• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PM મોદીએ હટાવ્યો સસ્પેન્સ પરથી પડદો, સોશિયલ મીડિયા છોડવા અંગે આપી માહિતી

|

સોશિયલ મીડિયા છોડવાના એલાન બાદ પીએમ મોદીનુ પહેલુ ટ્વિટ આવ્યુ છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને એ એલાન કર્યુ છે કે મહિલા દિનના દિવસે તે પ્રેરણા આપતી મહિલાઓને ટ્વિટક અકાઉન્ટ સમર્પિત કરશે. આ માત્ર એ દિવસ માટે હશે. તમને જણાવી દઈએ કે પીએમે સોમવારે એક ટ્વિટ કરીને કહ્યુ હતુ કે તે સોશિયલ મીડિયા છોડવા માટે વિચારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 8 માર્ચે મહિલા દિવસ છે.

પીએમે કર્યુ ટ્વિટ

પીએમે કર્યુ ટ્વિટ

પીએમે ટ્વિટ કરીને કહ્યુ, આ મહિલા દિવસના દિવસે હું મારુ સોશિયલ મીડિયા અકાઉન્ટ એવી મહિલાઓને આપવા ઈચ્છુ છુ જેમનુ જીવન અને કામ આપણને પ્રભાવિત કરતા હોય. આનાથી એ લાખો લોકોને પ્રેરિત કરી શકશે. પીએમે આગળ લખ્યુ છે, જો તમે કોઈ એવી મહિલા છો અથવા તમે એવી મહિલાઓને જાણો છે તો તમે #SheInspiresUs સાથે અમે આવી કહાનીઓ જણાવો. આ સાથે જ પીએમ મોદીએ માહિતી આપી છે કે આ અકાઉન્ટ સંભળવા માટે મહિલાઓને તેમની પ્રેરિત કરતી કહાનીના આધારે પસંદ કરવામાં આવશે.

#SheInspiresUs સાથે લખો કહાની

એટલે કે જો તમે એક મહિલા છો જેણે જીવનમાં પ્રેરણા આપતુ કામ કર્યુ છે તો તેને શેર કરીને એન્ટ્રી કરી શકે છે. #SheInspiresUs સાથે તેનો ફેસબુક પર પોસ્ટ કરો. પસંદ કરવામાં આવેલી એક મહિલાને મોકો આપવામાં આવશે. પ્રધાનમંત્રીના આ ટ્વિટ બાદ હવે આ વાત પરથી અટકળો શરૂ થઈ ગઈ છે કે એક દિવસ માટે પીએમ મોદીનુ ટ્વિટર હેન્ડલ કોને મળશે.

PM Modi reveals that he will give away his social media accounts to in spirational women | Oneindia
સોમવારે કર્યુ હતુ પીએમ મોદીએ ટ્વિટ

સોમવારે કર્યુ હતુ પીએમ મોદીએ ટ્વિટ

આ પહેલા સોમવારે રાતે 8.56 વાગે એક ચોંકાવનારુ ટ્વિટ કર્યુ હતુ. તેમણે લખ્યુ હતુ, હું વિચારી રહ્યો છુ કે આ રવિવાર ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુથી હટી જઉ. આ વિશે તમને જણાવીશ. મોદીના ટ્વિટર પર 5.33 કરોડ, ફેસબુક પર 4.46 કરોડ, ઈન્સ્ટાગ્રામ પર 3.52 કરોડ અને યુટ્યુબ પર 45 લાખ ફોલોઅર્સ છે.

આ પણ વાંચોઃ પલાશના વૃક્ષ લુપ્ત થવાના આરે, રંગોનો રાજા કહેવાતો કેસૂડો થઈ રહ્યો છે નામશેષઆ પણ વાંચોઃ પલાશના વૃક્ષ લુપ્ત થવાના આરે, રંગોનો રાજા કહેવાતો કેસૂડો થઈ રહ્યો છે નામશેષ

English summary
This Women's Day, I will give away my social media accounts to women whose life & work inspire us, Twitted PM Narendra Modi .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X