• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પરમાણું યુદ્ધની આશંકાથી 10 કરોડ લોકો પર છે જોખમ

|

પાકિસ્તાનની લુખ્ખી ધમકીઓને કારણે દુનિયાભરમાં પાકિસ્તાન ભારત વચ્ચે પરમાણુ યુદ્ધની શક્યતા તેમજ તેના પરિણામ અંગે ચર્ચા શરૂ થઈ છે. એક લેટેસ્ટ રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો તેના પ્રમાણએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારેય યુદ્ધ થયું તો 10 કરોડો લોકો જીવ ગુમાવી શકે છે. આ રિપોર્ટ વર્ષ 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધની શક્યતા પર બનાવાઈ છે.

જો કે પાકિસ્તાન ક્યારેક આવું પગલું લેશે કે તેના પર ભરોસો ન કરી શકાય, પરંતુ લોકશાહી અને તાનાશાહીમાં આંખ ઝપકતા જ પોતાનું રૂપ બદલી શક્તા પાકિસ્તાનનો અંદાજ બાંધવો મુશ્કેલ છે. આખી દુનિયામાં આતંકવાદના કેન્દ્ર તરીકે પાકિસ્તાન છે, ત્યારે આવા યુદ્ધનો ખતરો વધી જાય છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધની આશંકા ત્યારથી શૂ થઈ છે, જ્યારથી જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370 એ અને 35 એ હટાવી દેવાયા છે. ભારતના આ પગલાંથી પાકિસ્તાન અકળાયું છે, ચોંકી ઉઠ્યુ છે. પાકિસ્તાનની આ અકળામણ પરમાણું બોમ્બ હુમલાની ધમકી સુધી પહોંચી છે.

કોઈ મુસ્લિમ રાષ્ટ્ર પણ પાકિસ્તાનને સાથ નથી આપી રહ્યું

કોઈ મુસ્લિમ રાષ્ટ્ર પણ પાકિસ્તાનને સાથ નથી આપી રહ્યું

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન આખી દુનિયામાં જમ્મુ કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ રજૂઆત કરી ચૂક્યુ છે, પરંતુ કોઈ પણ દેશ આતંકવાદને પોસતા પાકિસ્તાનને હજી સુધી કોઈએ સાથ નથી આપ્યો. એટલે સુધી કે કોઈ મુસ્લિમ રાષ્ટ્ર પણ પાકિસ્તાનને સાથ નથી આપી રહ્યું. પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે સરકાર ન તો પ્રજાને મોઢું બતાવી રહી છે, ન તો દુનિયામાં કોઈ તેને જોવા ઈચ્છે છે.

પાકિસ્તાન પાસે એક જ તક બચી હતી, જેનાથી તે સંયુક્ત રાષ્ટ્ર અને આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચી શકે. આ માટે જ પાકિસ્તાને પાડોશી દેશ ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપવાની શરૂઆત કરી દીધી, કારણ કે પાકિસ્તાન ભારત સામેના અત્યાર સુધીના બધા જ યુદ્ધ હારી ચૂક્યુ છે.

ભારત પર પ્રેશર બનાવવા માટે પરમાણું યુદ્ધના હુમલાની ધમકી

ભારત પર પ્રેશર બનાવવા માટે પરમાણું યુદ્ધના હુમલાની ધમકી

મનાઈ રહ્યું છે કે પાકિસ્તાન પાસે ભારત પર પ્રેશર બનાવવા માટે પરમાણું યુદ્ધના હુમલાની ધમકી આપવા સિવાય કોઈ ચારો નથી. એટે જ દુનિયાભરના દેશ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંભવિત યુદ્ધ અને તેના પરિણામો અંગે રિસર્ચ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના આર્ટિકલ 370 અને 35 એ હટાવવા પ્રસ્તાવ પસાર કર્યો હતો. ત્યારથી પાકિસ્તાન બરાબરનું અકળાયું છે, એટલે જ પાકિસ્તાને ભારત સાથેના રાજકીય, વ્યાપારિક અને પરિવહન જેવા સંબંધો તોડી નાખ્યા હતા. પાકિસ્તાનના વડાપ્રધાને આખી દુનિયાને ભારત અને પાકિસ્તાનના દ્વિપક્ષીય મુદ્દા પર હસ્તક્ષેપ કરવા અપીલ કરી હતી, પરંતુ હજી સુધી કોઈએ તેમને મદદ નથી કરી.

