• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિસ્મયા : એન્જિનિયરિંગ છોડીને ઍથ્લીટ બનનાર ગરીબ પરિવારની છોકરીની કહાણી

By BBC News ગુજરાતી
|

23 વર્ષીય વી.કે. વિસ્મયા ખુદને એક 'ઍક્સિડેન્ટલ ઍથ્લીટ' ગણાવે છે. કેરળના કન્નુર જિલ્લામાં જન્મેલાં વિસ્મયાનું લક્ષ્ય એન્જિનિયર બનવાનું હતું અને એ તેના અભ્યાસમાં લાગેલાં હતાં.

એક સમયે તેઓ પોતાને સ્પૉર્ટ્સમાં એક મધ્યમ ખેલાડી માનતાં હતાં, પણ તેમને ખબર નહોતી કે તેઓ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનાં છે.

તેમનાં બહેન પણ ઊભરતાં ઍથ્લીટ હતાં. તેઓએ વિસ્મયાને ઍથલેટિક્સમાં વધુ રસ લેવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં.

ધીરેધીરે તેઓ પોતાના સ્કૂલનાં સ્પૉર્ટ્સ ટીચર અને બાદમાં કૉલેજના કોચની મદદથી ઍથ્લીટમાં નિખરતાં ગયાં.

ચંગનાચેરીમાં આવેલી તેમની આ અસેન્શન કૉલેજ ઉચ્ચસ્તરના ઍથ્લીટો માટે જાણીતી છે.

ઍથ્લીટ તરીકે વિસ્મયાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2014માં પોતાના રાજ્ય કેરળમાં બે ગોલ્ડ મેડલ જીતવાથી થઈ. હવે તેઓ 2021ના ઑલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહ્યાં છે.

જોકે એન્જિનિયર બનવાનું સપનું જોતાં વિસ્મયા માટે એક ઍથ્લીટ તરીકે કારકિર્દીની પસંદ કરવી આસાન નિર્ણય નહોતો.


એક મુશ્કેલ નિર્ણય

વિસ્મયાના પિતા ઇલેક્ટ્રિશિયન છે અને માતા ગૃહિણી છે.

તેમનો પરિવાર આર્થિક રીતે એટલો સંપન્ન નહોતો, આથી તેમના માટે ઍથ્લીટ માટે એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રવેશ લેવાનો નિર્ણય છોડવો એક આસાન નહોતું.

તેઓ કહે છે કે તેમનાં માતાપિતા માટે પોતાની બે પુત્રીઓને ઍથલેટિક્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવાને સમર્થન આપવું એક મુશ્કેલ નિર્ણય હતો, તેમ છતાં તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બનતી મદદ કરી.

શરૂઆતમાં વી.કે. વિસ્મયા પાસે સિન્થેટિક ટ્રૅક અને આધુનિક જિમની સુવિધા નહોતી. તેમને કીચડવાળા ટ્ર્રૅક પર ટ્રેનિંગ લેવી પડતી હતી. ચોમાસામાં તેના પર ટ્રેનિંગ લેવું બહુ મુશ્કેલ થઈ જતું હતું.

વિસ્મયાનું માનવું છે કે પૂરતાં સાધનો, સુવિધાઓ અને ટ્રેનિંગની એક ઍથ્લીટની કારકિર્દીમાં શરૂમાં મોટી ભૂમિકા હોય છે, પણ દેશમાં તેનો અભાવ છે.

તેના કારણે ઍથ્લીટને ઈજા થવાની શક્યતા રહે છે, વિસ્મયાએ એ મુશ્કેલી વેઠી છે.

તેઓએ તેમની કારકિર્દીની શરૂઆત એક લાંબા અંતરના દોડવીર તરીકે કરી હતી, પણ ઈજા થવાને કારણે તેમને પોતાનો ટ્રૅક બદલવો પડ્યો.

તેઓએ બાદમાં મધ્યમ-અંતર પર પોતાની ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી.


ગોલ્ડ મેડલ જિત્યો અને ઓળખ મળવા લાગી

https://www.youtube.com/watch?v=DEV5cKN0DeI

2017માં વિસ્મયાની કારકિર્દીમાં એક સારો વળાંક આવ્યો, જ્યારે તેઓએ ઑલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ચૅમ્પિયનશિપમાં 200 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ મેળવીને 25 વર્ષનો રેકૉર્ડ તોડ્યો.

એ ચૅમ્પિયનશિપમાં તેઓએ 400 મીટર દોડમાં એક સિલ્વર પણ જીત્યો હતો. ત્યારથી લોકોના મનમાં તેમની ઓળખ સ્થાપિત થવા લાગી.

આ ઓળખે વિસ્મયાને નેશનલ કૅમ્પમાં પહોંચવામાં મદદ કરી. ત્યાં તેમને તાલીમના બધી સુવિધાઓ મળી અને કોચ પણ મળ્યા.

બાદમાં વિસ્મયા 4X400 મીટર રિલે દોડની રાષ્ટ્રીય ટીમનાં મહત્ત્વનાં સભ્ય બની ગયાં. 2018માં જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ટીમે ગોલ્ડ મેડલ જિત્યો.

તેઓ આ જીતને પોતાની કારકિર્દીની સૌથી ઉત્તમ જીત ગણાવે છે.

2019માં વિસ્મયાએ ચેક ગણરાજ્યના બર્નોમાં થયેલી ઍથલેટિક મીટિંગમાં 400 મીટર દોડની વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જિત્યો.

વર્ષ 2019માં ત્યારબાદ તેઓએ દોહામાં વર્લ્ડ ઍથલેટિક્સ ચૅમ્પિયનશિપની મિક્સ રિલેમાં ભાગ લીધો. ટીમ ફાઇનલમાં પહોંચી અને ટોક્યોમાં થનારા ઑલિમ્પિક માટે ક્વૉલિફાય કર્યું.

વિસ્મયા એ વાતમાં વિશ્વાસ રાખે છે કે જો તમે સકારાત્મક રહો અને નિષ્ફળતાઓથી હતોત્સાહિત ન થાવ તો તમારી સૌથી મોટી તકલીફ જ તમારી સૌથી મોટી મજબૂતી બની જાય છે.

(આ લેખ બીબીસીને ઇમેલથી વી.કે. વિસ્મયાએ મોકલેલા જવાબો પર આધારિત છે)https://www.youtube.com/watch?v=R2zb1BkjdMc

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The story of a girl from a poor family who dropped out of engineering to become an athlete
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X