For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીના 5 જિલ્લાઓમાં આંધી અને તોફાનનું એલર્ટ, ત્રણ કલાકમાં ભારે વરસાદ

દિલ્હી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં ફૂંકાતા ધૂળના વંટોળ વચ્ચે મૌસમ વિભાગે યૂપીના પાંચ જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક સુધી વાવાઝોડાં અને ઝડપી પવન સાથે વરસાદની ચેતવણી આપી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

દિલ્હી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં ફૂંકાતા ધૂળના વંટોળ વચ્ચે મૌસમ વિભાગે યૂપીના પાંચ જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક સુધી વાવાઝોડાં અને ઝડપી પવન સાથે વરસાદની ચેતવણી આપી છે. મૌસમ વિભાગ અનુસાર યૂપીના સીતાપુર, લખનઉ, બારાબંકી, ગોન્ડા, બહરાઇચ અને આ જિલ્લાઓના અડીને વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ધૂળ ભરેલા ઝડપી પવન સાથે વરસાદ આવી શકે છે. કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાંનો પણ ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. હવામાન વિભાગે ચેતવણી આપ્યા બાદ, વહીવટીતંત્રે પણ ચેતવણી આપી દીધી છે.

બે દિવસ પહેલા 10 લોકો મૃત્યુ પામ્યા હતા

બે દિવસ પહેલા 10 લોકો મૃત્યુ પામ્યા હતા

તમને જણાવીએ કે યુપીએમાં માત્ર બે દિવસ પહેલા બુધવારે આવેલા વાવાઝોડાંએ જબરદસ્ત વિનાશ સર્જ્યો હતો. વાવાઝોડાંને લીધે 10 લોકો મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાંથી ત્રણ ગોંડાથી, એક ફૈજાબાદ અને 6 લોકો સીતાપુરના હતા. ઝડપી પવન ફુંકાવાથી કેટલીક જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલાઓ પડવાની ઘટનાઓ બની હતી, જેમાં 28 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વાવાઝોડાંને લીધે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું હતું.

ગેસનું ચેમ્બર બન્યું છે દિલ્હી

ગેસનું ચેમ્બર બન્યું છે દિલ્હી

છેલ્લા ત્રણ દિવસથી દેશની રાજધાની દિલ્હી સહિત નજીકના વિસ્તારોમાં ધૂળના વંટોળ ફેલાયેલા છે. લોકો શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલી અનુભવી રહ્યા છે. દિલ્હીમાં પ્રદૂષણના ખતરનાક સ્તરને ધ્યાનમાં લેતાં એલજીએ રવિવાર સુધી બાંધકામ કામગીરી પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે જ્યારે જરૂરિયાત હોય ત્યારે તેઓ ઘરમાંથી નીકળવું. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં આ ધૂળના વંટોળથી રાહત મળી શકે છે.

દિલ્હી ઝેરી હવામાં શ્વાસ લેવા મજબૂર

દિલ્હી ઝેરી હવામાં શ્વાસ લેવા મજબૂર

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત ચોથા દિવસે ખતરનાક બન્યું છે.કેન્દ્રીય પોલ્યુશન નિયંત્રણ બોર્ડના આંકડા અનુસાર, દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હવાના પ્રદુષણના સ્તર 500 થી વધુ છે. બુધવારે PM10 નું સ્તર 8 ગણું વધ્યું હતું, જે શનિવારે ઓછું (500) થયું છે. PM2.5 પણ શુક્રવારે ખતરનાક સ્તર પર હતું, પણ તેમાં ઘટાડો થયો છે અને તે 169 ની આસપાસ આવ્યો છે. દિલ્હીના લોકો હજુ પણ આ ઝેરી હવામાં શ્વાસ લેવા માટે મજબૂર છે.

English summary
Thunderstorm with rain likely to occur during next three hours in Various Districts of UP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X