પાકિસ્તાનની ચાલ

પાકિસ્તાનની ચાલ

ત્યારે હવે પાકિસ્તાનની મજબૂરી છે કે પોતાની વાત મનાવવા માટે કંઈક એવું કરે કે દુનિયાનું ધ્યાન એની તરફ ખેંચાય. પાકિસ્તાનની પરમાણું ધમકી આ જ બાબત સાથે જોડાયેલી છે. જો કે પાકિસ્તાનની આ લુખ્ખી ધમકીનો જવાબ આપતા ભારતે સ્પષ્ટતા કરી છે કે જો પાકિસ્તાન આ પ્રકારનું કંઈક પગલું ભરશે તો તેનો યોગ્ય જવાબ મળશે.

આમ તો પાકિસ્તાનની ચાલ, ચરિત્રથી તો આખી દુનિયાને જાણ છે. દુનિયા જાણે છે કે, પાકિસ્તાનની ધરતી પરથી શું શક્ય છે. કારણએ ઈસ્લામિક દેશ પાકિસ્તાનમાં લોકશાહી અને લોકશાહીના મૂલ્યોના લીરા ઉડતા વાર નથી લાગતી. એવું મનાય છે કે પાકિસ્તાનમાં લોકશાહી એક દેખાડો છે, અને રાજ તો પાકિસ્તાની સૈન્ય તેમજ ગુપ્તચર એજન્સી ISI જ કરે છે, વડાપ્રધાન તો માત્ર એક કઠપૂતળી છે.

પરમાણું યુદ્ધ થશે તો 10 કરોડથી વધુ લોકોના મોત

પરમાણું યુદ્ધ થશે તો 10 કરોડથી વધુ લોકોના મોત

ત્યારે દુનિયાના દેશો પણ પાકિસ્તાનની પરમાણુ ધમકીને હળવાશથી લેવા નથી માગતા. તેની પાછળનું એક કારણ પણ છે કે આર્થિક મોરચે ખરાબ હાલત સામે લડી રહેલા પાકિસ્તાન પાસે ગુમાવવા જેવું કશું નથી. એટલે બંને દેશો વચ્ચેની સ્થિતિ જોતા પરમાણું યુદ્ધની શક્યતાને લઈ વૈજ્ઞાનિકોએ એક રિપોર્ટ તૈયાર કરવો પડ્યો. આ રિપોર્ટના આંકડા ચોંકાવનારા છે. રિપોર્ટ પ્રમાણે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણું યુદ્ધ થશે તો 10 કરોડથી વધુ લોકોના મોત થશે.

‘સાયન્સ એડવાન્સ'માં છપાયેલા રિપોર્ટ પ્રમાણે ભારત અ પાકિસ્તાન વચ્ચે જો પરમાણું યુદ્ધની સ્થિતિ સર્જાય, તો બંને દેશોને મોટું નુક્સાન ઉઠાવવું પડી શકે છે. રિપોર્ટ તૈયાર કરનાર રગટર્સ યુનિવર્સિટીના પ્રોફેસર એલન રોબૉક અને અન્ય વૈજ્ઞાનિકો પ્રમાણે યુદ્ધ દરમિયાન જે નુક્સાન થશે, તેના વિશે તો બધાને ખ્યાલ છે, પરંતુ યુદ્ધ બાદ પણ લાખો લોકો વર્ષો સુધી રહેનારા વિકિરણોથી મરતા રહેશે. પરમાણુ બોમ્બના વિકીરણઓથી પેઢીઓની પેઢીઓ બરબાદ થઈ જાય છે, કારણ કે તેની અસર માતાના ગર્ભમાં રહેલા બાળકો પર પણ પડે છે. અને બાળકો વિકૃતિ સાથે પેદા થાય છે.

