For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

30માંથી 3 કોરોના વેક્સીન ટેસ્ટના એડવાન્સ લેવલમાં પહોંચીઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન

દેશમાં લગભગ કોરોના વેક્સીનના 30માંથી ત્રણ પરીક્ષણ એડવાન્સ લેવલમાં પહોંચી ગયા છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને શુક્રવારે લોકસભામાં કહ્યુ કે 'દેશમાં લગભગ કોરોના વેક્સીનના 30માંથી ત્રણ પરીક્ષણ એડવાન્સ લેવલમાં પહોંચી ગયા છે.' તેમણે જણાવ્યુ કે, 'ચાર પરીક્ષણ પૂર્વ-નૈદાનિક વિકાસના તબક્કામાં છે. તેમણે એ પણ કહ્યુ કે એક એડવાન્સ લેવલ એક્સપર્ટ ગ્રુપ, વેક્સીન વિતરણ અને વેક્સીનેશન સાથે સંબંધિત બાબતોને જોઈ રહ્યુ છે.

harsh Vardhan

હર્ષવર્ધને લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યુ, રાષ્ટ્રીય સ્તરે લગભગ 30 સ્વયંસેવક વેક્સીન પરીક્ષણમાં જોડાયા છે અને ઉદ્યમો તેમજ એકેડમી બંને સ્તર પર વેક્સીન વિકસિત કરવામાં આવી રહી છે. આ વેક્સીન અત્યારે પૂર્વ-નૈદાનિક અને નૈદાનિક વિકાસના વિવિધ તબક્કામાં છે જેમાંથી ત્રણ ઉમેદવાર 1, 2 અને 3ના એડવાન્સ લેવલમાં છે.' મંત્રીએ કહ્યુ, કોરોના વેક્સીનનુ વિતરણ અને વેક્સીનેશનની ઉપલબ્ધતાના આધીન છે. તેમણે કહ્યુ, 'એક વાર ઉપલબ્ધ થયા બાદ, કોરોના વેક્સીનનુ વિતરણ યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ(યુઆઈપી) હેઠળ કરવામાં આવશે.'

મંત્રી ડૉ. હર્ષવર્ધન કહ્યુ કે જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ (ડીબીટી) દ્વારા પાંચ રાષ્ટ્રીય કોરોના બાયોરેપોઝિટરીની સ્થાપના કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે આ જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ, ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ અને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ દ્વારા દેશમાં સ્થાપિત 16 કોરોના બાયોરેપોઝરીના નેટવર્કનો એક હિસ્સો છે. ડૉ. હર્ષવર્ધને કહ્યુ, અત્યાર સુધી 44,452 વૈદાનિક નમૂના અને 17 વાયરસ આઈસોલેટ્સ એકઠા કરવામાં આવ્યા છે કે જે નિદાન, ચિકિત્સા અને વેક્સીન વિકસિત કરવા માટે શોધકર્તાઓ અને ઉદ્યોગ માટે સુલભ છે.

IPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11IPL 2020: ઓપનિંગ મેચમાં આવી હોય શકે મુંબઈ- ચેન્નઈની પ્લેઈંગ 11

English summary
Three coronavirus vaccine candidates in the country are in advanced stages of clinical trials: Harsh Vardhan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X