એ લૂંટારુ જહાજ જે દુનિયાને અંધારામાં રાખી ચોરતું હતું 'સફેદ સોનું'
આંદ્રે ડોલગોવ અથવા એસટીએસ-50 એ જ તેનું નામ હતું. ક્યારેક-ક્યારેક આને સી બ્રિજ-1ના નામથી ઓળખવામાં આવતું હતું. આ એ જહાજ હતું જે મહાસાગરમાંથી માછલી ચોરી લેતું હતું.
આંદ્રે ડોલગોવ વહાણ એક આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કનો ભાગ હતું, જે ખૂબ જ સંગઠિત રીતે કામ કરતું હતું. આ વહાણ અંદાજે 10 વર્ષ સુધી મહાસાગરમાંથી દુર્લભ માછલીઓની તસ્કરી કરતું હતું.
તેને પકડવા માટેના તમામ પ્રયત્નોમાં નિષ્ફળતા મળી, કારણ કે આ વહાણ દર વખતે કોઈને કોઈ રીતે ભાગી જવામાં સફળ થતું હતું.
પરંતુ એક દિવસ લૂંટારાઓનું આ દળ ઇન્ડોનેશિયાની ટાસ્ક ફોર્સના હાથે ચડી ગયું. આ કાટ ખવાયેલા, જૂના વહાણને જોઈને કોઈ પણ એ નહોતું કહીં શકતું કે આ દુનિયાનું મોસ્ટ વૉન્ટેડ વહાણ હતું.
જ્યારે ઇન્ડોનેશિયાની નેવીના અધિકારી આંદ્રે ડોલગોવ પર ચડ્યા ત્યારે ત્યાં માછલી પકડવાની મોટી જાળીઓનો ઢગલો પડ્યો હતો.
આ એટલી વિશાળ જાળ હતી કે તેને 29 કિલોમીટર સુધી ફેલાવી શકાતી હતી.
આની જ મદદથી આ વહાણ એક વખતમાં 60 લાખ ડૉલરની માછલીઓ પકડી લેતું હતું. પછી તે કાળાબજારમાં વેચાતી. અથવા તેને કાયદેસર રીતે પકડેલી માછલીઓની સાથે ભેળવીને વેચવામાં આવતી.
આ સમુદ્રી લૂંટારાઓના નિશાન પર પૂર્વ એશિયાનો મલય પ્રાયદ્વીપ અને ઇન્ડોનિયાનો દ્વીપ સુમાત્રાની આસપાસનો સમુદ્રી વિસ્તાર રહેતો હતો.
- LGBT: બાયસેક્સ્યુઅલ છોકરીઓની મુશ્કેલી કેમ વધી જાય છે?
- નેપાળ બૉર્ડરથી ગુજરાત લવાતાં હથિયારોનું રૅકેટ કઈ રીતે પકડાયું?
પાંચ કરોડ ડૉલરની માછલીની ચોરી
સમુદ્રી વેપારના નિષ્ણાત કહે છે કે સમુદ્રમાંથી પકડવામાં આવતી કુલ માછલીઓમાં 20 ટકા ગેરકાયદેસર રીતે પકડવામાં આવે છે. ગેરકાયદેસર પકડાયેલી માછલીઓને પકડવાને કારણે માછીમારોની રોજી-રોટી પર ઘણી મોટી અસર પહોંચે છે.
એક મોટા અંદાજ પ્રમાણે, આંદ્રે ડોલોગોવે ગત દસ વર્ષમાં અંદાજે 5 કરોડ ડૉલરની માછલીઓ સમુદ્રમાંથી ચોરી હતી.
આ લૂંટારા વહાણો હંમેશાં એવા વિસ્તારોમાં ઘૂમતાં હોય છે જે કોઈ પણ દેશના અધિકાર ક્ષેત્રની બહાર હોય છે. જેથી તેમને ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં સરળતા રહે.
આ કામમાં હંમેશાં સરકારી અધિકારીઓ પણ સામેલ હોય છે. ભ્રષ્ટાચાર, મની લૉન્ડરિંગ અને ગુલામી પણ તેમના કામમાં મહત્ત્વનો ભાગ છે.
