For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે, પૂજા મિશ્રાની જાતીય સતામણી કેસનું સત્ય!

|
Google Oneindia Gujarati News

પબ્લિસીટી સ્ટંટ કરવો તે કંઇ જેવા તેવાના કામ નથી. ત્યારે જ તો એક્ટ્રેસ, મોડેલ પૂજા મિશ્રાએ થોડાક સમય પહેલા સોનાક્ષી સિન્હાથી લઇને ઇશા કોપિકરનું નામ લઇને કરી હતી એફઆઇઆર. એટલું જ નહીં પૂજાનું કહેવું હતું કે તેમની સાથે જાતીય સતામણી કરવામાં આવી છે.

નોંધનીય છે કે આ મામલે હાલ તપાસ ચાલુ છે. પણ બિગ બોસ 5ની કન્ટેસ્ટેન્ટ રહી ચૂકેલી પૂજા મિશ્રાની સાથે છેડછાડ અને ચોરી થઇ હોય તેવા આરોપોની કોઇ પુષ્ટિ નથી થઇ. પોલિસે તેના રૂમની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેઝ ચેક કર્યા પણ તેમાં કોઇ પણ વ્યક્તિ રાતે તેના રૂમમાં આવી હોય તેવું સીસીટીવી કેમેરામાં જોવા નથી મળ્યું. વળી મેડિકલ રિપોર્ટ પણ પૂજાની વિરુદ્ધ ગવાહી આપે છે.

નોંધનીય છે કે પૂજા મિશ્રાએ બુધવારે ઉદયપુરમાં અજ્ઞાત લોકો વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો છે. વધુમાં આ મામલામાં પૂજા મિશ્રાએ 5 લોકોની સામે એફઆઇઆર પણ દાખલ કરી છે.

pooja missra

પૂજાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તેના ડ્રિંકમાં ડ્રગ્સ મેળવીને તેને બહોશ કરવામાં આવી હતી. અને સવારે જ્યારે તેની આંખ ખુલી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેની સાથે જાતીય સતામણી કરવામાં આવી છે.

તમને જાણવી દઇએ કે શરૂઆતમાં આ કેસને એક પબ્લિસિટી સ્ટંટ માનવામાં આવતો હતો. વધુમાં પૂજાએ સોનાક્ષી પર પણ આરોપ લગાવતા કહ્યું છે કે "પાછલા 10 વર્ષની આ લોકો મને હેરાન કરે છે. મારા વિરુદ્ધ કાવતરું કરવામાં આવ્યું છે અને તે લોકો મારો દરેક જગ્યાએ પીછો કરે છે". ત્યારે નોંધનીય છે કે પૂજા ઉદયપુરમાં એક કેલેન્ડર શૂટ માટે એક ફાઇવ સ્ટાર હોટલમાં રોકાઇ હતી.

English summary
Pooja Missra lodged an FIR against five persons, including actress Sonakshi Sinha and her mother Poonam for molestation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X