For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળક ચોરી કરવાની શંકામાં ગૂગલ એન્જીનીયરની મારી મારીને હત્યા

દેશભરના અલગ અલગ હિસ્સાઓમાં બાળક ચોરી કરવાની અફવાહોને કારણે લોકો સાથે મારપીટ કરવાના મામલા અટકી નથી રહ્યા.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દેશભરના અલગ અલગ હિસ્સાઓમાં બાળક ચોરી કરવાની અફવાહોને કારણે લોકો સાથે મારપીટ કરવાના મામલા અટકી નથી રહ્યા. ફરી એકવાર કર્ણાટકના બીદર જિલ્લામાં અફવાહને કારણે એક યુવક સાથે મારપીટ કરવાનો મામલો સામે આવ્યો છે. અહીં લોકોએ એક યુવકને બાળક ઉઠાવનાર સમજીને તેને ઘાયલ કરી દીધો છે. આ ઘટના શુક્રવાર રાતની છે, જેમાં ગૂગલના સોફ્ટવેર એન્જીનીયર અને બીજા બે લોકો સાથે મારપીટ કરવામાં આવી છે. ગૂગલ એન્જીનીયરની ગંભીર ઇજાને કારણે ત્યાં જ મૌત થઇ ગયી જયારે તેના બે મિત્રો ગંભીર રૂપે ઘાયલ થયા છે.

બાળકોને વહેંચી હતી ચોકલેટ

બાળકોને વહેંચી હતી ચોકલેટ

મળતી જાણકારી અનુસાર એન્જીનીયરનું નામ મોહમ્મદ આઝમ છે, જે પોતાના બે મિત્રો તલ્હા ઇસ્માઇલ અને મોહોમ્મદ સુલતાન સાથે તેના મિત્ર મોહમ્મદ બસીરના ગામ હાંડીખેડા જઈ રહ્યા હતા. રિપોર્ટ અનુસાર જયારે બંને ગામ પહોંચ્યા ત્યારે તેમને ચોકલેટ વહેંચવાનું ચાલુ કરી દીધું. જેના પર સ્થાનીય લોકોએ વિરોધ કર્યો પરંતુ ગમે તેમ કરીને તેઓ તેમને સમજાવવા માટે સફળ રહ્યા. પરંતુ જયારે આ ત્રણે લોકો ગામની બહાર જઈ રહ્યા હતા ત્યારે સ્થાનીય લોકોએ તેમને મુર્કિ ગામમાં રોકી લીધા. હાંડીખેડા ગામમાં રહેનાર એક વ્યક્તિએ આ ત્રણે લોકોની ફોટો શેર કરી હતી. જેમાં તેઓ બાળકોને ચોકલેટ વહેંચી રહ્યા હતા.

બે લોકોની હાલત ગંભીર

બે લોકોની હાલત ગંભીર

પોલીસે જણાવ્યું કે લોકોએ આ ત્રણ વ્યક્તિઓની ફોટો શેર કરી જેમાં તેમને બાળક ઉઠાવનાર જણાવવામાં આવ્યા હતા. જે કારમાં આ ત્રણે લોકો મુસાફરી કરી રહ્યા હતા તેની એક જગ્યા પર દુર્ઘટના થયી. ત્યારપછી સ્થાનીય લોકો અહીં પહોંચ્યા અને તેમની સાથે મારપીટ કરવા લાગ્યા. જેમાંથી કેટલાક લોકોએ તેમને બચાવવાની કોશિશ કરી અને તેમને હોસ્પિટલ પહોંચાડ્યા. હોસ્પિટલ પહોંચ્યા પછી સોફ્ટવેર એન્જીનીયરની મૌત થઇ ગયી અને બાકીના બે લોકોની હાલત ગંભીર છે.

અફવાહને કારણે થયી આ ઘટના

અફવાહને કારણે થયી આ ઘટના

આ ઘટના વિશે એસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે એક વહાર્ટસપ અફવાહને કારણે આ દુર્ઘટના થયી છે. કેટલાક લોકોએ વહાર્ટસપ પર ખોટી અફવાહ ફેલાવી. જે વ્યક્તિએ આવી અફવાહ ફેલાવી હતી તેનું નામ અમર પાટીલ છે. જેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટનામાં 30 લોકો પણ શામિલ હતા જેમને ભેગા મળીને ત્રણ લોકોને માર્યા હતા. સોશ્યિલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી આ ઘટના સામે આવી.

English summary
Three men were attacked due to fake message of child lifter one died.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X