તુઓનું ધ્યાન રાખોઃ
ગરમીમાં વધુ ભારે અને વાસી ભોજન ના કરો.
ગરમીમાં જ્યારે પણ ઘરેથી નીકળો કંઈક ખઈને અને પાણી પીને જ નીકળો, ખાલી પેટ ના નીકળો.
પાણીનું સેવન રોજિંદુ 4થી 5 લિટર કરો.
બજારની ઠંડી નહિ પરંતુ ઘરની બનેલી ઠંડી વસ્તુઓનું સેવન કરવુ જોઈએ.
કેરીનો રસ, ખસ, ચંદન, ગુલાબ, ફાલસા, સંતરાનું શરબત, સત્તુ, દહીંની લસ્સી, મઠ્ઠો, ગુલકંદનું સેવન કરવુ જોઈએ.
લીલી અને તાજી શાકભાજીઓનું સેવન કરવુ જોઈએ.
સફેદ ડુંગળીનું સેવન કરવુ જોઈએ અને બહાર નીકળતી વખતે ડુંગળી સાથે રાખવી જોઈએ.
સૂતરના કપડા પહેરીને બહાર નીકળો.
માથુ હંમેશા કપડાથી બાંધીને નીકળો.
આંખોને તડકાથી બચાવવા માટે ચશ્મા પહેરીને બહાર નીકળો.
બહારની વસ્તુઓ ખાવાનુ ટાળો.