Tractor Rally Row: કર્ણાટકના મંત્રીએ ખેડૂતોને કહ્યા આતંકવાદી, ભડકેલી કોંગ્રેસ પોલિસ સ્ટેશન પહોંચી
It didn't look like farmers' stir, they are disturbing elements like Khalisthanis: BC Patil. કૃષિ કાયદાના વિરોધમાં દિલ્લી બૉર્ડર પર છેલ્લા બે મહિનાથી અડ્ડો જમાવેલ ખેડૂતોએ ગણતંત્ર દિવસ પર શાંતિપૂર્ણ ટ્રેક્ટર પરેડનો વચન આપ્યુ હતુ પરંતુ બઘા વચનો ખોટા સાબિત થયા. ગણતંત્ર દિવસે જે રીતે દિલ્લીમાં પ્રદર્શનકારીઓએ વર્તન કર્યુ તે ખૂબ જ શરમજનક છે. પરેડના નામે થયેલ હિંસક પ્રદર્સન પર કર્ણાટકના મંત્રી બીસી પાટિલે ભડકીને કહ્યુ કે જે લોકો દિલ્લીમાં પોલિસ પર લાઠી વરસાવી રહ્યા હતા, ગાડીઓ તોડ-ફોડ કરી રહ્યા હતા તે ખેડૂતો નહિ પરંતુ આતંકવાદી છે.
દિલ્લીમાં જે કંઈ પણ થયુ તે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલુ કૃત્ય હતુ. આની પાછળ આતંકવાદી, ખાલિસ્તાની અને કોંગ્રેસ કાર્યકર્તા છે. તેમણે આગળ કહ્યુ કે પીએમ મોદીને નફરત કરનાર લોકોએ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા અને નિરાશ છે. ત્યારે તે આ રીતના કામોને અંજામ આપી રહ્યા છે. જેના પર કોંગ્રેસ ભડકી ગઈ અને તેના કાર્યકર્તાઓએ બીસી પાટિલ સામે બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પાટિલ ખેડૂતોનુ અપમાન કર્યુઃ કોંગ્રેસ
કોંગ્રેસે કહ્યુ કે પાટિલે ખેડૂતોના પ્રદર્શનનો ઉપહાસ કર્યો છે. તેમણે દેશના અન્નદાતાઓ ખાલિસ્તાની અને આતંકવાદી કહીને તેમનુ અપમાન કર્યુ છે. સાથે જ તેમની દેશભક્તિ પર પણ સવાલ ઉઠાવ્યા છે માટે તેમની સામે એક્શન જરૂર લેવી જોઈએ.
ખેડૂત પરેડ દરમિયાન થયેલી હિંસામાં 86 પોલિસકર્મી ઘાયલ
ઉલ્લેખનીય છે કે ખેડ઼ૂત પરેડ દરમિયાન થયેલી હિંસામાં 86 પોલિસકર્મી ઘાયલ થયા છે. બધા ઘાયલ પોલિસકર્મીઓને દિલ્લીની લોકનાયક જયપ્રકાશ (એલએનજેપી) હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઘણા પોલિસકર્મીઓને વધુ ઈજાઓ થઈ છે, તેમની સ્થિતિ ગંભીર છે. વળી, ટ્રેક્ટર પરેડ દરમિયાન દૂર્ઘટનામાં એક ખેડૂતનુ મોત થઈ ગયુ. મૃતકનુ નામ નવનીત સિંહ છે. 30 વર્ષીય નવનીત ઉત્તરાખંડના રહેવાસી હતા. દિલ્લીના અલગ અલગ વિસ્તારોમાં થયેલી હિંસા મામલે પોલિસ તરફથી કુલ 12 એફઆઈઆર નોંધવામાં આવી છે.
RBI Jobs 2021: ગ્રેડ B ઑફિસર્કસ માટે રિઝર્વ બેંકમા નોકરી નિકળી