For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

400 યૂનિટ સુધી વિજળી પર 50 ટકાની સબસિડી, 1 માર્ચથી મળશે લાભ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે વીજળીના બિલને લઇને મોટો નિર્ણય કરતા લોકોને 50 ટકા સુધી બિલમાં રાહત આપવાની જાહેરાત કરી છે. વીજળીની સાથે સાથે દિલ્હીવાસીઓને દર મહિને 20 હજાર લીટર સુધી મફત પાણી પુરૂ પાડવામાં આવશે.

kejriwal
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે દિલ્હીના લોકોને વીજળી બિલમાં 50 ટકા સુધીની છૂટ મળશે, પરંતુ આ છૂટ માત્ર એ લોકોને મળશે જે 400 યૂનિટ સુધી ખર્ચ કરશે. એટલે કે જો આપનું બિલ 401 યૂનિટનું આવ્યું તો આપને લાભ નહીં મળે આપે પૂરેપુરુ બિલ ભરવું પડશે. તેમને કોઇ છૂટ કે સબસિડી નહીં આપવામાં આવે.

નવી યોજના એક માર્ચથી શરૂ કરવામાં આવશે. એટલે આપ જો આપના વિજળીના બિલમાં 50 ટકા સુધીની છૂટ ઇચ્છતા હોવ તો પોતાના ઘરમાં વીજળીના ઉપયોગને 400 યુનિટની અંદર કરવાનો પ્રયત્ન કરો. આ યોજનાએ દિલ્હીના લગભગ 90 ટકા લોકોને ફાયદો મળી શકે તેમ છે.

અત્રે નોંધનીય છે કે મનીષ સિસોદીયાએ આની સાથે વધુ એક જાહેરાત પણ કરી છે. તેમણે જણાવ્યું કે એક માર્ચથી દિલ્હીના દરેક પરિવારને મહિને 20 હજાર લીટર પાણી મફત આપવામાં આવશે. જો તેઓ 20 હજારથી વધારેનો ઉપયોગ કરશે તો તેમણે પાણી માટે રૂપિયા ચૂકવવા પડશે.

English summary
Manish Sisodia,Deputy CM Delhi : We had promised to reduce power tariffs, families using power till 400 units will get it on half the price.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X