હિંદુ કલ્યાણ મહાસભાઃ વેલેન્ટાઈન ડે પર લગ્ન કરનારને મળશે 51 હજારનું ઈનામ
હિંદુ કલ્યાણ મહાસભાના આગ્રા યુનિટે આ વેલેન્ટાઈન ડે પર પોતાના નવા પ્લાનની ઘોષણા કરી છે. આ દિવસ હંમેશાથી પાર્કોમાં બેસતા પ્રેમી જોડાને દોડાવનાર આ સંગઠને પોતાની ઘોષણામાં આ દિવસે લગ્ન કરનાર જોડાને 51 હજાર રૂપિયા આપવાની વાત કહી છે જેમાં છોકરો હિંદુ હોય અને છોકરી મુસ્લિમ. તમને જણાવી દઈએ કે અમુક હિંદુ સંગઠન હંમેશાથી વેલેન્ટાઈન ડેનો વિરોધ કરતા રહ્યા છે.

હિંદુ કલ્યાણ મહાસભાએ કર્યુ આ એલાન
હિંદુ કલ્યાણ મહાસભાના સંયોજક સંજય જાટે કહ્યુ કે, ‘અમારી દક્ષિણપંથી સંસ્થા હંમેશાથી વેલેન્ટાઈન ડેના દિવસે એ હિંદુ છોકરીઓને બચાવવાની કોશિશ કરે છે જે બીજા સમાજના છોકરાઓ દ્વારા પ્રેમના નામે ઠગવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે અમે નક્કી કર્યુ છે કે અમે આ દિવસે લગ્ન કરનાર જોડાઓને 51 હજાર રૂપિયાનું ઈનામ આપીશુ. શરત એ છે કે આ લગ્નમાં છોકરો હિંદુ હોય અને છોકરી મુસ્લિમ.'

‘વેલેન્ટાઈન ડે પર નહિ કરીએ કોઈ હિંસા'
સંજય જાટે કહ્યુ કે, ‘આ વર્ષના વેલેન્ટાઈન ડે માટે અમે નક્કી કર્યુ છે કે અમે કોઈ પ્રકારની હિંસામાં શામેલ થઈશુ નહિ. જ્યારે આ વખતે અમે એ હિંદુ છોકરીઓને સુરક્ષિત કરવા માટે પલટવાર કરીશુ જેમને પ્રેમના નામે અન્ય સમાજના છોકરાઓ દ્વારા ઠગવામાં આવી. આ છોકરાઓએ હાથમાં કલાવા બાંધીને હિંદુ હોવાનુ નાટક કર્યુ અને માસુમ છોકરીઓને ઠગી.'

દર વર્ષે વેલેન્ટાઈન ડે પર બબાલ કરતા રહે છે હિંદુ સંગઠન
દર વર્ષે વેલેન્ટાઈન ડે પર અમુક ગણ્યા ગાંઠ્યા હિંદુ સંગઠન બબાલ કરતા રહે છે. ક્યારેક પાર્કોમાં જઈને પ્રેમી જોડાઓ સાથે મારપીટ તો ક્યારેક મોઢા પર કાળી શાહી લગાવે છે. ઘણા કેસોમાં તો પ્રેમી જોડાઓના લગ્ન પણ કરાવી દીધા. બજરંગ દળ જેવા સંગઠન આવા સમયમાં ઘણા સક્રિય થઈ જાય છે અને ચારે તરફ તેમનો ખોફ રહે છે.
આ પણ વાંચોઃ રાફેલ ડીલના બે સપ્તાહ પહેલા અનિલ અંબાણી મળ્યા હતા ફ્રાંસના સંરક્ષણ અધિકારીઓને