For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી ઇચ્છે છે કે પોલીસ જવાનો 'દબંગ' નહીં 'જંજીર' જુએ!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી,(વિવેક શુક્લા), વડાપ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે ફિલ્મોમાં પોલીસવાળાઓની ખરાબ છબી રજૂ કરવામાં આવે છે. તેમણે આ વાત એક સંમેલનમાં કહી, નોંધનીય છે કે અનેક ફિલ્મોમાં પોલીસની ખૂબ જ ઊજળી છબી સામે આવી છે.

બીબીસી સાથે જોડાયેલ પત્રકાર પરવેઝ આલમે જણાવ્યું કે ગંગા-જમુનામાં નાસિર ખાન, જંજીરમાં અમિતાભ બચ્ચને, દીવારમાં શશિ કપૂરે, શક્તિમાં દિલીપ કુમારે, સરફરોશમાં આમિર ખાને, શૂલમાં મનોજ વાજપેઇએ, કંપનીમાં મોહન લાલે પોલીસવાળાની ભૂમિકાને ખૂબ જ શાનદાર રીતે નિભાવી હતી. સ્વાભાવિક છે કે આના લીધે પોલીસની છબી પર દાગ નથી લાગ્યા. આ તમામ કેરેક્ટરોમાં પોલીસની છબી ખૂબ જ શાનદાર સામે આવી છે. એટલા માટે એવું ના કહી શકાય કે હિન્દી ફિલ્મોએ પોલીસની છબીને ખરાબ કરી દીધી છે.

zangeer-dabangg
જંજીરથી લઇને દબંગ સુધી
હા દબંગ અને અબ તક છપ્પન જેવી ફિલ્મોથી તો પોલીસવાળાઓની ઇમેજને બીજું રૂપ આપી દીધું છે અને દબંગ જેવી ફિલ્મો ખૂબ જ હિટ સાબિત થઇ છે, એટલા માટે વડાપ્રધાને પોતાના ભાષણમાં જણાવ્યું કે આજકાલની ફિલ્મો પોલીસની છબીને ખરાબ કરી છે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લોકોને પોલીસ પ્રત્યે પોતાના વિચાર બદલવાની અપીલ કરતા જણાવ્યું કે દેશની પોલીસને 'સ્માર્ટ' બનવાની જરૂરિયાત છે. જે સંવેદનશીલ, વિશ્વસનીય અને આધુનિક છે. પોલીસ મહાનિર્દેશકો(ડીજીપી) અને પોલીસ મહાનિરીક્ષક(આઇજીપી)ના 49માં અખિલ ભારતીય સંમેલનને સંબોધિત કરતા મોદીએ જણાવ્યું, 'મારા દિમાગમાં 'સ્માર્ટ' પોલીસને લઇને એક ધારણા છે. સ્માર્ટના પહેલા અક્ષર S- સ્ટ્રીક્ટ અને સંવેદનશીલ, M- મોર્ડનાઇજેશન અને મોબીલીટી, A- એલર્ટ અને એકાઉંટેબલ, R- રિલાયેબલ અને રિસ્પોન્સિવ, T- ટ્રેન્ડ અને ટેકનોસેવી.'

ભાષણ પર વધારે રિસર્ચ થાય
એટલા માટે જાણકારોનું કહેવું છે કે મોદીજીના ભાષણ પર રિસર્ચ કરવાનારા શખ્સોને અને મહેનત કરવાની જરૂરિયાત છે. કારણ તેણે જે જાણકારી વડાપ્રધાનને આપી જેને આપ અર્ધસત્ય પણ માની શકો છો.

English summary
The police is a protector force but is often not portrayed as such in Bollywood cinema said PM Narendra Modi at the 49th conference of directors and inspectors general of police from all states and union territories.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X