For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારાજ સિધ્ધારમૈયાને મળવા પહોંચ્યા 9 ધારાસભ્યો, કુમારસ્વામીની ખુરશી ખતરામાં

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર બન્યાને હજુ વધારે સમય પણ નથી થયો અને આ ગઠબંધનમાં અત્યારથી જ ઘણી બધી ખટપટો સંભળાઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર બન્યાને હજુ વધારે સમય પણ નથી થયો અને આ ગઠબંધનમાં અત્યારથી જ ઘણી બધી ખટપટો સંભળાઈ રહી છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે બંને પક્ષોના ધારાસભ્યોમાં ઘણા બધા મુદ્દાઓ પર સંમતિ નથી જેના કારણે ગઠબંધન મુશ્કેલીમાં છે અને સીએમ કુમારસ્વામીની ખુરશી ખતરામાં. લેટેસ્ટ અપડેટ મુજબ કર્ણાટકના રાજકારણમાં મોટી હેસિયત ધરાવતા પૂર્વ સીએમ સિધ્ધારમૈયા પણ હાલમાં કુમારસ્વામીથી નારાજ છે અને તેમની નારાજગી કુમારસ્વામી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

કોંગ્રેસના 9 ધારાસભ્યો અસંતુષ્ટ સિધ્ધારમૈયાને મળવા પહોંચ્યા

સમાચાર છે કે અસંતુષ્ટ સિધ્ધારમૈયા સાથે મળવા એક મંત્રી સહિત કોંગ્રેસના 9 ધારાસભ્યો દક્ષિણ કન્નડ જિલ્લાના બેલતાનગડી પહોંચી રહ્યા છે જે રાજ્યના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણા મુદ્દાઓ પર કોંગ્રેસનું એક ગ્રુપ સીએમ કુમારસ્વામીથી અસંતુષ્ટ જોવા મળી રહ્યુ છે જેના કારણે કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે મામલો ગંભીર છે.

ખતરામાં છે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન?

ખતરામાં છે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન?

આ પહેલા સમાચાર આવ્યા હતા કે બજેટ સત્રની પહેલા કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનની સરકાર પડી ભાંગશે. જ્યારથી સરકાર બની ત્યારથી જ પહેલા મંત્રીમંડળમાં સંખ્યાને લઈને, બાદમાં કેબિનેટ પદ અને હવે બજેટ સત્ર અંગે વિવાદોમાં છે.

કોંગ્રેસના કેટલાક નેતાગણ જેડીએસથી નારાજ

કોંગ્રેસના કેટલાક નેતાગણ જેડીએસથી નારાજ

કહેવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસના કેટલાક નેતાગણ જેડીએસની મનમાનીથી ખૂબ નારાજ છે અને તે સતત ભાજપના સંપર્કમાં છે જેણે કુમારસ્વામી માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. જો કે સિધ્ધારમૈયાનું કહેવુ છે કે તે થોડા અસ્વસ્થ છે અને આના કારણે બ્રેક પર છે. આ દરમિયાન તે કોઈની સાથે વાત નથી કરી રહ્યા અને કોઈનો ફોન પણ ઉઠાવતા નથી.

સીએમ સિધ્ધારમૈયાએ કહ્યુ કે તે બિમાર છે...

સીએમ સિધ્ધારમૈયાએ કહ્યુ કે તે બિમાર છે...

તેમની આ વાતને કોઈ પણ પ્રકારની નારાજગીથી ના જોડવામાં આવે પરંતુ કોંગ્રેસના નારાજ 9 ધારાસભ્યોનું તેમને અચાનક મળવા જવુ કંઈક બીજા જ સંકેત આપી રહ્યુ છે. નોંધનીય છે કે એવુ કહેવામાં આવી રહ્યુ છે કે સિધ્ધારમૈયા કુમારસ્વામીના નવા બજેટ અને પૂર્ણ દેવામાફીના નિર્ણયના વિરોધમાં છે અને આના કારણે જ નારાજ છે.

English summary
The ruling alliance partners in Karnataka once again seem to be dogged by differences, as nine Congress MLAs are set to meet former cm Siddaramaiah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X