• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

19મેની આ બેઠકો નક્કી કરશે 23મીએ મોદીની ફરી તાજપોશી

|

નિષ્ણાતોનું માનીએ તો છેલ્લા તબક્કાની 59 બેઠકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મોટો પડકાર સાબિત થવાનો છે. મનાઈ રહ્યું છે કે આ તબક્કામાં જેટલી બેઠકો છે, ત્યાં મોદી સરકાર વિરુદ્ધ વાતાવરણ છે. જગજાણીતી વાત એ છે બાકીની બેઠકો પર ભાજપ અથવા વિપક્ષમાંથી એકનું પલડું ભારે રહેશે. 23 મેના રોજ તેમની સ્થિતિ સુધરી શકે છે. આ તબક્કાને આપણે મોદીએ મોદીનો લિટમસ ટેસ્ટ કહી શકીએ છીએ, કારણ કે જેટલી બેઠકો પર મતદાન થવાનું છે, ત્યાં સ્થિતિ છેલ્લા 5 વર્ષમાં બિલકુલ બદલાઈ છે. એટલે 23મેના રોજ ફરી મોદી પીએમ બનશે કે નહીં, તે આ બેઠકો નક્કી કરશે.

'મેજિક ફિગર' જ બચાવી શક્શે મોદીનું નેતૃત્વ, 2019 ચૂંટણી અંગેની 5 મહત્વની વાત

મોદી માટે 2014નું પુનરાવર્તન આસાન નથી.

મોદી માટે 2014નું પુનરાવર્તન આસાન નથી.

19મી મેના રોજ જે 59 બેઠકો પર મતદાન થશે, તેમાં યુપીની 13, પંજાબની તમામ 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, મધ્યપ્રદેશની 8, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને ચંદીગઢની 1 બેઠક સામેલ છે. 2014માં જ્યારે ભાજપને 282 બેઠકો મળી હતી ત્યારે આ 59 બેઠકમાંથી ભાજપ 33 બેઠકો જીત્યું હતું. જેને કારણે નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધી બાદ પહેલી વખત આટલો ઐતિહાસિક બહુમત મેળવ્યો હતો. જો અહીં એનડીએને સામેલ કરીઓ તો આંકડો 40 કરતા વધુ છે. પરંતુ 2019માં અહીં રાહ છેલ્લા પાંચ વર્ષમાં ઘણી બદલાઈ છે. ગત વખતે મમતા બેનર્જીની ટીએમસીને પશ્ચિમ બંગળામાં તમામ 9, પંજાબમાં આપને 4, કોંગ્રેસને 3 અને ઝારખંડ મુક્તિ મોરચાને 2, જનતાદળ યુનાઈટેડને 1 બેઠક મળી હતી. ત્યારે નીતિશકુમાર એનડીએનો ભાગ નહોતા.

બદલાયા છે રાજકીય સમીકરણ

બદલાયા છે રાજકીય સમીકરણ

કેટલા રાજ્યોમાં 2014ની તુલનામાં રાજકીય સમીકરણો આખે આખા બદલાયા છે. દાખલા તરીકે પંજાબ અને મધ્યપ્રદેસમાં ભાજપ અને તેમના સાથી પક્ષોની સરકાર હતી. પરંતુ હવે ત્યાં કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસે એનડીએ અને ભાજપ પાસેથી સત્તા છીનવી છે. ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકાર બની છે. એટલે હવે અહીં ભાજપને 2-2 એન્ટીઈન્કમબન્સીનો ખતરો છે. બિહારમાં નીતિશકુમાર હવે ભાજપ સાતે છે, એટલે અહીં પણ ભાજપને એવી જ મુશ્કેલી પડી શકે છે.

યુપીમાં ભાજપને કેમ ડર લાગી રહ્યો છે?

યુપીમાં ભાજપને કેમ ડર લાગી રહ્યો છે?

ઉત્તર પ્રદેશની બીકીની તમામ 13 બેઠકો ગત ટર્મમાં ભાજપ અને તેના સહયોગી પક્ષ અપના દલે જીતી હતી. ભાજપે મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, ગાઝીપુર, બાંસગાવં, ઘોસી, સલેમપુર, બલિયા, ચંદોલી, વારણસી, રોબર્ટ્સ ગંજની બેઠક જીતી હતી. તો અપના દલ મિર્ઝાપુરમાં જીત્યું હતું. આમાંથી 8 બેઠકો પર બસપા, 3 પર સપા અને 1-1 બેઠક પર કોંગ્રેસ તેમ આમ આદમી પાર્ટી ચૂંટણી લડી હતી. હવે આ 11 બેઠકો પર ભાજપે આ વખતે મહાગઠબંધનના ઉમેદવારોનો સામનો કરવાનો છે, જે ભાજપની મુશ્કેલી વધારી શકે છે.