આ વહાણો પર જે પણ કામ કરતા હોય છે તેમને માનવતસ્કરી દ્વારા અહીં લાવવામાં આવે છે અને પછી વહાણ પર બંધક બનાવવામાં આવે છે.
એ પણ નહીં ગેરકાયદેસર રીતે માછલી પકડનારા લોકો સામાન્ય રીતે કોરલ ખડકો જેવાં નાજુક સાધનોનો ઉપયોગ કરતા હોય છે, જે સમુદ્રી ઇકો-સિસ્ટમ માટે ખતરનાક છે.
એટલે જ આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ગેરકાયદેસર વહાણો પર લગામ લગાવવા માટે ઘણો પ્રયાસ કર્યો છે.
1985માં જાપાનમાં બન્યું હતું વહાણ
મોસ્ટ વૉન્ટેડ વહાણ આંદ્રે ડોલોગોવનું સાચું નામ શિનસેઈ મારુ નંબર-2 હતું. તે વર્ષ 1985માં જાપાનમાં બનાવવામાં આવ્યું હતું.
વર્ષો સુધી આ વહાણ જાપાની સી-ફૂડ કંપની મારૂહા નિચિરો કૉર્પોરેશન માટે કામ કરતું રહ્યું. ત્યારે જાપાન સાગર અને હિંદ મહાસાગરમાં માછલીઓ પકડવાનું કામ કરતું હતું.
આ પછી આંદ્રે ડોલોગોવ ઘણા સમયથી બીજી કંપનીઓ માટે માછલી પકડવાનું કામ કરતું રહ્યું.
વર્ષ 2008 અને 2015ની વચ્ચે આ વહાણને ઍન્ટાર્કટિકા સમુદ્રમાં ટૂથફિશ પકડવા માટે પણ તૈયાર કરવામાં આવ્યું હતું. ટૂથફિશ ઘણી મોંઘી માછલી છે. તેને 'સફેદ સોનું' કહેવામાં આવે છે.
આ માછલીને પકડવા માટે વિશેષ લાઇસન્સની જરૂરિયાત હોય છે, પરંતુ આંદ્રે ડોલોગોવ એ કામ ખોટી રીતે કરી રહ્યું હતું.
ક્યારે આવ્યું નજરમાં
આની ગેરકાયદેસર ગતિવિધિઓ પર પહેલી વખત ઑક્ટોબર 2016માં ચીનના અધિકારીઓની નજર પડી હતી. ત્યારે આ વહાણમાંથી મોટા પ્રમાણમાં ટૂથફિશ માછલી ઉતારવામાં આવી રહી હતી.
આ સમયે આંદ્રે ડોલોગોવ પોતે કમ્બોડિયામાં રજિસ્ટર્ડ વહાણ તરીકે રજૂ કરવા લાગ્યું હતું. જોકે ચીનના અધિકારીઓએ કાર્યવાહી કરે તે પહેલાં જ આ જહાજ ભાગી નીકળ્યું હતું.
આંદ્રે ડોલોગોવ આ પછી અનેક વખત અનેક દેશની પકડમાં આવ્યું, પરંતુ દરેક વખતે જ તે કોઈને કોઈ તિકડમથી બચી હતું.
પરંતુ આ વખતે વહાણને ગેરકાયદેસર, અનિયમિત અને ક્યાંય રજિસ્ટર ન થયેલા વહાણ તરીકે નોટ કરી લેવામાં આવ્યું. હવે આ કાયદેસર રીતે કોઈ બંદર પર રોકાઈ શકતું નહોતું.
ગેરકાયદેસર રીતે માછલી પકડવા ઇન્ડોનેશિયા ખૂબ જ કડક છે.
એક વહાણની અનેક ઓળખ
જાન્યુઆરી 2017માં આ લૂંટારા જહાજે પોતાનું નામ બદલીને સી-બ્રિજ-1 રાખ્યું અને પોતાને આફ્રિકાના દેશ ટોગોમાં રજિસ્ટર બતાવવા લાગ્યું.
