• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

45માં સ્ક્વાડ્રન સાથે આઇએએફના ભાગ બનેલા તેજસની ખાસ વાતો જાણો

|

એવું લાગે છે કે ઇન્ડિયન એરફોર્સે (આઇએએફ) હવે ખાલી રેકોર્ડ પર રેકોર્ડ બનવાનું નક્કી કરી લીધુ છે. 25 જૂને ફાઇટર જેટ સુખોઇ સાથે સુપરસોનિક મિસાઇલ્સ બ્રહ્મોસે ઉડાન ભરી હતી અને તે પછી ઠીક 6 દિવસ પછી દેશમાં જ બનેલા લાઇટ કોમ્બેટ જેટ તેજસને પણ ત્રણ દાયકો પછી ઇન્ડિયન એરફોર્સમાં સામેલ કરી લેવામાં આવ્યું છે.

પહેલી જુલાઇ, શુક્રવારના રોજ બેંગ્લોરમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં તેજસના સ્ક્વાડ્રન જેને "ફ્લાઇંગ ડેગ્ન્સ" નામ આપવામાં આવ્યું છે તેને એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું છે. તેજસના બે વર્જન એસપી 1 અને એસપી 2ને ઇન્ડિયન એરફોર્સની 45મી સ્કવાડ્રનના રૂપમાં સામેલ કરવામાં આવ્યું છે.

તેજસની આ ચોથી પેઢી, હળવા મલ્ટી રોલ સુપરસોનિક સિંગલ એન્જિનવાળું ફાઇટર જેટ છે. જેને એરોનોટિકલ ડેવલોપમેન્ટ એજન્સી એડલે કે એડીએ અને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે એચએએલએ મળીને બનાવ્યું છે. આ ફાઇટર જેટ રશિયન ફાઇટર જેટ મિગ-21ની જગ્યા લેશે. ત્યારે આ વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

1986માં આઇડિયા

1986માં આઇડિયા

વર્ષ 1969માં ભારત સરકારે પ્રસ્તાવ રાખ્યો હતો કે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે એચએએલ ભારતના અન્ય એક એરક્રાફ્ટ મારુતની જેમ એરક્રાફ્ટ ડિઝાઇન કરીને ડેવલપ કરે.

સરકારે સોંપી જવાબદારી

સરકારે સોંપી જવાબદારી

જે બાદ 1983માં મિગ-21ને રિપ્લેસ કરવા માટે અને વિકસિટ કોમ્બેટ જેટની જરૂરિયાતને જોતા સરકારે એડીએ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીને આની જવાબદારી સોંપી.

અટલ બિહારી વાજપાઇએ આપ્યું નામ

અટલ બિહારી વાજપાઇએ આપ્યું નામ

એલસીએ એટલે કે લાઇટ કોમ્બેટ જેટ પ્રોગામ હેઠળ સિંગલ સીટર હળવું ફાઇટર જેટ વિકસાવાનો પ્લાન હતો. આ એરક્રાફ્ટનું નિર્માણકાર્ય ખુબ જ મુશ્કેલીથી ભરેલું હતું. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ તેને "તેજસ" નામ આપ્યું હતું. જેનો અર્થ થાય છે ચમકદાર.

શરૂઆત

શરૂઆત

ડીઆરડીઓ અને તેની સાથી એજન્સીઓએ તેજસના ચાર વર્જન ડેવલપ કરવામાં વ્યસ્ત હતી. આ ચાર વર્જનમાં ઇન્ડિયન એરફોર્સ માટે એલસીએ, એરફોર્સ માટે ટ્રેનર એલસીએ, ઇન્ડિયન નેવી માટે એલસીએ અને નેવી ટ્રેનર માટે એલસીએ બનાવાનું હતું. સાથે જ એરક્રાફ્ટના ટેસ્ટિંગ માટે ગોવામાં ટેસ્ટિંગ ફેસેલિટી આપવામાં આવી.

રડારથી બચી શકે છે તેજસ

રડારથી બચી શકે છે તેજસ

આજે કોઇ પણ ફાઇટર જેટને ડેવલપ કરવા માટે સ્ટેલ્થ મહત્વનો પોઇન્ટ હોય છે. જેના લીધે કરીને કોઇ પણ એરક્રાફ્ટ રડાર ક્રોસ સેક્શન એટલે કે આરસીએસ સૌથી ઓછામાં ઓછું હોય છે. તેજસના આ માટે કરીને ખાસ ફિચર આપવામાં આવ્યો હતો. જેથી તે જ્યારે દુશ્મનો પર અટેક કરે ત્યારે તેમના રડારને તેની ખબર શુદ્ધા પણ ના રહે.

ડિઝાઇન તેની ખાસિયત

ડિઝાઇન તેની ખાસિયત

તેજસને ડેલ્ટા વિંગ કનફિગરેશનની સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જે તેના ત્રિકોણીય ડિઝાઇનને દર્શાવે છે. આ ડિઝાઇન જ તેને સ્પીડ પણ આપે છે અને સ્થિરતા પણ. વળી તેજન કોઇ પણ દિશામાં સરળતાથી વળી શકે છે. જે તેને અન્ય ફાઇટર જેટ કરતા ખાસ બનાવે છે.

આઠ હાઇ વેપન પોઇન્ટ્સ

આઠ હાઇ વેપન પોઇન્ટ્સ

તેજસ પાસે આઠ વેપંસ હાર્ડ પોઇન્ટ્સ જે. ત્રણ દરેક વીંગની નીચે, એક સેન્ટ્રલ બોડીની નીચે અને એક એરક્રાફ્ટની ડાબી બાજું. જેના કારણ કે તેજસ મોટા પ્રમાણમાં હથિયારો તેની સાથે લઇ જઇ શકે છે.

મિસાઇલ્સથી લઇને બોમ્બ સુધી

મિસાઇલ્સથી લઇને બોમ્બ સુધી

તેજસ તેની સાથે મધ્યમ હથિયારોમાં લઇ જઇ શકે છે જેને તે હવાથી હવામાં મારી શકે છે. જે તેની ખાસિયત છે. તે હવાથી જમીન પર પણ હથિયારો મારી શકે છે. તે મિસાઇલ્સ, ગ્રાઇડેડ હથિયાર, એન્ટી-શિપ મિસાઇલ્સ, ક્લસ્ટર બોમ્બ અને અનગાઇડેડ મિસાઇલ પોતાની સાથે લઇ જઇ શકે છે. તે આઠ ટન સુધીના હથિયારો ઉપાડી શકે છે. અને 23 એમએમની ટ્વિન બેરેલ ગનથી તે 220 ગોળીના રાઉન્ડ પણ મારી શકે છે.

તેજસની હજી સુધી કોઇ ક્રેશ નથી

તેજસની હજી સુધી કોઇ ક્રેશ નથી

જાન્યુઆરી 2001થી અત્યાર સુધી તેજસે લગભગ 3100 ટેસ્ટ ફ્લાઇટ્સ લીધી છે. અને આટલી ટેસ્ટ ફ્લાઇટ્સ લીધા બાદ પણ ના કદી કોઇ અકસ્માત થયો છે ના કોઇ ક્રેશ. જે સંપૂર્ણ પણે ભારતીય વિમાન માટે મોટી વાત છે.

English summary
Things you should know about first India indigenous fighter Jet Tejas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X