For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાંચી વનડેઃ ભારત સામે 156 રનનો લક્ષ્યાંક

By Super
|
Google Oneindia Gujarati News

cook
રાંચી, 19 જાન્યુઆરીઃ રાંચી ખાતે ભારતીય બોલર્સના સપાટાના કારણે ઇંગ્લેન્ડ માત્ર 155 રનમાં ઓલ આઉટ થઇ ગયું છે. ભારત સામે 156 રનનો લક્ષ્યાંક આવ્યો છે. ભારત તરફથી સર્વાધિક વિકેટ જાડેજાએ લીધી છે. તેણે ત્રણ વિકેટ ઝડપી છે. અન્ય બોલર્સની વાત કરીએ તો શર્મા અને અશ્વિને 2-2, ભુવનેશ્વર કુમાર, અહેમદ અને સુરેશ રૈનાએ 1-1 વિકેટ ઝડપી છે. ઇંગ્લેન્ડ તરફથી સર્વાધિક રન રૂટે ફટકાર્યા છે. તેણે 39 રન બનાવ્યા હતા.

અપડેટ 2.48 pm
ભારતીય બોલર્સનો સપાટો

રાંચીમાં ભારતીય બોલર્સ દ્વારા સપાટો બોલાવવામાં આવતા ઇંગ્લેન્ડના 8 ખેલાડીઓ 148 રનના સ્કોર પર પેવેલિયન ભેગા થઇ ગયા છે. ઇંગ્લેન્ડની ચોથી વિકેટ મોર્ગનના રૂપમાં પડી હતી. તેણે 10 રન બનાવ્યા હતા. તે અશ્વિનની ઓવરમાં યુવરાજના હાથે કેચઆઉટ થયો હતો. પાંચમી વિકેટ કેઇસ્વેટરના રૂપમાં પડી હતી, તે 0 રન પર જાડેજાનો શિકાર બન્યો હતો, છઠ્ઠી વિકેટ પટેલ અને સાતમી વિકેટ રૂટના રૂપમાં પડી હતી. પટેલને જાડેજાએ 0 રન પર એલબી આઉટ કર્યો હતો, જ્યારે રૂટ 39 રન પર ઇશાંત શર્માનો શિકાર બન્યો હતો. આઠમી વિકેટ બ્રેસનનના રૂપમાં પડી હતી તે 25 રન પર અશ્વિનનો શિકાર બન્યો હતો.

અપડેટ 1.13 pm
ઇંગ્લેન્ડની ત્રણ વિકેટ પડી

રાંચી ખાતેની વનડેમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય ભારતે કર્યો છે. ભારત તરફથી મળેલા બેટિંગના આમંત્રણ બાદ ઇંગ્લેન્ડની એક વિકેટ પડી ગઇ છે. એલીસ્ટર કૂક 17 રન બનાવી સમી અહેમદનો શિકાર બન્યો હતો. ઇંગ્લેન્ડની પ્રથણ વિકેટ 28 રન પર પડી હતી. ઇંગ્લેન્ડની બીજી વિકેટ પીટરસનના રૂપમાં અને ત્રીજી વિકેટ બેલના રૂપમાં પડી છે. પીટરસન 17 રન પર ઇશાંત શર્માનો અને બેલ 25 રન પર ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો છે. 15 ઓવરના અંતે ઇંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવીને 68 રન બનાવી લીધા છે.

અપડેટ 11.17 pm
ધોની સરસાઇ મેળવવા આતુર

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ રાંચીમાં રમાવાની છે. પાંચ મેચની શ્રેણીમાં હાલ બન્ને ટીમે એક-એક મેચ જીતી છે અને તેવામાં ધોની પોતાના ઘર આંગણે મેચ જીતીને સરસાઇ મેળવવામાં કોઇ કસર છોડશે નહીં. રાંચીમાં પહેલો આંતરરાષ્ટ્રીય મુકાબલો રમાવા જઇ રહ્યો છે અને મેચ ક્યૂરેટરની માનો તો વિકેટ બેટ્સમેનો માટે મદદરૂપ છે. સુકાની ધોનીને સામાન્ય ઇજા છે, પરંતુ સુકાની મેચ રમશે તેવી પ્રબળ સંભાવનાઓ છે.

કોચીમાં ધમાકેદાર વિજય મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાનો જુસ્સો બમણો થયો છે, પરંતુ પ્રથમ ત્રણ બેટ્સમેનો દ્વારા કોઇ લાંબી ઇનિંગ રમવામા નહીં આવતા ટીમ મેનેજમેન્ટ ચિંતિત છે, કોચીમાં મુંબઇના બેટ્સમેન આજિંક્ય રહાણેએ 14 બોલમાં ચાર રન અને દિલ્હીના ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે 13 બોલમાં 8 રન બનાવ્યા હતા. આ ઉપરાંત વિરાટ કોહલી 37 અને યુવરાજ સિંહ 32 રન બનાવ્યા પરંતુ તેઓ સારી શરૂઆતને મોટી ઇનિંગમાં બદલી શક્યા નહોતા. તેવામાં સવાલ એ છે કે જો રાંચીમાં પણ આ જ ટ્રેન્ડ રહ્યો હતો, શું આ ચારમાંથી કોઇ એકના સ્થાને ચેતેશ્વર પુજારાને સ્થાન ના આપી શકાય. બીજી તરફ બોલિંગની વાત કરીએ તો ભુવનેશ્વર કુમાર, સમી અહેમદ, ઇશાંત શર્મા અને આર અશ્વિને સારું પ્રદર્શન કર્યું છે અને રવિન્દ્ર જાડેજા પાંચમા બોલરની ભૂમિકા શાનદાર રીતે નિભાવી રહ્યો છે.

બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમમાં કૂક, બેલ અને પિટરસન જોરદાર ફોર્મમાં છે, પરંતુ મિડલ ઓર્ડરે પોતાને ભારતીય માહોલમાં સેટ કરવું પડશે. જ્યાં જાડેજાએ કોચીમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું ત્યાં સમિત પટેલ ઇંગ્લેન્ડની આશાઓ પર ખરો ઉતર્યો નહોતો.

English summary
Third ODI between India and England at Ranchi, the Home ground of Dhoni.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X