For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યાય માટે પેટ્રોલ લઈ ટાકા પર ચડી ગયો આખો પરિવાર, ઉતરવા માટે તૈયાર નથી

ન્યાય માટે પેટ્રોલ લઈ ટાકા પર ચડી ગયો આખો પરિવાર, ઉતરવા માટે તૈયાર નથી

|
Google Oneindia Gujarati News

લખનઉઃ શુક્રવારે પોતાની માંગને લઈ લખનઉના જોગર્સ પાર્ક સ્થિત પાણીના ટાકા પર ચઢી ગયેલ પરિવાર શનિવારે પણ ઉતરવા માટે તૈયાર નથી. આ દરમિયાન જિલ્લાના તમામ પ્રશાસનિક અધિકારીઓ તેમને નીચે ઉતારવામાં નાકામ રહ્યા. જમીન વિવાદમાં ચાર વર્ષ પહેલા ભાઈના અપહરણના મામલે કોઈ કાર્યવાહી ન થવાનો આરોપ લગાવતા પરિવારના સાત સભ્યોએ હરદોઈના એસપી અને ડીએમ સાથે સરકાર વિરુદ્ધ નારેબાજી કરી.

અગ્ની સ્નાન કરવાની ધમકી આપી

અગ્ની સ્નાન કરવાની ધમકી આપી

આ મામલે વકીલ પણ ટાકા પર ચઢી પરિવાર સાથે આત્મહત્યા કરવાની ધમકી આપી રહ્યો છે. જાણકારી મુજબ હરદોઈના એસએસપી જ્ઞાનંજય સિંહ અને સીઓ સંડીલા અમિત કુમાર શ્રીવાસ્તવ પણ તેમને મનાવવા પહોંચ્યા. અધિકારીઓએ હરદોઈના જિલ્લાધિકારી સાથે ફોન પર વાત કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વકીલે માત્ર સીએમ કે ડીજીપી સાથે જ વાત કરવાની જીદ પકડી લીધી.

સુરક્ષિત ઉતારવાની કોશિશ કરી રહ્યા છે અધિકારી

સુરક્ષિત ઉતારવાની કોશિશ કરી રહ્યા છે અધિકારી

એસએસપી ગ્રામીણ વિક્રાંત વીરે જણાવ્યું કે મોડી રાત સુધી પોલીસ-પ્રશાસનના અધિકારી વકીલ અને તેના પરિવારને ટાકા પરથી સુરક્ષિત ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટના સ્થળે કેટલાય પોલીસ ટૂકડીઓ સહિત ફાયર બ્રિગેડ પણ હાજર છે. જણાવી દઈએ કે હરદોઈ જિલ્લાના સુરક્ષા પોલીસ સ્ટેશનના રેહવાસી વકીલ વિનય પ્રતાપ સિંહનો આરોપ છે કે ગામના લલ્લન સિંહ, વીરપાલ સિંહ, કૃષ્ણપાલ સિંહ, અમર સિંહ અને ભરત સિંહ નામના લોકોએ તેમની પૈતૃક જમીન પર કબ્જો કરી લીધો.

વર્ષ 2016માં ભાઈનું અપહરણ થયું હતું

વર્ષ 2016માં ભાઈનું અપહરણ થયું હતું

વિરોધ કરવા પર જાન્યુઆરી 2016માં વકીલ વિનય પ્રતાપ સિંહના ભાઈ વિવેક પ્રતાપ સિંહની ધરપકડ કરી લેવામાં આવી હતી. કેસ નોંધાયા બાદ પણ પોલીસે કોઈ કાર્યવાહી નહોતી કરી. સાથે જ આરોપીઓની ધમકીને કારણે ગામ પણ છોડવું પડ્યું હતું. આ કારણે તેમણે ટાકા પર ચઢી આત્મહત્યા કરવાનો ફેસલો કર્યો. વિનય સાથે તેની પત્ની, તેનો ભાઈ અને દીકરો-દીકરી પણ હાજર હતા.

આ છે પરિવારના માંગ

આ છે પરિવારના માંગ

વકીલ વિનયનું કહ્યું હતું કે જો ન્યાય ન મળ્યો તો શનિવારે સવારે આખો પરિવાર પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરી લેશે. પીડિત પરિવારે આ મામલે સીબીઆઈ તપાસ, આરોપીઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી, 50 લાખ રૂપિયાની આર્થિક સહાયતા સહિત આખા પરિવારમાં કોઈ એક સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરી હતી. સાથે જ આરોપી પોલીસ ઈન્સપેક્ટર અમિત સિંહનું ટ્રાન્સફર કરાવવામાં આવે.

ગુજરાતઃ ચોટીલામાં ગરબા જોઈ રહેલ સરપંચના પતિની જાહેરમાં ગોળી મારી હત્યાગુજરાતઃ ચોટીલામાં ગરબા જોઈ રહેલ સરપંચના પતિની જાહેરમાં ગોળી મારી હત્યા

English summary
The whole family climbed water tank and Threatened suicide for justice
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X