For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ તો સેમીફાઇનલ છે, મોદી બનશે વડાપ્રધાન: રાજે

|
Google Oneindia Gujarati News

જયપુર, 8 ડિસેમ્બર: રાજસ્થાનના મુખ્યમંત્રી પદની દાવેદાર ભાજપ પ્રદેશ અધ્યક્ષ વસુંધરા રાજેએ ભાજપને મળી રહેલી બહુમતી પર રવિવારે જણાવ્યું કે લોકો રાજસ્થાન સરકારથી કંટાળી ગઇ હતી, અને તે પાર્ટીની જીતને કાર્યકર્તાઓને સમર્પિત કરે છે.

વસુંધરા રાજેએ પત્રકારોને જણાવ્યું કે 'જનતા રાજસ્થાન સરકારથી કંટાળી ગઇ હતી, હું પાર્ટીની જીતને કાર્યકર્તાઓને સમર્પિત કરું છું.' તેમણે જણાવ્યું કે આ તો સેમીફાઇનલ છે, ફાઇનલ હવે બસ થોડા જ મહિનાઓમાં થશે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે ચારેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, જેમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ આગળ ચાલી રહી છે. આ બંને રાજ્યોમાં મોદીના પ્રચારની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. મોદીએ ફોન કરીને વસુંધરા રાજે અને શિવરાજ સિંહને શુભેચ્છા પણ પાઠવી છે.

raje
અન્ય રાજ્યોની વાત કરીએ તો મધ્ય પ્રદેશમાં ભાજપ ફરી સરકાર બનાવતું દેખાઇ રહ્યું છે, જ્યારે છત્તીસગઢમાં કોંગ્રેસ અને ભાજપની વચ્ચે અણીનો ખેલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક રીતે પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. દિલ્હીમાં પણ ભાજપ બહુમતી મેળવતું દેખાઇ રહ્યું છે. આ પરિણામ પરથી એવું કહી શકાય કે પહેલી જ વાર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી 21 બેઠકો મેળવતી દેખાઇ રહી છે, ભલે તે સત્તામાં નથી આવી રહી પરંતુ જીત તો આપની જ કહેવાઇ રહી છે. વિરોધી પાર્ટીઓએ પણ અરવિંદ કેજરીવાલને માની ગયા અને તેમને અભિનંદન આપી રહ્યા છે.

English summary
This is semifinal, Narendra Modi will become Prime Minister in final lok sabha election said Vashundhara Raje.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X