TikTok સ્ટાર 'શાહરુખ ખાન' ની ધરપકડ, ગલીઓમાં મોબાઈલ ચોરતો હતો
ગ્રેટર નોઈડા પોલીસે મોબાઇલ ચોરીના આરોપમાં ટિક ટોક સ્ટારની ધરપકડ કરી છે. પોલીસે તેની સાથે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલી વ્યક્તિનું નામ શાહરૂખ ખાન છે. ધરપકડ બાદ ખબર પડી કે શાહરૂખ ખાન ટિક ટોક પર ખૂબ જ લોકપ્રિય છે અને લોકો તેના વીડિયો પસંદ કરે છે. આપને જણાવી દઈએ કે આ આરોપીના ટિક ટોક પર 42 હજારથી વધુ ફોલોઅર્સ છે.

પોલીસે ધરપકડ કરી
એસપી રણવિજયના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોમાં ગ્રેટર નોઈડામાં બાઇક સવારનો આતંક વધ્યો હતો, તેઓ હથિયારના દમ પર મોબાઇલ અને રોકડ રકમ છીનવી લેતા હતા. ગ્રેટર નોઈડાના બીટા -2 પોલીસ સ્ટેશનની પોલીસને કેટલાક લૂંટારૂઓના સમાચાર મળ્યા, ત્યારબાદ પોલીસે બાતમીદારોને એલર્ટ કરી પેટ્રોલિંગમાં વધારો કર્યો હતો. પોલીસને જલ્દી આમાં સફળતા મળી અને ગ્રેટર નોઈડાના આલ્ફા -2 વિસ્તારમાંથી 4 લૂંટારુઓની ધરપકડ કરવામાં આવી.

બધા જ આરોપીઓ બુલંદશહેરના રહેવાસી
એસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે શાહરૂખ ત્રણ મહિના પહેલા સાઉદી અરેબિયામાં ડ્રાઈવિંગ કામ કરતો હતો. ત્યાંથી પરત ફરતાં તેણે કેટલાક છોકરાઓ સાથે ગેંગ બનાવી હતી અને મોબાઈલ લૂંટ ચલાવી હતી. શાહરૂખ ખાન ઉપરાંત પોલીસે પ્રમોદ, અજય અને સાહિલને પણ પકડ્યા છે. તે બધા બુલંદશહેર જિલ્લાના છે. પુછપરછ દરમિયાન આ ચારેય આરોપીઓએ કબૂલ કર્યું કે તેમને ગૌતમ બુધ નગરમાં અત્યાર સુધીમાં 6 લૂંટને અંઝામ આપ્યો છે, પોલીસને તેમની પાસેથી 5 મોબાઈલ ફોન, એક બાઇક અને કેટલીક રોકડ પણ મળી આવી છે.

મોટાભાગના વીડિયો સાઉદી અરબમાં બનાવ્યા
શાહરૂખ ખાને ટિકટોક પર તેના વીડિયો બનાવીને તેની ફેન ફોલોઇંગ બનાવી છે. મોટાભાગના વીડિયો સાઉદી અરેબિયામાં શૂટ કરવામાં આવ્યા છે. જેને બધા લોકોએ લાઈક અને શેર કર્યા છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તેની સાથે જોડાયેલી અન્ય ઘટનાઓની તપાસ શરૂ કરી છે.
દિલ્હીમાં પોલીસે ટ્રાફિક નિયમ તોડશે તો જબલ દંડ વસૂલાશે