લોકો વિકરણોથી થનારી બીમારીઓ શિકાર બનશે

લોકો વિકરણોથી થનારી બીમારીઓ શિકાર બનશે

વૈજ્ઞાનિકો પ્રમાણે જો બંને દેશો વચ્ચે પરમાણું યુદ્ધની સ્થિતિ આવી અને બંને દેશોએ એકબીજા પર પરમાણું હુમલો કર્યો તો તેની અસર દાયકાઓ સુધી રહેશે. પરમાણું બોમ્બથી નીકળનારા વિકિરણોને કારણએ પૃથ્વી સુધી પહોંચતો સૂર્યનો પ્રકાશ ઘટી જશે, જેને કારણે વરસાદ પણ ઓછો થઈ જશે. આ તમામની સીધી અસર જમીન પર પડશે અને ખેતી બરબાદ થઈ જશે. લોકો વિકરણોથી થનારી બીમારીઓ શિકાર બનશે, જેમાં કેન્સર મુખ્ય છે.

સંશોધકોને કહેવા પ્રમાણે ભારત અને પાકિસ્તાન પાસે 400-500 પરમાણુ હથિયારો છે, જો યુદ્ધમાં આ હથિયારોનો ઉપયોગ થયો, તો તેનાથી વૈશ્વિક પર્યાવરણનો વિનાશ વેરાઈ જશે. રિપોર્ટ પ્રમાણે દક્ષિણ એશિયામાં પરમાણું યુદ્ધની અસર જીવન રક્ષક ઉપકરણો પર સૌથી પહેલા થશે. આ યુદ્ધ બાદની સ્થિતિને ઠીક કરવામાં બંને દેશોની સરકારોને લાંબો સમય લાગશે. જાપાનના હિરોશિમામાં થયેલા પરમાણું બોમ્બ વિસ્ફોના પરિણામો આખી દુનિયાએ જોયા છે.

ભારત-પાક. જ નહીં પાડોશી દેશોને પણ થશે અસર

ભારત-પાક. જ નહીં પાડોશી દેશોને પણ થશે અસર

પરમાણું યુદ્ધની સ્થિતિમાં ભારત અને પાકિસ્તાનની સાથે સાથે પાડોશી દેશોને પણ નુક્સાન થશે. કારણ કે પરમાણઉં યુદ્ધની સ્થિતિમાં વિસ્ફોટકોમાંથી નીકળનારા ધૂમાડાથી 16થી 36 મિલિયન ટન કાળો કાર્બન નીકળી શકે છે. આ કાર્બનની તીવ્રતા એટલી હશે કે માત્ર કેટલાક અઠવાડિયામાં જ આખા વિશ્વના પર્યાવરણ પર અસર થશે. આવી સ્થિતિમાં જે દેશને યુદ્ધ સાથે લેવા દેવા નથી, તેમણે પણ તેના ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે.

ઘટશે સૂરજનો પ્રકાશ

ઘટશે સૂરજનો પ્રકાશ

પરમાણુ બોમ્બના વિસ્ફોટથી વાયુ મંડળમાં મોટા પ્રમાણમાં કાર્બન ભળશે અને સોલાર રેડિયેશન ભેગું થશે, જેના કારણે હવામાં ગરમી વધશે અને ધૂમાડો ક્યાંય જઈ નહીં શકે. પરિણામે પૃથ્વી પર પહોંચતા સૂર્ય પ્રકાશમાં 20થી 35 ટકાનો ઘટાડો થશે. જેને કારણે વરસાદ ઘટી જશે.

ઘાતક વિકિરણોથી સૂકાઈ જશે પ્રાકૃતિક વનસ્પતિ

ઘાતક વિકિરણોથી સૂકાઈ જશે પ્રાકૃતિક વનસ્પતિ

વાયુ મંડળમાં કાર્બનનું પ્રમાણ વધતા સૂરજનો પ્રકાશ જમીન સુધી નહીં પહોંચે. અને વરસાદ પણ નહિંવત્ થઈ જશે. આવી ગરમીને કારણે જમીન સૂકાઈ જશે અને ખેતી બરબાદ થઈ જશે. ત્યારે વનસ્પતિનો વિકાસ અ મહાસાગરની ઉત્પાદક્તા પર પણ ગંભીર અસર પડશે.

પાકિસ્તાનના પીએમ ઈમરાન અંધવિશ્વાસની માયાજાળથી બચાવી રહ્યા છે ખુરશી!

English summary
The threat of nuclear war puts 10 Crore people at risk
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more