• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એવું વૃક્ષ જેની નીચે બેસતાં જ જીત જશો ચૂંટણી

|
Google Oneindia Gujarati News
ગડગ, 25 એપ્રિલઃ કર્ણાટકમાં પાંચ મેથી થનારી વિધાનસભાની ચૂંટણી માટે ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે, સાથે જ શિરાહટ્ટી અને રોન ઉમેદવારી ક્ષેત્રોના ઉમેદવારોએ આંબલીના એ પ્રસિદ્ધ વૃક્ષ માટે લાઇન લગાવવાની શરૂ કરી દીધી છે, જેને લઇને એવી માન્યતા છે કે તેની નીચે બેસનાર ઉમેદવાર વિજયી થાય છે.

ગડગ જિલ્લાના મુન્ડાર્ગી તાલુકાના હેમારેડ્ડી નજીક સ્થિત આ આંબલીના વૃક્ષ અંગે માન્યતા છેકે, તેની નીચે બેસીને ગ્રામસભાને સંબોધિત કરનાર ઉમેદવારને હારનો સ્વાદ ચાખવો પડતો નથી. આ માન્યતાના કારણે ગ્રામ પંચાયતથી લઇને વિધાનસભા સુધીની દરેક ચૂંટણીમાં ઉતરનાર દરેક ઉમેદવાર આ વૃક્ષ પાસે જરૂર આવે છે.

એમએલએ કાટ્ટેના નામથી પ્રસિદ્ધ આ વૃક્ષની ચારેકોર પથ્થરોનું આસન બનેલું છે. આ માન્યતા ત્યારથી શરૂ થઇ જ્યારે કાલકેરી ગામના એસએસ પાટિલે જનતા દળની ટિકિટથી 1994માં વિધાનસભા ચૂંટણી લડી અને જીત હાંસલ કરી હતી.

પાટિલ ચૂંટણી પ્રચાર દરમિયાન આ વૃક્ષ નીચે બેસીને ગ્રામીણોની સમસ્યાઓ સાંભળ્યા કરતા હતા અને આ જ મંચ પરથી સાર્વજનિક સભાઓને પણ સંબોધિત કરતા હતા. પાટિલે માત્ર ચૂંટણી નહોતી જીતી પરંતુ ત્રણ ચૂંટણીઓ સુધી પોતાની સફળતા કાયમ રાખી હતી.

ત્યાર બાદ આ વૃક્ષ નીટે બેસીને ગ્રામીણોને સંબોધિત કરનારા વાઇ એન ગૌડા, વીરપક્ષ ગૌડા, રવીનદ્ર ઉપ્પિનબેતાગિરિ અને અન્ય નેતાઓએ સ્થાનિક ચૂંટણીમાં જીત નોંધાવી હતી. ત્યારથી ઉમેદવાદ ગ્રામીણોને સંબોધિત કરવા માટે આ વૃક્ષના મંચનો ઉપયોગ કરે છે.

શિરહટ્ટીથી કોંગ્રેસના ઉમેદવાર રામકૃષ્ણ ડોડ્ડામણીએ કહ્યું કે હું ટીએમસી ચૂંટણી પહેલા આ વૃક્ષ પાસે આવ્યો હતો અને મને વિજય મળ્યો હતો. હવે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અહીં એ આશા સાથે અવારનવાર આવું છું કે વૃક્ષ મને આશિર્વાદ આપશે અને હું જીત મેળવીશ.

English summary
With just 10 days to go for the May 5 assembly polls, candidates in Shirahatti and Ron constituencies in North Karnataka are seen making a beeline for a tamarind tree considered by many to be a lucky charm as lore has it that none who spend time under it has lost.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X