ભાજપના ઉમેદવાર બગ્ગાનું વિવાદિત નિવેદન, કહ્યું- 11મીએ શાહીન બાગમાં સર્જિકલ સ્ટ્રાઈક થશે
નવી દિલ્હીઃ દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની બેફામ નિવેદનબાજી અટકવાનું નામ નથી લઈ રહી. અનુરાગ ઠાકુર, પ્રવેશ વર્મા બાદ હવે હરિનગર વિધાનસભા ચૂંટણી ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર તેજિંદર પાલ સિંહ બગ્ગાએ શાહીન બાગ પ્રોટેસ્ટને લઈ વિવાદિત નિવેદન આપ્યું છે. તજિંદર પાલ સિંહ બગ્ગાએ કહ્યું કે 11 ફેબ્રુઆરીએ ચૂંટણી પરિણામ આવ્યા બાદ સૌથી પહેલા શાહીન બાગમાં સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવશે.
ગુરુવારે બપોરે ભાજપના નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ એક વીડિયો ટ્વીટ કરતા લખ્યું કે, શાહીન બાગ સમર્થકો દ્વારા કાલે જંતર મંતરથી કહેવામાં આવ્યું કે ભારતીય સેના પોતાના લોકોને મારે છે, ભારતીય સેનાની તુલના પાકિસ્તાની સેના સાથે કરવામાં આવી રહી છે. શાહીન બાગ દેશદ્રોહનો અડ્ડો બની ગયો છે, 11 તારીખે પરિણામ આવતા જ સૌથી પહેલા આ અડડાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવશે.
शाहीन बाग़ समर्थको द्वारा कल जंतर मंतर से कहा गया कि भारतीय सेना अपने लोगो को मारती है, भारतीय सेना की तुलना पाकिस्तानी सेना से की जा रही है। शाहीन बाग़ देशद्रोह का अड्डा बन चुका है , 11 तारीख को नतीजे आते सबसे पहले इन अड्डो पर सर्जिकल स्ट्राइक की जाएगी । pic.twitter.com/Or9d0k9E45
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) January 30, 2020
તેજિંદર પાલ સિંહ બગ્ગાએ જે વીડિયો ટ્વીટ કર્યો છે તેમાં એક શખ્સ કહી રહ્યો છે કે, આપણા પાડોસી દેશ સાથે અમનથી રેહવાની સાથે જે કામ કરો છો તે દેશ ભક્ત છે. કોઈપણ તેમની વિરુદ્ધ કંઈ કહે છે તો પાકિસ્તાન ગણાવે છે. એનો કોઈ મતલબ નથી. પાકિસ્તાન કોઈ દુશ્મન દેશ નથી. અહીંનુ રુલિંગ ક્લાસ અને પાકિસ્તાનનું રૂલિંક ક્લાસ એક જેવું જ છે. ત્યાંની આર્મી અને આપણી આર્મી પણ એક જેવી જ છે. ત્યાંને સેના પણ પોતાના લોકોને મારે છે અને અહીંની સેના પણ પોતાના લોકોને મારે છે. બંનેમાં કંઈ વધુ ફેર નથી.
ફર્રુખાબાદઃ બાળકોને બંદી બનાવનાર બદમાશ ઠાર મરાયો
આ શખ્સ આગળ કહે છે કે તમે પાકિસ્તાનમાં જાવ અને લોકો સાથે વાત કરો તો તે તમારી સાથે એટલા પ્રેમથી વાત કરશે. દરેક વાત પર તેઓ તમને કહેશે કે સમાધાન કેવી રીતે કરી શકાય, કંઈક તમે કરાવી દો. જણાવી દઈએ કે અગાઉ ભાજપના અન્ય એક ઉમેદવાર કપિલ મિશ્રાએ શાહીન બાગને મિની પાકિસ્તાન કહ્યું હતું. જ્યારે ભાજપી સાંસદ રમેશ બિઘૂડી શાહીન બાગને દેશને દેશની અરાજક સોચના લોકોનું કેન્દ્ર ગણાવી વિવાદ ઉભો કરી દીધો હતો.
વિદાઈ પહેલા ધ્રુજવા લાગ્યો વરરાજો, દુલ્હન બોલી- સાસરીયે નહિ જાઉ