• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IAS ધારે તો બદલી શકે છે ભારતનું ચિત્ર, આ રહ્યું ઉદાહરણ

|

તમેંગલાંગ, 4 એપ્રિલઃ બ્યુઅરક્રેટ્સને મણિપુરના તૌસેમમાં તૈનાત સબ ડિવીજનલ મજિસ્ટ્રેટ(એસડીએમ) પાસેથી બોધપાઠ લેવો જોઇએ. ભારતના સૌથી પછાત ક્ષેત્રોમાં ગણાતા મણિપુરમાં તૌસેમ પ્રખંડના રહેવાસીઓના ચહેરા પર હવે પરેશાનીઓની લકીરોના સ્થાને સ્મિત જોવા મળી રહી છે. પરિવર્તનની મિશાલ બનેલા એસડીએમ આર્મસ્ટ્રોંગ પેમના કાર્યોના કારણે આ સંભવ બન્યું છે.

આર્મસ્ટ્રોંગે અહીંના રહેવાસીઓની સૌથી મહત્વની જરૂરિયાત મોટર-કાર્સને દોડવા લાયક માર્ગો પોતાના વ્યક્તિગત પ્રયાસોની મદદથી ઉપલબ્ધ કરાવ્યા છે. સરકારી સહાયતા વગર ફેબ્રુઆરીમાં 100 કીમી લાંબો 'પીપલ્સ રોડ' લોકોને સમર્પિત કરી ચૂકેલા આર્મસ્ટ્રોંગને લોકો 'ચમત્કારી પુરુષ' માને છે. તૌસેમના એસડીએમ 28 વર્ષીય આર્મસ્ટ્રોંગ પેમ મૂળ તમેંગલાંગ જિલ્લાના છે, જે નાગાલેન્ડના જેમે જનજાતિમાંથી આવનારા પહેલા આઇએએસ અધિકારી છે.

વર્ષ 2009ની બેન્ચના આઇએએસ આર્મસ્ટ્રોંગ અનુસાર, તૌસેમથી 50 કિમી દૂર તમેંગલાંગ આવવા માટે લોકોને નદીઓ પાર કરવી પડતી હતી. કલાકો પગપાળા ચાલવું પડતું હતું. લોકોની પરેશાની તેઓ જોઇ શક્યા નહીં. પેમએ જણાવ્યું કે, આઇએએસની પરીક્ષા આપ્યા બાદ, હું થોડાક સમય માટે તમેંગલાંગ આવ્યો. મે મારા બાળપણમાં અહીંની કઠણાઇઓને જોઇ હતી, તેથી મે મણિપુરના 31 ગામોને પગપાળા ફરવાનો અને ત્યાંના લોકોના જીવનને જાણવાનો નિર્ણય કર્યો, જેથી તેમની પરેશાનીઓને સમજી શકું.

તેમણે જણાવ્યું કે, વર્ષ 2012માં હું તૌસેમનો એસડીએમ બન્યો. મે ઘણા ગામોનો પ્રવાસ કર્યો અને જોયું કે લોકો ચોખાની ગુણો પોતાની પીઠ પર નાંખીને લઇ જતા હતા. કલાકો પગપાળા ચાલતા હતા અને બીમાર લોકોને વાંસમાંથી બનાવાયેલા સ્ટ્રેચર પર નાંખીને લઇ જવામાં આવતા હતા અને આ બધું મોટર દોડી શકે તેવા રસ્તાઓ નહીં હોવાના કારણે થયું હતું. જ્યારે મે ગ્રામીણોને પૂછ્યું કે તેઓ શું ઇચ્છે છે, તો તેમની એકમાત્ર ઇચ્છા સારા માર્ગની હતી.

આર્મસ્ટ્રોંગે જણાવ્યા પ્રમાણે તેમણે પૈસા એકઠા કરવા માટે સરકારનો સંપર્ક કર્યો પરંતુ સંસાધનોના અભાવમાં તેમણે નિરાશ થવું પડ્યું. તેમણે કહ્યું કે, પરંતુ હું વાસ્તવમાં ગ્રામીણોની પરેશાનીથી વ્યથિત હતો, તેથી મે ઓગસ્ટ 2012માં સોશિયલ સાઇટ ફેસબૂક થકી પૈસા એકઠાં કરવાનું નક્કી કર્યું. જનકલ્યાણ હેતુ પૈસા એકઠાં કરવાનું કાર્ય મારા ઘરથી શરૂ કર્યું. મે પાંચ લાખ રૂપિયા આપ્યા અને દિલ્હી વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક મારા ભાઇએ એક લાખ રૂપિયા આપ્યા. એટલું જ નહીં પરંતુ મારા માતાએ પણ પિતાના એક મહિનાના પેન્શનના પાંચ હજાર રૂપિયા દાન કર્યા.

આર્મસ્ટ્રોંગે જણાવ્યું કે, એક રાત્રે એમેરિકનવાસી એક નાગરિકે 2500 ડોલર માર્ગ નિર્માણ માટે આપવાની ઇચ્છા વ્યક્ત કરી. બીજા દિવસે ન્યૂયોર્કમાં રહેતા એક સજ્જન સિખ નાગરીકે કહ્યું કે તે 3 હજાર ડોલર આપશે. આ રીતે બહું ટૂંકા ગાળામાં અમે માર્ગ નિર્માણ માટે 40 લાખ રૂપિયા એકઠાં કરી લીધા. આ ઉપરાંત સ્થાનીક ઠેકેદારો અને લોકોને પણ યથાયોગ્ય મદદ કરવા માટે જણાવવામાં આવ્યું. તેમને પુછવામાં આવ્યું કે તેમનું હવે પછીનું પગલું શું છે તો તેમણે કહ્યું કે, કરવા માટે તો ઘણી બધી બાબતો છે, તેમાંથી એક માર્ગને વધુ 10 કિમી વધારવાનો છે.

તેમણે સ્મિત સાથે જણાવ્યું કે, પરંતુ મારી માતા કહે છે કે માર્ગ બનાવવાનું બંધ કર અને પહેલા પોતાનું ઘર બનાવ. સ્થાનિક ખેડૂત જિંગક્યૂલકે કહ્યું કે, અમારા સંતરા માર્ગના અભાવથી સડી જતા હતા પરંતુ પીપલ્સ રોડે અમને પૈસા કમાવવાની તક આપી છે. તોસેમના રહેવાસી ઇરમ કહે છે કે, તે એક ઘણા જ ઉદાર હૃદય ધરાવતા અધિકરી છે, મને લાગે છે તેમના જેવા આઇએએસ અધિકારી ભવિષ્યમાં મળવા ઘણા જ મુશ્કેલ છે.

English summary
He is a harbinger of change and has brought joy to the people of Tousem, a Manipur subdivision considered one of India's most backward, by giving them what they needed most - a motorable road that connects them to the outside world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X