62 મહિલાઓ સાથે કર્યા લગ્ન અને બનાવી દીધી બ્લૂ ફિલ્મ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    પટણા, 3 જૂન: જ્યારે હૈવાનિયત માથા પર સવાર થઇ જાય તો શું સંબંધો અને શું પરંપરા. બિહારના વૈશાલી જિલ્લામાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે, જેણે 62 મહિલાઓ સાથે લગ્ન કર્યા અને તેમનામાંથી ઘણી મહિલાઓની બ્લૂ ફિલ્મ બનાવીને તેનો ધંધો કર્યો.

    ધરપકડ થયા બાદ સોમવારે પોલીસ સ્ટેશન પહોંચેલી બે ડજન મહિલાઓએ તેમની ઓળખ આરોપીની પત્ની તરીકે આપી. પૂછપરછમાં યુવકે જણાવ્યું કે તેણે અત્યાર સુધી 62 મહીલાઓ સાથે લગ્ન કર્યા છે. તેના મોબાઇલમાં રાજકુમાર રાય ઉર્ફ મોહંમદ નિઝામ ઉર્ફ મોહંમદ સિઝામ નામથી પત્નીઓની ભાળ મળી.

    marriage
    આરોપી યુવક લોકોને પોતાનું કાર્યક્ષેત્ર સમસ્તીપુરથી સહરસાની વચ્ચે જણાવતો હતો. તે ટીટીઇના ડ્રેસમાં ટ્રેનમાં મુસાફરી કરતો હતો. યાત્રા દરમિયાન તે મહિલાઓને પોતાના પ્રેમજાળમાં ફસાવતો હતો. 15થી 35 વર્ષની ઉંમરની તેની ઘણી પત્નીઓ છે.

    પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું કે કેટલાંક દિવસો સુધી તે નવી-નવેલી પત્ની સાથે રહેતો હતો અને આ દરમિયાન તે તેની અશ્લિલ ફિલ્મ બનાવતો હતો. આવી ઘણી બધી અશ્લિલ સીડીઓ પોલીસને તેના કબ્જામાંથી મળી છે. અત્રે નોંધનીય છે કે જિલ્લાના બલિગાંવ પોલીસ સ્ટેશનના બહાઉદ્દીનપુર કાબા ગામથી 14 વર્ષીય કિશોરી ગુમ થઇ હતી. તપાસ દરમિયાન જ્યારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે જઇને આ વાસ્તવિકતા સામે આવી.

    English summary
    This man did marriage with 62 girls and made their blue films.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more