cold snow fall winter jammu kashmir weather uttar pradesh haryana punjab rajasthan cold wave karnataka fog chennai imd train indian railway chandigarh delhi north india uttarakhand dehradun rain ઠંડી હિમવર્ષા શિયાળો જમ્મુ કાશ્મીર હવામાન ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ રાજસ્થાન કર્ણાટક ચેન્નઈ આઈએમડી હવામાન વિભાગ ટ્રેન ભારતીય રેલવે ચંદીગઢ ઉત્તર ભારત ઉત્તરાખંડ દહેરાદૂન વરસાદ
આગામી અમુક કલાકોમાં દિલ્લી સહિત આ રાજ્યોમાં થઈ શકે છે ભારે વરસાદ, એલર્ટ અપાયુ
Weather Updates: કાશ્મીરથી લઈને દિલ્લી સુધી ઠંડીનુ તાંડવ સતત ચાલુ છે. ધૂમ્મસ અને શીત લહેરથી ઠુઠવાઈ રહેલા ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી થઈ રહેલ વરસાદે ઠંડી વધારી દીધી છે. ભારતીય હવામાન વિભાગે આગામી 3 કલાકમાં યુપીના શામલી, બાગપત, ગાઝિયાબાદ, મેરઠ, હાપુડ ગૌતમ બુદ્ધ નગર જિલ્લાઓ અને આસપાસનના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

દિલ્લી અને હરિયાણાના ઘણા ભાગોમાં આગામી બે કલાકમાં વરસાદના અણસાર
આગલા 2 દિવસ દરમિયાન દિલ્લી, રેવાડી, કોસલી, ભિવારી મહેન્દ્રગઢ, ચરખીદાદરી, મટ્ટનહાઈ, ફારુખનગર, ઝજ્જર, રોહતક, મેહમ, ગોહાના, જીંદ, સોનીપત, ખરખોદા, પાનીપતના ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ તીવ્રતા અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ બધા સ્થળોએ એલર્ટ જારી કર્યુ છે.

હિમવર્ષાના કારણે વધી ઠંડી
જમ્મુ કાશ્મીરમાં સતત થઈ રહેલ હિમવર્ષાના કારણે ઠંડી વધી ગઈ છે. હવામાન વિભાગે અહીં હિમસ્ખલનની ચેતવણી જાહેર કરી છે. આઈએમડીએ 7 જાન્યુઆરી સુધી યલ એલર્ટ જાહેર કર્યુ છે. વિભાગના જણાવ્યા મુજબ પુંછ અને કિશ્તવાડમાં મધ્યમ શ્રેણી સાથે રાજોરી, રામબન, ડોડા, અનંગનાત, કુલગામ, બારામુલા, કુપવાડા, બાંદીપોરા અને લદ્દાખના કારગિલમાં હળવા હિમસ્ખલનની સંભાવના છે.

હિમપાતની સંભાવના
હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબમાં ભારે વરસાદ અને કરા પડવાની પૂરી સંભાવના છે. જ્યાં હવામાને એક તરફ હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે ત્યાં બીજી તરફ મસૂરી સહિત રાજ્યના ઘમા વિસ્તારોમાં હિમવર્ષા પણ ચાલુ છે. હવામાન વિભાગે કહ્યુ કે હિમવર્ષાનો આ સિલસિલો આવતા એક સપ્તાહ સુધી ચાલુ રહેશે અને લોકો હિમવર્ષાનો આનંદ લઈ શકશે. માત્ર ઉત્તરાખંડ જ નહિ હિમાચલ અને કાશ્મીરના પણ આ જ હાલ છે.

સ્કાઈમેટે પણ આપી ચેતવણી
તમને જણાવી દઈએ કે આખા ઉત્તર ભારત અત્યારે ભયંકર ઠંડીની ચપેટમાં છે. વળી, સ્કાઈમેટે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ કે ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, ચંદીગઢ અને દિલ્લી, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ ભાગોમાં આજે હળવો વરસાદ થઈ શકે છે. વળી, બીજી તરફ અમૃતસર, પટિયાલા અને અંબાલામાં ગાઢ ધૂમ્મસ જોવા મળી રહ્યુ છે. જેના કારણે લોકોને અવર-જવરમાં મુશ્કેલી થઈ રહી છે. જ્યારે દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટક, તમિલનાડુના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે.