• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

17મી લોકસભામાં સૌથી વધુ મહિલા સાંસદો, 78 મહિલા જીતી, કોંગ્રેસમાંથી ફક્ત સોનિયા ગાંધી

|

લોકસભા 2019ની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે સાથે જ 17મી લોકસભા કેવી હશે તેની તસવીર સ્પષ્ટ થઈ ચૂકી છે. આ વખતે ચૂંટણીમાં જ્યાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે, ત્યારે કોંગ્રેસ માત્ર 52 બેઠકો પર સમેટાઈ ગઈ છે. આ વખતે જીતનાર સાંસદોની લિસ્ટમાં મહિલાઓની સંખ્યા 78 છે. જેમાંથી 40 મહિલા સાંસદો ભાજપની ટિકિટ પર જીતી છે.78માંથી 27 મહિલા સાંસદો બીજી વાર જીત્યા છે. મહિલાઓની ભાગીદારીમાં યુપી અને બંગાળ આગળ છે, આ બંને રાજ્યોમાંથી 11-11 મહિલા સાંસદો ચૂંટાયા છે.

પડદા પાછળના 5 ચહેરા જેણે મોદીને અપાવ્યો પ્રચંડ વિજય

17મી લોકસભામાં સૌથી વધુ 78 મહિલા સાંસદો

17મી લોકસભામાં સૌથી વધુ 78 મહિલા સાંસદો

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં કુલ 8049 ઉમેદવારો મેદાનમાં હતા. તેમાં 724 મહિલા ઉમેદવારો હતા. હાલની લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 64 છે. કોંગ્રેસે સૌથી વધુ 54 અને ભાજપે 53 મહિલા ઉમેદવારોને ચૂંટણી લડાવી હતી.

અપક્ષ મહિલા ઉમેદવારોની સંખ્યા હતી 222

અન્ય રાષ્ટ્રીય પક્ષોમાં બસપાએ 24, તૃણમુલ કોંગ્રેસે 23, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ 10, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ 4, એનસીપીએ એક મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી. જ્યારે અપક્ષ મહિલા ઉમેદવારોની સંખ્યા 222 હતી.

સમૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવી રચ્યો ઈતિહાસ

સમૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવી રચ્યો ઈતિહાસ

આ વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠીમાં હરાવનાર એક મહિલા જ છે. રાહુલ ગાંધીને ભાજપના સ્મૃતિ ઈરાહીને હરાવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ તરફથી એક માત્ર મહિલા સાંસદ સોનિયા ગાંધી છે, જે રાયબરેલીથી જીત્યા છે. યુપીમાં કોંગ્રેસ આ એક જ બેઠક જીતી શકી છે. પ્રજ્ઞા ઠાકુરે પણ ભોપાલમાં દિગ્વિજયસિંહને મોટી લીડથી હરાવ્યા છે.

ચૂંટણી હારનારી મહિલા સાંસદ

ચૂંટણી હારનારી મહિલા સાંસદ

ચૂંટણી હારનારી મહિલા ઉમેદવારોમાં સૌથી મોટું નામ સપા અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવનું છે. ડિમ્પલ યાદવ ક્ન્નૌજ બેઠક પરથી હાર્યા, તો રામપુર બેઠક પરથી અભિનેત્રી જયાપ્રદાએ હાર સહન કરવી પડી. આસનસોલથી ટીએમસીના ઉમેદવાર મુનમુન સેન, સિલચરથી કોંગ્રેસની સુષ્મિતા દેવ, સુપૌલથી કોંગ્રેસની સંજીત રંજને પણ હારનો સામનો કરવો પડ્યો.

આ મહિલાઓ બીજીવાર જીતી

આ મહિલાઓ બીજીવાર જીતી

મથુરાથી હેમા માલિની, ચંદીગઢથી કિરણ ખેર, સુલ્તાનપુરથી મેનકા ગાંધી, મિર્ઝાપુરથી અપના દલની અનુપ્રિયા પટેલ, નવી દિલ્હીથી મિનાક્ષી લેખી ભાજપના પ્રમુખ મહિલા સાંસદો છે. આ તમામ સાંસદો બીજી વાર જીત્યા છે.

17મી લોકસભામાં સર્વાધિક મહિલા સાંસદો

17મી લોકસભામાં સર્વાધિક મહિલા સાંસદો

મહિલા સાંસદોની સૌથી ઓછી સંખ્યા 9મી લોકસભામાં હતી. 9મી લોકસભામાં માત્ર 28 મહિલાઓ હતી જ્યારે આ વખતે 78 મહિલા સાંસદોએ નવો ઈતિહાસ રચ્યો છે. નવી લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા કુલ સંખ્યાના 14 ટકા છે.

આ છે મહિલા સાંસદોનું લિસ્ટ

આ છે મહિલા સાંસદોનું લિસ્ટ

 • નવી દિલ્હી - મિનાશ્રી લેખી- ભાજપ
 • ચંદીગઢ - કિરણ ખેર - ભાજપ
 • ટિહરી ગઢવાલ - શ્રીમતી માલા રાજ્ય લક્ષ્મી - ભાજપ
 • સિંહભૂમિ - ગીતા કોરા - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
 • કોડરમા - અન્નપૂર્ણા દેવી યાદવ - ભાજપ
 • સરગુજા - શ્રીમતી રેણુકા સિંહ - ભાજપ
 • રાયગઢ - શ્રીમતી ગોમતી સાય - ભાજપ
 • કોરબા- જ્યોત્સના મહંત - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
 • હુગલી - શ્રીમતી લોકેટ ચેટર્જી - ભાજપ
 • બીરભૂમ - શતાબ્દી રાય - અખિલ ભારતીય તૃણમુલ કોંગ્રેસ
 • બારાસાત - ડૉ કાકોલી - અખિલ ભારતીય તૃણમુલ કોંગ્રેસ
 • બસીરહાટ - નુરસત જહાં રુહી - અખિલ ભારતીય તૃણમુલ કોંગ્રેસ
 • બલૂરઘાટ - ડૉ સુકાંતા મજૂમદાર, ભાજપ
 • જયનગર - પ્રતિમા મંડલ અખિલ ભારતીય તૃણમુલ કોંગ્રેસ
 • સુલ્તાનપુર- મેનકા ગાંધી - ભાજપ
 • લાલગંજ - સંગીતા આઝાદ - બસપા
 • રાયબરેલી - સોનિયા ગાંધી- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
આ ચૂંટણીમાં મહિલાઓએ રચ્યો ઈતિહાસ

આ ચૂંટણીમાં મહિલાઓએ રચ્યો ઈતિહાસ

 • મિર્ઝાપુર - અનુપ્રિયા સિંહ પટેલ - અપનાદલ સોનેલાલ
 • મથુરા- હેમામલિની - ભાપ
 • ફતેહપુર - નિરંજન જ્યોતિ - બાજપ
 • ધૌરહરા - રેખા વર્મા - ભાજપ
 • અલ્હાબાદ -રીતા બહુગુણા જોશી - ભાજપ
 • અમેઠી - સ્મૃતિ ઈરાની - ભાજપ
 • ત્રિપુરા પશ્ચિમ - સુશ્રી પ્રતિમા ભૌમિક - ભાજપ
 • રાજસમંદ - દિયાકુમારી - ભાજપ
 • દૌસા - જસકૌર મીણા - ભાજપ
 • ભરતપુર - શ્રીમતી રંજીતા કોહલી- ભાજપ
 • પટિયાલા - પરણીત કૌર- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
 • ભટિંડા - હરસિમરત કૌર બાદલ - અકાલી દળ
 • આસ્કા - પ્રમિલા બિસોઈ - બીજુ જનતા દળ
 • ભુનનેશ્વર - સ્રીમતી અપરાજિતા સારંગી- ભાજપ
 • જાજપુર - શર્મિષ્ઠા સેઠી - બીજુ જનતા દળ
 • બીડ - ડૉ. પ્રતીમ ગોપીનાથ મુંડે - ભાજપ
 • બારામતી - સુપ્રિયા સુલે - રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી
 • મુંબઈ નોર્થ સેન્ટર- શ્રીમતી પૂનમ મહાજન - ભાજપ
 • દિન્ડોરી - ડૉ ભારતી પવાર- ભાજપ
 • રાવેર - શ્રીમતી રક્ષા નિખિલ ખડસે - ભાજપ
 • નંદુરબાર - ડૉ હીના વિજયકુમાર ગાવિત - ભાજપ
 • ભોપાલ - સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર- ભાજપ
 • મહિલાઓએ મારી બાજી
 • શહડોલ શ્રીમતી હિમાદ્રી સિંહ, - ભાજપ
 • સીધી - શ્રીમતી રીતિ પાઠક - ભાપજ
 • ભિંડ - શ્રીમતી સંધ્યા રાય - ભાજપ
 • અલધૂર - શુશ્રી રેમ્હા હરિદાસ - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
 • માંડ્યા - શ્રીમતી સુમલથા અપ
 • સિરસા - શ્રીમતી સુનીતા દુગ્ગલ - ભાજપ
 • છોટા ઉદેપુર - ગીતાબેન રાઠવા - ભાજપ
 • વડોદરા - રંજનબેન ભટ્ટ - ભાજપ
 • ભાવનગર - શ્રીમતી ભારતીબેન શિયાળ - ભાજપ
 • જામનગર - શ્રીમતી પૂનમબેન માડમ - બાજપ
 • મહેસાણા - શારદાબેન પટેલ - ભાજપ
 • વૈશાલી વીણાદેવી - લોકજનશક્તિ પાર્ટી
 • સીવાન - કવિતા સિંહ જનતાદળ યુનાઈટેડ
 • શિવહર - શ્રીમતી રમા દેવી - ભાજપ
 • ગુવાહાટી- શ્રીમતી ક્વીન ઓઝા- ભાજપ
 • મહબૂબાબાદ એમ કવિતા તેલંગાણા રાષ્ટ્ર સમિતિ

English summary
these 78 women mps will lead in lok sabha election 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more