For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે જ નહિ કોંગ્રેસ માટે પણ સબક છે, આ છે કારણ

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી ભાજપ જ નહિ પરંતુ હિંદી બેલ્ટના ત્રણ રાજ્યોમાં કમબેક કરનારી કોંગ્રેસ માટે પણ એક સબક કહી શકાય છે.

|
Google Oneindia Gujarati News

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી ભાજપ જ નહિ પરંતુ હિંદી બેલ્ટના ત્રણ રાજ્યોમાં કમબેક કરનારી કોંગ્રેસ માટે પણ એક સબક કહી શકાય છે. કોંગ્રેસ છત્તીસગઢ ઉપરાંત અન્ય રાજ્યોમાં પ્રભાવશાળી પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી. આ ચૂંટણીમાં કોંગ્રેસ ઉત્તર પૂર્વનો પોતાનો છેલ્લો ગઢ પણ બચાવી શકી નહિ અને તેલંગાનામાં ટીડીપી સાથે ગઠબંધન છતાં પાર્ટીને મોટી હાર ઝેલવી પડી છે.

આ પણ વાંચોઃ તેલંગાણા ચૂંટણી પરિણામાં કોના Exit Poll એ બાજી મારી, જાણોઆ પણ વાંચોઃ તેલંગાણા ચૂંટણી પરિણામાં કોના Exit Poll એ બાજી મારી, જાણો

તેલંગાનામાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ અને રાહુલની રેલી કામ ન આવી

તેલંગાનામાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ અને રાહુલની રેલી કામ ન આવી

યુપીએની અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેલંગાનામાં માત્ર એક રેલી કરી હતી અને લોકોને ભાવુક અપીલ કરીને કોંગ્રેસની નજીક લાવવાની કોશિશ કરી હતી. તેલંગાનામાં રાહુલ ગાંધીએ 17 રેલીઓ કરી જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસ અધ્યક્ષે 19 રેલીઓ કરી હતી. મિઝોરમમાં પાર્ટીના જૂના વફાદાર સાથ છોડી રહ્યા હતા અને આખી જવાબદાર ત્યારે લલ થનવાલાના ખભે હતી તે પોતે જ બંને સીટો પર ચૂંટણી હારી ગયા. જો કે સતત હાર છતાં ભાજપ આ ચૂંટણીમાં મિઝોરમમાં પોતાનું ખાતુ ખોલવામાં નિષ્ફળ રહી.

સત્તા વિરોધી લહેર છતાં એમપી-રાજસ્થાનમાં બહુમતથી દૂર કોંગ્રેસ

સત્તા વિરોધી લહેર છતાં એમપી-રાજસ્થાનમાં બહુમતથી દૂર કોંગ્રેસ

રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવાની નજીક પહોંચી ચૂકેલી કોંગ્રેસ માટે અહીં પણ શીખવા માટે ઘણુ બધુ છે. સત્તા વિરોધી લહેર અને સીએમ સામે નારાજગી છતાં કોંગ્રેસ બહુમતનો આંકડો પાર કરી શકી નહિ. વસુંધરા રાજે સામે નારાજગીના કારણે રાજસ્થાનમાં ચૂંટણી પરિણામો અંગે પહેલેથી જ કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે કોંગ્રેસ ઓછામાં ઓછી 140 સીટો પર જીત મેળવી શકે છે. પરંતુ ભાજપે 73 સીટો પર જીત મેળવી અમુક હદ સુધી ડેમેજ કંટ્રોલ કર્યુ. આ કોંગ્રેસ માટે સબકથી કમ ના કહી શકાય.

મિઝોરમના રૂપમાં ઉત્તર-પૂર્વનો છેલ્લો ગઢ પણ ગયો

મિઝોરમના રૂપમાં ઉત્તર-પૂર્વનો છેલ્લો ગઢ પણ ગયો

રાજ્યમાં ચાર સચિવોની ભૂમિકા અંગે પણ શંકાન સ્થિતિ હતી. એક મહિલા સચિવો તો રાજ્યનો પ્રવાસ કર્યા વિના રિપોર્ટ પણ સોંપી દીધી હતી. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સપા, બસપા અને ગોંડવાના ગણતંત્ર પાર્ટી સાથે હાથ ન મિલાવવાનું પરિણામ ભોગવવુ પડ્યુ. જ્યારે કોંગ્રેસને ઓછામાં ઓછી 25 સીટોનું નુકશાન તે નિવેદનના કારણે થતુ દેખાયુ જ્યારે પાર્ટીએ કહ્યુ હતુ કે આરએસએસ સાથે જોડાયેલા કર્મચારીઓ સામે એક્શન લેવામાં આવશે.

English summary
There are many lessons for the Congress too to learn from these Assembly elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X