For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Womens Day: આ મહિલાઓને આજે રાષ્ટ્રપતિ આપશે નારી શક્તિ સન્માન, પીએમ મોદી પણ મુલાકાત લેશે

Womens Day: આ મહિલાઓને આજે રાષ્ટ્રપતિ આપશે નારી શક્તિ સન્માન, પીએમ મોદી પણ મુલાકાત લેશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે નવી દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ સ્થિત પોતાના સત્તાવાર આવાસે નારી શક્તિ પુરસ્કાર વિજેતા સાથે વાતચીત કરશે. આ દરમિયાન તેઓ સન્માનિત મહિલાઓની પ્રેરક કહાનીઓ પણ સાંભળશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વિટર હેન્ડલ નારી શક્તિ પુરસ્કારની વિજેતા મહિલાઓ સંભાળશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ખાસ બનાવવા માટે પીએમ મોદીએ ટ્વીટ કરતા કહ્યું હતું કે, આ મહિલા દિવસ પર હું મારાં સોશિયલ મીડિયા અકાઉન્ટ એવી મહિલાઓને સંભાળવા આપીશ જેમનું જીવન અને કાર્ય આપણને પ્રેરિત કરે છે. આનાથી તેમને લોકોને પ્રોત્સાહિત કરવામાં મદદ મળશે.

આમને નારી શક્તિ સન્માન મળશે

આમને નારી શક્તિ સન્માન મળશે

નારી શક્તિ પુરસ્કાર જીતનાર મહિલાઓમાં સામેલ છે, 104 વર્ષની ધાવિકા મન કૌર. આ ઉપરાંત અંજૂ રાની જૉય જે વિકલાંગ હોવા છતાં વર્લ્ડ રેકોર્ડ બનાવનાર છે. તેને પણ નારી શક્તિ સન્માન આપવામાં આવ્યું છે. અંજૂ રાની કેરળના કોચ્ચિની રહેવાસી છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે જાર લિફ્ટિંગ કરે છે. જણાવી દઈએ કે મહિલાઓ માટે આને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન માનવામાં આવે છે.

અંજૂ રાની જૉય પાસે વર્લ્ડ રેકોર્ડ છે

કેરળના કોચ્ચીની રહેવાસી અંજૂ રાની જૉય જે વ્હીલચેર પર રહેવા માટે મજબૂર છે પરંતુ તેમની પાસે જાર ઉઠાવવાનો વર્લ્ડ રેકોર્ડ છે. તેમણે કહ્યું, મને ખરાબ લાગ્યું કે હું સૌથી અલગ છું પરતું આમ છતાં મેં મારા ભવિષ્ય વિશે વિચાર્યું અને આવી રીતે જ ચીજો બદલવા લાગી. જાર ઉઠાવવી પહેલું પગલું હતું. મેં સાબિત કરી દીધું કે કંઈપણ અસંભવ નથી હોતું.

તેલંગાણાની બૂદેવીને પણ મળશે આ સન્માન

તેલંગાણાની ભૂદેવીને આજે રાષ્ટ્રપતિ નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કરશે. તેમણે આ સન્માન આદિવાસી ક્ષેત્રોમાં મહિલાઓની મદદ કરી તેમનામાં ઉદ્યમશીલતાનો વિકાસ કરવા માટે આપવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરની આરફા પણ સન્માનિત થશે

જમ્મૂ કાશ્મીરના શ્રીનગરની આરફા જાનને આજે રાષ્ટ્રપતિ રાજ્યના ખત્મ થતા શિલ્પના પુનરુદ્ધારમાં મહત્વની ભૂમિકા નિભાવવા માટે નારી શક્તિ પુરસ્કાર સન્માનિત કરશે. તેમણે કહ્યું, મારા પિતા અને પતિના સમર્થનના કારણે હું રૂઢિવાદી સમાજથી લડવા અને આ સ્તરે પહોંચવામાં સફળ રહી છું.

મન કૌરે આ કરિશ્મા કર્યો

કૌર 2017માં આકલેન્ડમાં વિશ્વ માસ્ટર્સ રમતમાં 100 મીટરની દોડ જીતી ચર્ચામાં આવી હતી. તેમના નામ પર કેટલાય રેકોર્ડ નોંધાયેલા છે. તેમણે પોલેન્ડમાં વિશ્વ માસ્ટર્સ એથલેટિક્સમાં ટ્રેક અને ફીલ્ડમાં ચાર સ્વર્ણ પદક જીત્યા હતા.

એવરેસ્ટ પર ચાર દિવસમાં બેવાર અંશુએ ચઢાઈ કરી

અંશુ જમસેનપા, ભારતની પહેલી મહિલા પર્વતારોહી છે જેમણે માઉન્ટ એવરેસ્ટ પર પાંચ દિવસમાં બે વાર ચઢાઈ કરી છે. તેમણે કહ્યું, શરૂઆતમાં મને કોઈનો સાથ નહોતો મળ્યો પરંતુ મારી મહેનતથી પરિવારને ધીરે-ધીરે મનાવી લીધો. તમારે ખુદમાં વિશ્વાસ કરવો પડશે અને સશક્ત થવા માટે આશ્વસ્ત રહે.

Womens Day 2020: પીએમ મોદીએ 7 મહિલાઓને સોંપ્યા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટWomens Day 2020: પીએમ મોદીએ 7 મહિલાઓને સોંપ્યા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ

English summary
These women of excellence honoured with Nari Shakti Puraskar by perisdent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X