
સરસિયાના તેલની કિંમતોમાં હાલમાં કોઈ રાહત નહિ, કેન્દ્રએ કહ્યુ - આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી ઘટશે ભાવ
નવી દિલ્લીઃ ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે સરસિયાના તેલનુ ઉત્પાદન વધી રહ્યુ છે અને આવનારા સમયમાં આની કિંમતોમાં ઘટાડો થશે. જો કે મંત્રાલયે આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી જ કિંમતોમાં ઘટાડો થવાની વાત કહી છે. છેલ્લા અમુક સમયમાં ખાદ્ય તેલની કિંમતોમાં રેકૉર્ડ વધારો જોવા મળ્યો છે જેણે સામાન્ય જનતાના બજેટ પર સીધી અસર કરી છે. ત્યારબાદ સરકાર તરફથી કિંમતોને કાબુ કરવા માટે પગલાં લેવાની વાત કહેવામાં આવી છે.
શુક્રવારે ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગના સચિવ સુધાંશુ પાંડેયે પ્રેસ કૉન્ફરન્સ કરીને માહિતી આપી કે સરસિયાના તેલનુ ઉત્પાદન લગભગ 10 લાખ મેટ્રિક ટન વધ્યુ છે. જેની આપૂર્તિ વધશે અને અમે ફેબ્રુઆરી સુધી સરસિયાના તેલની કિંમતોમાં કમી જોઈ શકીશુ. પામ ઑઈલ વિશે સુધાંશુ પાંડેએ જણાવ્યુ કે ઈન્ડોનેશિયા, મલેશિયામાં લેબરની અમુક મુશ્કેલીઓના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થયો છે. એવામાં પામ ઑઈલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહી છે પરંતુ ભારતમાં પામ ઑઈલની કિંમતો કાબુમાં છે એટલુ જ નહિ પરંતુ ઘટી રહી છે.
ડુંગળીની નિકાસને રોકવા પર વિચાર નહિ
ડુંગળીના ભાવો વિશે સુધાંશુ પાંડેએ કહ્યુ કે ડુંગળીની કિંમતો કાબુમાં છે, ડુંગળીની કિંમતોમાં અમે અસામાન્ય વધારો નથી જોયો. રાજ્યોની પણ ડુંગળીની કિંમતો વિશે આ જ મંતવ્ય છે. એવામાં અમે ડુંગળીની નિકાસને પ્રતિબંધિત કરવાનુ નથી વિચારી રહ્યા. હાલમાં અમે રાજ્યોને 26 રૂપિયે કિલો ડુંગળી આપી રહ્યા છે. જરૂરી વસ્તુઓની કિંમતો ઘટાડવા અને ગ્રાહકોને રાહત આપવા માટે કેન્દ્રની પહેલ પર ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગ સચિવે કહ્યુ કે રાજ્ય સરકારો સાથે કેન્દ્રનો હસ્તક્ષેપ અન્ય દેશોની સરખામણીમાં ઘણો વધુ છે જેનાથી કિંમતો ઘણી કાબુમાં રહી છે.