મધ્યપ્રદેશમાં પણ ભાજપ માટે મુશ્કેલી

મધ્યપ્રદેશમાં પણ ભાજપ માટે મુશ્કેલી

19મેના રોજ મધ્યપ્રદેશની દેવાસ, ઉજ્જૈન, મંદસૌ, ઝાબુઆ-રતલામ, ધાર, ઈન્દોર, ખરગોન અને ખંડવા બેઠક પર મતદાન થશે. 2014માં આ તમામે બેઠક ભાજપ જીત્યું હતું. આ બેઠકો માલવા-નિમાર વિસ્તારની છે, જ્યાં 2015માં ભાજપને પહેલો ઝટકો લાગ્યો હતો. 2015માં ભાજપ ઝાબુઆ-રતલામની પેટાચૂંટણી હારી હતી. 2013માં વિધાનસબા ચૂંટણીમાં ભાજપને અહીં 66માંથી 56 બેઠકો મળી હતી, પરંતુ 2018માં ભાજપને માત્ર 21 બેઠકો જમળી. જ્યારે કોંગ્રેસ 2013માં 9 બેઠક જીતી હતી જે આંક વધીને 2018માં 35 થયો છે. ખાસ વાત એ છે કે આ વિસ્તાર દેશના પોપ્યુલર મૂડને પણ જાહેર કરે છે. દાખલા તરીકે 2009માં જ્યારે કોંગ્રેસે અહીં આઠમાંથી 6 બેઠકો જીતી ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનાવી. 2014માં જ્યારે ભાજપે અહીં બધી જ બેઠકો જીતી, તો ભાજપે કેન્દરમાં પૂર્ણ બહુમતથી સરકાર બનાવી. જો કે ભાજપ આ વખતે એન્ટી ઈન્કમબન્સી ટાળવા પોતાના 5 સિટીંગ એમપીની ટિકિટ કાપી ચૂકી છે.

બિહારમાં બદલાઈ સ્થિતિ

બિહારમાં બદલાઈ સ્થિતિ

બિહારમાં જે 8 બેઠક પર ચૂંટણી થઈ રહી છે, તેમાંથી 5 ભાજપ જીત્યું હતું અને 1 જેડીયુ. ત્યારે ઉપેન્દ્ર કુશવાહાની RLSP ભાજપ સાથે અને જેડીયુએ એકલા ચૂંટણી લડી હતી. આજે જેડીયુ એનડીઓનો ભાગ છે. ત્યારે એનડીએ પોતાની બેઠકો જાળવે છે કે પછી સારું પ્રદર્શન કરે છે, તે જોવાનું રહેશે. કારણ કે છેલ્લા તબક્કામાં પટનાસાહિબ, પાટલિપુત્ર, આરા, જહાનાબાદ, કારાકાટ, બક્સર, સાસારામ, અને નાલંદા બેઠક માટે મતદાન થવાનું છે.

પશ્ચિમ બંગાળમાં પડકાર

પશ્ચિમ બંગાળમાં પડકાર

છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળની જે 9 બેઠકો પર મતદાન છે, તેને મમતાનો ગઢ કહી શકાય. ટીએમસીએ છેલ્લે આ તબક્કાની તમામ બેઠકો દમદમ, બારાસાત, બસીરહાટ, જયનગર, માથુરપુર, ડાયમંડ હાર્બર, જાદવપુર, કોલકાતા દક્ષિણ અને કોલકાતા ઉત્તરની બેઠકો જીતી હતી. હવે જોવાનું એ રહેશે કે ભાજપ અહીં 21 પ્લસ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે, તેમાં આમાંથી કેટલી બેઠકો સામેલ થશે.

પંજાબ અને ચંદીગઢની સ્થિતિ

પંજાબ અને ચંદીગઢની સ્થિતિ

2014માં એનડીએ પંજાબની 13માંથી 6 અને ચંદીગઢની બેઠક પર જીત્યું હતું. જ્યારે 4 બેઠકો કેજરીવાલની આમ આદમીને ફાળે ગઈ હતી. 2017માં અહીં કોંગ્રેસની સરકાર બની ગઈ. આ વખતે આમ આદમી પાર્ટી ખાસ ટક્કર નથી આપી રહી. ત્યારે એનડીઓનો સીધો મુકાબલો કોંગ્રેસ સાથે છે. પરિણામે એનડીએએ પોતાની બેઠકો બચાવવા મહેનત કરવી પડી શકે છે.

બાકી રાજ્યોમાં પણ લડાઈ નથી આસાન

બાકી રાજ્યોમાં પણ લડાઈ નથી આસાન

હિમાચલ પ્રદેશમાં ભાજપે 2014માં તમામ 4 બેઠકો જીતી હતી. ત્યારે ત્યાં કોંગ્રેસની સરકાર હતી. હવે અહીં ભાજપનીસ રકાર છે. ત્યારે ઉમેદવારો પર 2-2 એન્ટી ઈન્કમબન્સીનું ફેક્ટર કામ કરી શકે છે. ઝારખંડની જે 3 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે, તેમાંથી માત્ર 1 2014માં ભાજપ જીત્યું હતું. ત્યારે જોવાનું એ રહેશે કે આ રાજ્યોમાં ભાજપ પોતાની સરકારમાં સારું પ્રદર્શન કરી શકે છે કે નહીં.

English summary
these seats of may 19th will decide for modi s revival on may 23
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more