For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે કલમ 377? કેમ થઈ રહ્યો છે આટલો હોબાળો આના પર? જાણો વિસ્તારથી

આજે સુપ્રિમ કોર્ટ એકબીજાની સંમતિથી સ્થાપિત સમલૈંગિક યૌન સંબંધોને ગુનાહિત શ્રેણીમાં રાખતી આઈપીસીની કલમ 377 ની માન્યતાને પડકારતી અરજીઓ પર ચૂકાદો સંભળાવશે.

|
Google Oneindia Gujarati News

આજે સુપ્રિમ કોર્ટ એકબીજાની સંમતિથી સ્થાપિત સમલૈંગિક યૌન સંબંધોને ગુનાહિત શ્રેણીમાં રાખતી આઈપીસીની કલમ 377 ની માન્યતાને પડકારતી અરજીઓ પર ચૂકાદો સંભળાવશે. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજોની ખંડપીઠે સમલૈંગિક અધિકાર કાર્યકર્તાઓ સહિત વિભિન્ન પક્ષોને સાંભળ્યા બાદ 17 જુલાઈએ પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો.

સમલૈંગિક સેક્સ ગુનો કેમ?

સમલૈંગિક સેક્સ ગુનો કેમ?

ઉલ્લેખનીય છે કે પહેલા અરજીઓ પર પોતાનો જવાબ આપવા માટે થોડા વધુ સમયનો અનુરોધ કરતી કેન્દ્ર સરકારે બાદમાં આ દંડાત્મક જોગવાઈની માન્યતાનો મુદ્દો અદાલતના વિવેક પર છોડી દીધો હતો.

આ પણ વાંચોઃરૂપિયો નબળો નહિ પરંતુ ડૉલર મજબૂત થયો છેઃ અરુણ જેટલીઆ પણ વાંચોઃરૂપિયો નબળો નહિ પરંતુ ડૉલર મજબૂત થયો છેઃ અરુણ જેટલી

એકબીજાની સંમતિથી એકાંતમાં સેક્યુઅલ સંબંધ અયોગ્ય નથી?

એકબીજાની સંમતિથી એકાંતમાં સેક્યુઅલ સંબંધ અયોગ્ય નથી?

તમને જણાવી દઈએ કે સેક્સ વર્કરો માટે કામ કરતી સંસ્થા નાઝ ફાઉન્ડેશને હાઈકોર્ટમાં એ કહીને કલમ 377 ની બંધારણીય માન્યતા પર સવાલ ઉઠાવ્યા હતા કે જો બે એડલ્ટ એકબીજાની સંમતિથી એકાંતમાં સેક્સ્યુઅલ સંબંધ બનાવે તો તેને કલમ 377 ની જોગવાઈમાંથી બહાર કરાવુ જોઈએ. એકબીજાની સંમતિથી સંબંધ બનાવવો અયોગ્ય નથી. જેના પર વર્ષ 2009 માં હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યુ કે બે વયસ્કો એકબીજાની સંમતિથી એકાંતમાં સમલૈંગિક સંબંધ બનાવે છે તો તે આઈપીસીની કલમ હેઠળ ગુનો નહિ માનવામાં આવે. કોર્ટે બધા નાગરિકોને સમાનતાના અધિકારોની વાત કરી હતી પરંતુ સુપ્રિમ કોર્ટે 2013 માં હાઈકોર્ટના આ ચૂકાદાને ફગાવી દીધો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યુ જ્યાં સુધી કલમ 377 રહેશે ત્યાં સુધી સમલૈંગિક સંબંધને માન્ય ગણી શકાય નહિ.

શું છે કલમ 377?

શું છે કલમ 377?

આઈપીસીની કલમ 377 અપ્રાકૃતિક (અનનેચરલ) યૌન સંબંધને ગેરકાયદેસર ગણાવે છે. આ કલમના નિયમ મુજબ સ્ત્રી કે પુરુષસાથે અપ્રાકૃતિક સંબંધ બનાવવા પર દસ વર્ષની સજા તેમજ દંડ થઈ શકે છે. સંમતિથી 2 પુરુષો, સ્ત્રીઓ અને સમલૈંગિકો વચ્ચે સેક્સ પણ આની સીમામાં જ આવે છે કે જે એક ગુનો છે. આટલુ જ નહિ કલમ 377 હેઠળ બિનજામીનપાત્ર ગુનો છે.

એલજીબીટી સમાજ

એલજીબીટી સમાજ

આ ગામાં ધરપકડ માટે વોરન્ટની જરૂર હોતી નથી. 1862 માં આ કાયદો લાગુ થયો હતો. સમલૈંગિકોને સામાન્ય બોલચાલની ભાષામાં એલજીબીટી, લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુએલ અને ટ્રાન્સજેન્ડર કહેવામાં આવે છે. વળી બીજા ઘણા વર્ગોને જોડીને આને ક્વિયર સમાજનું નામ આપવામાં આવ્યુ છે. એલજીબીટી સમાજનું કહેવુ છે કે સમલૈંગિક સંબંધ કોઈ પણ રીતે અપ્રાકૃતિક નથી. આ ઘણા જાનવરોની જેમ માણસોમાં પણ એક સામાન્ય સ્વભાવ છે.

આ પણ વાંચોઃભારત-અમેરિકા વચ્ચે પહેલી 2+2 વાતચીત, અમેરિકી મંત્રી પોપેયો-મેટીસ પહોંચ્યા દિલ્હીઆ પણ વાંચોઃભારત-અમેરિકા વચ્ચે પહેલી 2+2 વાતચીત, અમેરિકી મંત્રી પોપેયો-મેટીસ પહોંચ્યા દિલ્હી

English summary
The Supreme Court Thursday will deliver a verdict on Section 377 of the Indian Penal Code (IPC) which criminalises homosexuality.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X