રેલવે મુસાફરી દરમિયાન તમારી આ ભૂલને કારણે થઇ શકે છે 3 વર્ષ સુધીની જેલ
નવી દિલ્હી : ભારતીય રેલવે દ્વારા મુસાફરોને ચેતવણી આપવામાં આવી છે. રેલવેએ ટ્રેનમાં મુસાફરી કરતા કરોડો મુસાફરોને ચેતવણી આપી છે કે, જો તેમને મુસાફરી દરમિયાન કેટલીક ભૂલો કરશે, તો તેમની ભૂલ તેમને મુશ્કેલીમાં મૂકી શકે છે. રેલવે વિભાગે સમય-સમય પર ટ્વિટ કરીને મુસાફરોને ચેતવ્યા છે.
ट्रेन में बिना किसी कारण अलार्म चैन पुलिंग करना एक दंडनीय अपराध है ।
— Ministry of Railways (@RailMinIndia) August 19, 2021
यात्रियों से अनुरोध है चैन पुलिंग तभी करें जब आवश्यक हो । pic.twitter.com/7RtkuJ1iFi
રેલવે વિભાગે એક જાહેરનામું બહાર પાડતા કહ્યું છે કે, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. એક નાની ભૂલ મુસાફરોને જેલમાં ધકેલી શકે છે. રેલવે વિભાગ તમને આ સંદર્ભમાં રેલવે વેબસાઇટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અને વિવિધ જાહેર માહિતી દ્વારા માહિતી પૂરી પાડી રહી છે.
મુસાફરી કરતા સમયે આ ભૂલ ન કરો
રેલવે વિભાગે તેના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. વેસિટ સેન્ટ્રલ રેલવેએ ટ્વીટ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, મુસાફરો મુસાફરી દરમિયાન કોઈ પણ પ્રકારની જ્વલનશીલ સામગ્રી સાથે ન લઈ જાય. મુસાફરોએ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કેરોસીન, પેટ્રોલ, ફટાકડા અને ગેસ સિલિન્ડર વગેરે જેવા જ્વલનશીલ પદાર્થો સાથે ન રાખવા જોઇએ અને આ પદાર્થોની પરવાનગી પણ આપવી જોઈએ નહીં.
આમ કરવું એ સજાપાત્ર ગુનો છે. ટ્રેનમાં આગના અકસ્માતોને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. લોકોને સમયાંતરે આ વિશે જાણ કરવામાં આવે છે.

3 વર્ષ જેલની સજા થશે
ભારતીય રેલવે વિભાગે કહ્યું છે કે, જો મુસાફર મુસાફરી દરમિયાન તેની સાથે કોઈ જ્વલનશીલ પદાર્થ લઈ જાય છે, તો રેલવે અધિનિયમ 1989ની કલમ 164 હેઠળ તેને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા દંડની સજા અથવા બંને સાથે થઈ શકે છે. રેલવેએ મુસાફરોને કેરોસીન, ચૂલા, પેટ્રોલ, ગેસ સિલિન્ડર, માચીસ, ફટાકડા, સૂકા ઘાસ અથવા મુસાફરી દરમિયાન આગ ફેલાવવામાં મદદ કરતી કોઈપણ વસ્તુનો ઉપયોગ કરવા પર સખત પ્રતિબંધ મૂક્યો છે.
ટ્રેનમાં અથવા રેલવે પરિસરમાં ધૂમ્રપાન પણ મુસાફરી દરમિયાન પ્રતિબંધિત છે. જો આમ કરતા પકડાય તો તેને 3 વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને થઈ શકે છે.
બિનજરૂરી રીતે સાંકળ ખેંચવા બદલ સજા થશે
મુસાફરીને સલામત અને આરામદાયક બનાવવા માટે ભારતીય રેલવેએ ઘણા ફેરફારો કર્યા છે. ટ્રેનમાં ઇમરજન્સી માટે દરેક ડબ્બામાં ચેઇન હોય છે, જેને ખેંચીને તમે ઇમરજન્સીની માહિતી ટ્રેનના ડ્રાઇવર અને ગાર્ડ સુધી પહોંચાડી શકો છો.
ट्रेन में यात्रा के दौरान ज्वलनशील पदार्थ जैसे मिट्टी का तेल , पेट्रोल, पटाखे एवं गैस सिलेंडर इत्यादि ज्वलनशील सामग्री न स्वयं लेकर चलें और न ही किसी को ले जाने दें यह एक दंडनीय अपराध है l @BhopalDivision @drmkota pic.twitter.com/QtzOxlJIp2
— West Central Railway (@wc_railway) March 30, 2021
આ સાંકળ માત્ર કટોકટી માટે છે, પરંતુ જો તમે કોઈ કારણ વગર એલાર્મ ચેન ખેંચો તો તે શિક્ષાપાત્ર ગુનો છે, જેના કારણે તમને જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.