• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પત્નીનો પગાર પતિ કરતા વધુ, છતાં માંગ્યું ભરણપોષણ, તો કોર્ટે આપ્યો આવો જવાબ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : પૂણેની સિવિલ કોર્ટે તેના પતિ પાસેથી ભરણપોષણની માગ કરતી મહિલાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે 29 વર્ષીય મહિલાની માગને ફગાવી દીધી કારણ કે, મહિલા એક મલ્ટીનેશનલ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે અને પોતાની જાતને સંભાળવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે.

મહિલાએ તેના રહેતા પતિ પાસેથી ભરણપોષણ પેટે દર મહિને 25 હજાર રૂપિયા ચૂકવવા કોર્ટમાં અરજી કરી હતી. મહિલાએ પોતાની અરજીમાં કહ્યું છે કે, તેનો પતિ CRPFમાં નોકરી કરે છે, તેથી તેમને દર મહિને 25 હજાર રૂપિયા આપવામાં આવે. મહિલાએ તેના પતિ પાસેથી છૂટાછેડાની અરજી પણ કરી છે.

મહિલા પૂણેમાં અને પતિ દિલ્હીમાં

મહિલા પૂણેમાં અને પતિ દિલ્હીમાં

પૂણેમાં સિવિલ જજ માધવી ખાનવેએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે, મહિલા સોફ્ટવેર એન્જિનિયર છે અને તેની આજીવિકા માટે પૂરતા આવકના સાધનો છે. મહિલાએપતિ પાસે વળતરની માંગણી કરી હતી. તેથી, સ્ત્રીને તેના પતિ પાસેથી વચગાળાના ભરણપોષણની માગ કરવાનો અધિકાર નથી. હકીકતમાં મહિલાના લગ્ન 2017માંછિંદવાડામાં થયા હતા.

તે સમયે પણ મહિલા પૂણેમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી હતી, જ્યારે તેનો પતિ દિલ્હીમાં પોસ્ટેડ હતો. મહિલાએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, તે સમયેબંને પોતપોતાના કાર્યસ્થળે જ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સાસરિયાઓ પર ઉપવાસ કરવા દબાણ કરવાનો આરોપ

સાસરિયાઓ પર ઉપવાસ કરવા દબાણ કરવાનો આરોપ

મહિલાએ આરોપ લગાવ્યો છે કે, લગ્નના બીજા જ દિવસથી સાસરિયાઓએ તેને દહેજ માટે હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. મહિલાએ અરજીમાં એમ પણ કહ્યું કે, આપછી પતિના પિતાએ તેને તેની માતાના ઘરે પરત જવા કહ્યું હતું. મહિલાએ સાસરિયાઓ પર ઉપવાસ કરવા દબાણ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

25 લાખના વળતર માગ

25 લાખના વળતર માગ

આ મહિલાએ જણાવ્યું હતું કે, તેની તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ઘણી અસર પડી છે. આ સિવાય મહિલાએ તે લોકો પર દુર્વ્યવહાર કરવાનો પણ આરોપલગાવ્યો હતો.

મહિલાએ પોતાની અરજીમાં કાયમી ભરણપોષણ માટે 25 લાખ રૂપિયાની એકસાથે માગ કરી હતી. તેણીએ દાવો કર્યો હતો કે, તે પરિવારમાં એકમાત્રકમાણી કરનારી સભ્ય છે.

English summary
The wife's salary is higher than the husband's, yet she asked for alimony, the court gave such a reply.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X