PM મોદીએ મારુ અપમાન કર્યુ, તેમના હાથ કેવા ધ્રૂજતા હતા, એમને વારંવાર પાણી... કેરળમાં અદાણી મુદ્દે રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કેરળમાં તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં અદાણી મુદ્દે પીએમ નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહારો કર્યા.
વાયનાડઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહારો કર્યા છે. કેરળમાં પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં રાહુલ ગાંધીએ ગૌતમ અદાણી તેમજ સંસદમાં પોતાના ભાષણના અંશ હટાવવા મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. તેમણે દાવો કર્યો છે કે સંસદમાં જવાબ આપતી વખતે પાણી પીતા પીએમ મોદીના હાથ ધ્રૂજી રહ્યા હતા અને તેમણે વારંવાર પાણી પીવુ પડ્યુ હતુ. તેમણે એ પણ આરોપ લગાવ્યો છે કે પ્રધાનમંત્રીએ તેમનુ અપમાન કર્યુ પરંતુ તેમના શબ્દો સંસદીય કાર્યવાહીમાંથી ના હટાવાયા.

'મે લોકસભા સ્પીકરને પુરાવા આપ્યા છે'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર અદાણી મુદ્દે ગરમાવો લાવવાનો જોરદાર પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યુ કે 'સંસદમાં મારા ભાષણના કેટલાક અંશો હટાવી દેવામાં આવ્યા છે. મે કોઈનું અપમાન કર્યુ નથી. મે જે પણ કહ્યુ તેના સંદર્ભમાં મને પુરાવા બતાવવા માટે કહેવામાં આવ્યુ અને મે લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે, જેમાં તેમણે મૂકેલા દરેક મુદ્દાના સમર્થનમાં પુરાવા છે.'

દેશના પ્રધાનમંત્રીએ મારુ અપમાન કર્યુ
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે 'મને આશા નહોતી કે મારા શબ્દોને રેકોર્ડમાં સામેલ કરવા દેવામાં આવશે. દેશના વડાપ્રધાન સીધુ મારુ અપમાન કરે છે પરંતુ તેમના શબ્દો રેકોર્ડમાંથી હટાવવામાં આવતા નથી. તેમણે કહ્યું કે મારુ નામ ગાંધી કેમ છે, નેહરુ કેમ નહિ...'

'પાણી પીતી વખતે પીએમ મોદીના હાથ કેવી રીતે ધ્રૂજતા હતા'
રાહુલ ગાંધીએ કહ્યુ, 'સત્ય હંમેશા બહાર આવે છે. જ્યારે હું બોલતો હતો ત્યારે તમારે ફક્ત મારા ચહેરા અને તેમના ચહેરાને જોવાનો છે. જુઓ પીએમે કેટલી વાર પાણી પીધુ અને પાણી પીતી વખતે તેમના હાથ કેવી રીતે ધ્રૂજતા હતા.
|
'હું જેનાથી સૌથી ઓછુ ડરુ છુ, એ છે નરેન્દ્ર મોદી'
કોંગ્રેસ સાંસદે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, 'વડાપ્રધાન માને છે કે તેઓ ખૂબ શક્તિશાળી છે અને લોકો તેમનાથી ડરી જશે. પીએમને ખબર નથી કે મને સૌથી ઓછો ડર નરેન્દ્ર મોદીથી છે. તે ભારતના પીએમ છે તેનાથી કોઈ ફરક નથી પડતો કારણ કે એક દિવસ તેઓ પોતાની વાસ્તવિકતાનો સામનો કરવા મજબૂર થશે.'
|
'પીએમ મોદી અને અદાણીમાં સાંઠગાંઠ'
આ દરમિયાન રાહુલે ફરી એકવાર વડાપ્રધાન અને ગૌતમ અદાણી વચ્ચે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો. વાયનાડના સાંસદે કહ્યુ, 'આ દેશનો દરેક વ્યક્તિ સંસદની કાર્યવાહી જુએ, દેશમાં શું ચાલી રહ્યુ છે તે સમજે અને પીએમ અને શ્રી અદાણી વચ્ચેના જોડાણને સમજે તે જરૂરી છે.'
Wayanad, Kerala| It’s important for everyone in this country to see the parliament proceedings, comprehend what’s happening in the country & understand the nexus between the PM & Mr Adani: Rahul Gandhi, Congress pic.twitter.com/OiHPWQHhAw
— ANI (@ANI) February 13, 2023












Click it and Unblock the Notifications