જેમ-જેમ આ વહાણ અલગ-અલગ બંદરો પર જતું, પોતાનું નામ બદલી દેતું અને ખોટા દસ્તાવેજ દેખાડીને નીકળી જતું.
આ વહાણને ચલાવનાર દાવો કરતા હતા કે તેમનું વહાણ અંદાજે આઠ દેશો માટે કામ કરતું હતું, જેમાં ટોગો, નાઇજિરિયા અને લેટિન અમેરિકાના દેશ બોલિવિયાનો પણ સમાવેશ થતો હતો.
છેવટે 2018માં આંદ્રે ડોલોગોવને માડાગાસ્કરમાં એક બંદર પર પકડી પાડવામાં આવ્યું, પરંતુ આ વખતે વહાણના કૅપ્ટન અધિકારીઓને ચકમો આપીને ભાગી ગયા હતા.
જોકે, આ વખતે આ સમુદ્રી લૂંટારા પોતાનાં નિશાન છોડી ગયાં. આ વહાણમાં સ્વચાલિત ટ્રાન્સપૉન્ડર લાગેલું હતું, જેનો ઉપયોગ સમુદ્રમાં વહાણોની વચ્ચે ટકરાવને રોકવામાં થતો હોય છે.
આને એઆઈએસના નામથી ઓળખવામાં આવે છે. સેટેલાઇટની મદદથી આના લોકેશન વિશે જાણકારી મેળવવામાં સરળતા થઈ જાય છે.
ઇન્ડોનેશિયાના અધિકારીઓએ આંદ્રે ડોલોગોવના AISનો પીછો કર્યો. અનેક દિવસોની મહેનત પછી તેને કબજામાં લેવામાં આવ્યું.
આંદ્રે ડોલગોવ પર કામ કરનારા મોટા ભાગના લોકો મજૂર હતા.
ખબર નથી કે વહાણનો માલિક કોણ
આ પ્રકારના ગેરકાયદેસર વહાણનો પીછો કરવો, તેને જપ્ત કરવાં અને તેમના આખા નેટવર્કની ઓળખ કરવી મોંઘું કામ છે. સામાન્ય રીતે દેશ આમાં રસ લેતા નથી.
જે સમયે આંદ્રે ડોલોગોવને જપ્ત કરવામાં આવ્યું ત્યારે તે ઇન્ડોનેશિયાની સમુદ્રી સરહદમાં હતું.
ઇન્ડોનેશિયાએ 2014માં ગેરકાયદેસર રીતે માછલી પકડતાં 488 વહાણને પકડ્યાં હતાં.
આ વહાણ પર જે લોકો ઇન્ડોનેશિયાના નાગરિક હતા તેમના પર કાર્યવાહી કરવામાં આવી.
આ લૂંટારા વહાણનો સાચો માલિક કોણ હતો? આના ખોટા કાગળ કોણ તૈયાર કરતું હતું? આનાથી કેટલી માછલીઓની તસ્કરી થઈ અને ક્યાં-ક્યાંથી પૈસાની લેવડ-દેવડ થઈ? હવે આ સવાલોના જવાબ ઇન્ટરપૉલની મદદથી તપાસવામાં આવી રહ્યા છે.
નિષ્ણાતોનું કહેવું છે કે માછલી પકડવાનો ગેરકાયદેસર ધંધો મોટા પ્રમાણમાં ફેલાયેલો છે. થોડાં વહાણો પકડવાથી સ્થિતિ સુધરવાની નથી. આના માટે યોગ્ય રણનીતિ બનાવવાની જરૂર છે.
આ દિશામાં કામ પણ થઈ રહ્યું છે, જેમાં ટેકનૉલૉજીની મદદ લેવામાં આવી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કામ સરળ થવાની આશા છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસ : ગુજરાતમાં જુલાઈ-ઑગસ્ટમાં સંક્રમણનો ખતરો વધશે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=Xi98p89WtNk
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો